: ૨૨ : આત્મધર્મ : ૨૦૯
ગિરનારજી યાત્રા સમાચાર
પૂજ્ય ગુરુદેવ તા. ૨૬ થી તા. ૨૯–૧–૬૧ સંઘ સહિત ગિરનારજી
યાત્રાર્થે પધાર્યા તે શુભ પ્રસંગે ૧૨૦૦, ઉપરાંત ભાઈ બહેનો આવ્યા હતા.
જુનાગઢ શહેરમાં પૂજ્ય ગુરુદેવનું ભવ્ય સ્વાગત, બપોરે ટાઉન હોલમાં
જાહેર વ્યાખ્યાન, સાંજે ગિરનારજી સિદ્ધક્ષેત્રની તળેટીમાં સહુ પહોંચી ગયા
ત્યાં રાત્રે ધર્મશાલાના દિ. જિનમંદિરમાં અજમેર ભજન મંડલી દ્વારા
ભક્તિનો ઉત્સાહ દાયક કાર્યક્રમ હતો.
તા. ૨૭–૧–૬૧ પ્રાતઃસમય તીર્થ વંદના માટે પૂજ્ય ગુરુદેવ
પધારવાના હતા.આ યાત્રાનો વિરલ અને ભવ્ય પ્રસંગ હોવાથી હજારો
મુમુક્ષુ ભક્તો ભક્તિની ધુન સહિત સવારે પાા વાગ્યે રવાના થયા, ઉપર
પહેલી ટૂંકે દિગમ્બર જૈન મંદિરમાં પૂજ્ય ગુરુદેવ સહિત સહુએ વંદના –પૂજા
કર્યા પછી મંદિરના ખુલ્લા ચોકમાં ભક્તિનો કાર્યક્રમ રાખેલો તેમાં અજમેર
ભજન મંડલી દ્વારા ભકિતરસની જમાવટ કરતી ભક્તિ હતી બાદ બપોરે
સહસ્ત્રઆમ્રવન કે જ્યાં ભગવાન શ્રી નેમિનાથનાં દિક્ષા કલ્યાણક અને
કેવળજ્ઞાન કલ્યાણક થયેલ. ત્યાં પૂ.ગુરુદેવ સંઘ સહિત પધાર્યા.
સસ્ત્રામ્રવનમાં ભગવાન શ્રી નેમિનાથ પ્રભુનાં ચરણે ચિન્હ છે.
તેમની વીતરાગતા અને તેમનું સ્મરણ, તેમના પ્રત્યે બહુમાન વ્યક્ત
કરવામાં પ્રથમ તો વંદન અને પૂજા થયું પછી પૂજ્ય ગુરુદેવ અપૂર્વ ભક્તિ
કરાવી, તથા વીતરાગતાના સ્મરણરૂપે થોડું વક્તવ્ય કર્યું. આ પ્રસંગ ઘણો
ભવ્ય અને ધન્ય ઘડી–ધન્ય ભાગ્ય સમાન હતો. સાંજે પૂ. ગુરુદેવ પહેલી
ટૂંકે પાછા પધાર્યા,રાત્રે ૭ થી ૮ાા દિ. જૈન મંદિરના ચોકમાં ભક્તિ હતી
તેમાં સતી રાજુલ તથા તેમના પિતાજીનો સંવાદ બહુ રોચક અને
વૈરાગ્યમય હોઈને સંવાદ કરનાર તથા સર્વ શ્રોતાઓ ગદગદ થઈ જતાં
જોવામાં આવતા હતા.
તા. ૨૮–૧–૬૧ સવારે ગિરનારજીની પાંચમી ટૂંકે જતાં રસ્તામાં
અપૂર્વ ઉત્સાહમય ભક્તિ દ્વારા જયકાર અને ભક્તિ–ભજન કરતાં કરતાં
સૌ ચાલતા હતા.
પાંચમી ટૂંક–ભગવાન શ્રી નેમિનાથ પ્રભુની નિર્વાણ ભૂમિ છે ત્યાં
ઈન્દ્રો દ્વારા સ્થાપિત ભગવાનનાં ચરણ ચિન્હ છે. તેમની પરમ હર્ષ સહિત
વંદના–પૂજા થયા પછી