Atmadharma magazine - Ank 209
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
ફાગણ : ૨૪૮૭ : ૨૧ :
સાથે ૧પ૦ ઉપરાંત ભાઈ બહેનો આવેલા, મુંબઈ દિગમ્બર જૈનમંદિરની ત્રીજી વરસગાંઠ મહા સુદી ૬ની હતી
તે દિવસે મુંબઈ મંડળના સભ્યો વહેલી સવારે સરઘસ રૂપમાં પૂજ્ય ગુરુદેવના દર્શન કરવા આવ્યા હતા અને
મુંબઈમાં ફરીથી જિનેન્દ્ર પંચકલ્યાણક મહોત્સવ ઉજવાય એવી ભાવના વ્યક્ત કરી. મુંબઈ મુમુક્ષુમંડળને ખૂબ
ઉત્સાહ છે એમ તે ઉપરથી સ્પષ્ટ જણાયું હતું.
(ગિરનારજી યાત્રા સંઘ પૂ. ગુરુદેવ સાથે જૂનાગઢ જાય તે પ્રસંગે મુંબઈ મંડળ તરફથી સમૂહ
ભોજનના રૂા. ૧પ૦૧) આવ્યા છે ઉપરાંત શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ તરફથી એ રીતે રૂા. ૧પ૦૧ તથા શ્રી
શાન્તિલાલ જોબાળીયા તરફથી રૂા. ૧પ૦૧) તથા પોરબંદરના શ્રી ભૂરાભાઈના સુપુત્રો તરફથી રૂા. ૧પ૦૧
તે ખાતે આવ્યા છે.)
જામનગરમાં ઉત્સવના માંગલિક પ્રસંગો
ઈન્દ્રધ્વજ, ધજાઆરોપણ વિધિ, જાપ, નાંદિવિધાન, ઈન્દ્રપ્રતિષ્ઠા અને વરઘોડો, જિનસહસ્ત્રનામ
મંડલવિધાનમહાપૂજા, યાગમંડળવિધાન મહાપૂજા, ગર્ભકલ્યાણકની પૂર્વક્રિયા, માતાના સોળ સ્વપ્ન વગેરેનું
ભાવપ્રદર્શન, ગર્ભકલ્યાણક, અજમેરની ભજનમંડલીનો ભક્તિ કાર્યક્રમ તા. ૧૭થી તા. ૧૯–૧–૬૧ સુધી
તા. ૨૦–૧–૬૧ પ્રતિષ્ઠા મંડપમાં વિધિનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મનું ભાવ પ્રદર્શન,
મેરુપર્વત ઉપર જન્માભિષેક માટે ઐરાવત હાથી ઉપર ભગવાનનો વરઘોડો, રસ્તામાં ભજન મંડલીનો ખાસ
આકર્ષક કાર્યક્રમ હોવાથી દરેક રસ્તા પર અસાધારણ ભીડ જામતી હતી. મેરુપર્વત પર જિનાભિષેક વિધિ
અને ઉત્સવ પછી પ્રતિષ્ઠા મંડપમાં ઈન્દ્રોદ્વારા નૃત્ય, પછી પારણા ઝૂલન, પછી શ્રી પાર્શ્વનાથનો વનવિહાર
અને તાપસ કમઠના ભાવોનું પ્રદર્શન.
તા. ૨૧મી ભગવાનના વૈરાગ્યનું ભાવ પ્રદર્શન, લેકાન્તિક દેવોનું આગમન, જિનદિક્ષા માટે
ભગવાનની વનયાત્રા તથા હાથી–પાલખી વગેરે સહિત વરઘોડો અને તપકલ્યાણક પ્રસંગે ગુરુદેવશ્રીનું
વૈરાગ્ય પ્રેરક પ્રવચન, તપકલ્યાણક પ્રસંગે ગુરુદેવશ્રીનું વૈરાગ્ય પ્રેરક પ્રવચન, રાત્રે પાર્શ્વનાથ ભગવાનના
પૂર્વભવોનું ભાવ પ્રદર્શન તથા ભક્તિ તા.૨૨–૧–૬૧ વિધિ નાયક મુનિરાજ શ્રી પાર્શ્વનાથ ભગવાનને
આહારદાન, પૂ. ગુરુદેવના પાવન કરકમળ દ્વારા જિનપ્રતિમાજી ઉપર અંકન્યાસ વિધિ, કેવળજ્ઞાન કલ્યાણક,
સમવસરણ રચના તથા દિવ્યધ્વનિ પ્રસંગનું પ્રવચન, રાત્રે ભજન મંડલીનો કાર્યક્રમ તા. ૨૩–૧–૬૧ સવારે
જિનમંદિરમાં ભગવાનની વિશાળ પ્રતિમાઓ લઈ જવા વખતે તથા વેદીમાં બિરાજમાન કરવા ટાણે તથા
મંદિરના શિખર ઉપર કલશ ધ્વજારોહણ વખતે ઉત્સાહ અને દર્શકોની ભારે ભીડ હતી. આનંદથી જય
જયકારના નાદો ગૂંજતા હતા.
તા. ૨૩–૧–૬૧ સવારે ૮ાા થી ૧૧ શાન્તિયજ્ઞ વિધિ ખૂબ શાન્તિપૂર્વક થઈ. તેમાં જાપમાં બેઠેલા ૧૪
ભાઈઓ તથા ઈન્દ્ર ઈન્દ્રાણી ૧૬ એ બધાની વચ્ચે અનેક અગ્નિકૂંડ તેમાં કેવળજ્ઞાન જ્યોતિના મહિમા પૂર્વક
શાસ્ત્રીજી દ્વારા મધુર મંત્રોચ્ચાર તથા સ્વાહા ઉચ્ચાર સહિત આહૂતિ થતા હતાં. આ દ્રશ્ય ભવ્ય હતું. દરેક
કાર્યક્રમમાં દર્શકોની મોટી સંખ્યાની હાજરી રહેતી. પૂજ્ય ગુરુદેવનું પ્રવચન એ જ મુખ્ય આકર્ષણ હોવાથી
જિજ્ઞાસુની ઘણી મોટી સંખ્યા વ્યાખ્યાનમાં જોવામાં આવતી હતી.
બપોર વિશેષ ઠાઠમાઠથી જિનેન્દ્રબિમ્બ રથયાત્રા નીકળી હતી; હાથી ઉપર ધર્મધ્વજા ફરકતી હતી
શણગારેલા પાટવાળી મોટી ઊંટગાડીમાં અજમેર ભજનમંડળીનો નૃત્ય–ગાનનો કાર્યક્રમ હતો. અપૂર્વ ઉત્સાહ
પૂર્વક આખા શહેરમાં વરઘોડો ફર્યો હતો. આ બધી વિશેષતા જોઈને શહેરમાં આનંદમય ખળભળાટ મચી
રહ્યો હતો.
રાત્રે જિનમંદિરમાં પૂજ્ય બહેનો દ્વારા ભકિત થઈ, ત્યાર પછી ભજનમંડલી દ્વારા ભક્તિ થઈ. આ
મહાન ઉત્સવ ચિરસ્મરણીય રહેશે. અને આ બધા માટે ખરેખર જામનગરના મુમુક્ષુ મંડળને અત્યંત ધન્યવાદ.