Atmadharma magazine - Ank 209
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 25

background image
: ૨૦ : આત્મધર્મ : ૨૦૯
જામનગરના આંગણે ઉજવાયેલો ભવ્ય
પંચકલ્યાણક જિનબિમ્બ પ્રતિષ્ઠા મહામહોત્સવ
પરમ પ્રભાવક પ.પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના સદઉપદેશથી શ્રી ચુનીલાલ હઠીસીંગ શેઠ વગેરે
તથા ઈસ્ટ આફ્રિકામાં વ્યાપાર અર્થે ગયેલા શ્રી ફુલચંદભાઈ, શ્રી ભગવાનજીભાઈ વગેરે દિ.જૈન મુમુક્ષુ મંડળ
દ્વારા જામનગરમાં આશરે બે લાખના ખર્ચથી ઉત્તમ અને છેલ્લી ઢબની કળાથી સુંદર જિનમંદિર તૈયાર થયું છે.
તા. ૧૩–૧–૬૧ પૂ. ગુરુદેવ જામનગરમાં પધાર્યા તે પહેલાં આ ઉત્સવ, પ્રભાવના, ભક્તિ માટે ઈસ્ટ
આફ્રિકાથી મુમુક્ષુઓ મોટી સંખ્યામાં આવ્યા હતા, જામનગરના મુમુક્ષુઓનો અપૂર્વ ઉત્સાહ હતો, તેમણે આ
મહોત્સવ માટે સંપૂર્ણ તૈયારી કરી રાખી હતી.
તા. ૧૩–૧–૬૧ ની સવારે પૂ. ગુરુદેવનું સ્વાગત ખૂબ ઠાઠમાઠથી મોટા સમૂહ દ્વારા થયું, તેમાં
હજારોની સંખ્યા હતી, ઉત્સવ મંડપ પાસે વિશાળ સભા મંડપમાં ગુરુદેવે માંગલિક પ્રવચન કર્યું, ત્યાર બાદ
હંમેશા બે વખત પૂ. ગુરુદેવના પ્રવચનો થયાં હતાં. સવારે શ્રી સમયસારજી શાસ્ત્રનો કર્તા કર્મ અધિકાર તથા
બપોરે શ્રી પદ્મનંદી પંચવિંશતિમાંથી દાન અધિકાર વંચાતો હતો.
દિલ્હી, જયપુર, અજમેર, ઉદેપુર, ઈન્દોર, ખંડવા, સનાવદ; ભોપાળ, ઉજ્જૈન, ગુના,કોટા, કલકત્તા
આદિ સ્થળેથી ૩૦૦ ઉપરાન્ત ભાઈ બહેનો આવ્યાહતા. ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મુંબઈથી પણ મોટી સંખ્યામાં
મુમુક્ષુઓ આવ્યા હતા. બધાને માટે ભોજન આદિની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉત્સવમાં પૂ.
બહેનશ્રી બહેનો તરફથી સંપૂર્ણ માર્ગદર્શન મળ્‌યું હતું.
પ્રતિષ્ઠાચાર્ય શ્રી નાથુલાલજી શાસ્ત્રી (ઈન્દોર) દ્વારા આ વખતે પણ ઉત્તમ પ્રકારે શ્રી જિનેન્દ્ર
પંચકલ્યાણક પ્રતિષ્ઠાનું મહાન કાર્ય નિર્વિઘ્નપણે પૂર્ણ થયું.
અજમેરથી આવેલ ડો. સૌભાગ્યમલજી આદિ ભજન મંડળીના ભક્ત કલાકારોએ છ દિવસ સુધી
ભક્તિનો વિવિક કાર્યક્રમ રજૂ કરીને હાર્દિક ઉત્સાહ બતાવ્યો હતો.
જામનગરનું જિનમંદિર ઘણું આકર્ષક અને વિશાળ છે, આધુનિક પદ્ધતિથી બન્યું હોવાથી ભારતવર્ષ
માંહેનું એક સુંદર જિનમંદિર ગણી શકાય એવું છે. તેની ઉત્તમ પ્રકારે રચના કરનાર દરબાર સાહેબ શ્રી
અગરસિંહજી મોટા કોન્ટ્રાકટર છે. પૂજ્ય ગુરુદેવના પ્રવચનો સાંભળીને તેઓ પણ પ્રભાવિત થયા, તેમણે
જિનમંદિર ઉપર મોટો સુવર્ણ કલશ ચડાવવામાં પાંચ હજાર રૂપિયા દઈને હૃદયથી ભકિતભાવ પ્રગટ કર્યો,
અને શીખર ઉપર કળશ ચડાવ્યો.
જામનગરના શ્વેતામ્બર જૈન ભાઈઓ ઉપરાંત અનેક અન્ય ભાઈઓ તરફથી પણ આ મહોત્સવ
પ્રસંગે અનેકવિધ સગવડો મળી, આ બધો પૂજ્ય ગુરુદેવનો પૂણ્ય પ્રભાવ જ છે.
મંડપની વેદીમાં જામનગરના તથા અન્ય શહેરોના મળી કુલ ૩૧ જિન પ્રતિમાજી હતા. (તેમાં ઉંચી
જાતના ગુલાબી આરસના ખાસ પ્રતિમાજી છે તે અમદાવાદમાં થનાર નવા જિનમંદિર માટે હતા.)
દિક્ષા કલ્યાણક અવસરે પૂજ્ય ગુરુદેવ પાસે જામનગરના મુખ્ય બે મુમુક્ષુ ભાઈઓએ સજોડે આજીવન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી.
મુંબઈથી દિ. જૈન મુમુક્ષુમંડળના પ્રમુખ મણિભાઈ