: ૨ : આત્મધર્મ : ૨૦૯ :
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
જામનગરમાં જિનેન્દ્ર પંચકલ્યાણક મહોત્સવ વખતે જામનગર દિગમ્બર જૈન
મુમુક્ષુ મંડળના ઉપપ્રમુખ શ્રી ખેતશીભાઈના સુપુત્રી શ્રી લલીતાબહેન B. A. જે
બાલ બ્રહ્મચારી છે. ઉ. વ. ૨૩ તેમણે પૂ. ગુરુદેવ સમક્ષ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી છે બદલ ધન્યવાદ આ બહેનને ધાર્મિક તત્ત્વજ્ઞાનનો ઘણો સારો
અભ્યાસ છે, ઉપરાંત શાન્ત, વૈરાગ્યવંત છે.
(તા. ૧૭–૭–૬૧ મહા સુદ ૧ મંગળવાર)
જામનગરમાં જિનેન્દ્ર પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાનના દિક્ષા
કલ્યાણક પ્રસંગે જામનગરના શ્રી નવલચંદ છગનલાલ મહેતા તથા શ્રી રતીભાઈ
અમરચંદ બાવરિયા બેઉ ભાઈઓએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂજ્ય ગુરુદેવ
સમક્ષ અંગીકાર કરી તે બદલ ધન્યવાદ.
* * * * *
પોરબંદરના સમાચાર
પૂ. ગુરુદેવ મહા સુદ ૧૪ ના રોજ પોરંબદર પધારતાં ત્યાં ઉત્સાહભેર
સ્વાગત થયું. મહા વદ ત્રીજના રોજ પૂ. ગુરુદેવના હસ્તે શ્રી બાહુબલી ભગવાનને
જિનમંદિરની ઉપરની વેદીમાં બિરાજમાન કર્યા હતા તથા તેના હર્ષોપલક્ષમાં શ્રી
જિનેન્દ્રદેવની રથયાત્રા કાઢવામાં આવી હતી. અને નવકારશી જમણ (સમસ્ત
જૈનોમાં જમણ) કરવામાં આવ્યું હતું.
શેઠશ્રી નાનજી કાળીદાસના ભારતમંદિર તથા ગુરુકૂળનું અવલોકન કરવા
ગુરુદેવ પધાર્યા હતા, અને ત્યાં ગુરુકૂળની વિદ્યાર્થી બાળાઓને અનુલક્ષીને દશેક
મિનિટ બાલોપયોગી ઉપદેશ આપ્યો હતો.
વૈરાગ્ય સમાચાર
ગુજરવદી નિવાસી સ્વ. ઉજમશીભાઈ ત્રિકમલાલના સુપુત્ર ભાઈ હરિલાલ
(બ્ર. ચંદુભાઈના મામાના પુત્ર) નું લગભગ ૨૯ વર્ષની નાની વયમાં કમળીની ટૂંકી
બીમારીથી તા. ૬–૨–૬૧ ના રોજ મુંબઈમાં અવસાન થયું છે. ભાઈ હરિલાલ
શાંતસ્વભાવી, નમ્ર, ધર્મજિજ્ઞાસુ તથા પૂ. ગુરુદેવ પ્રત્યે ભક્તિવાળા હતા. મુંબઈમાં
મંડળના વાંચનનો પણ લાભ લેતા. સોનગઢ આવીને પણ પૂ. ગુરુદેવની અમૃતમયી
વાણીનો ઘણી વાર લાભ લેતા. આવો દુર્લભ મનુષ્યભવ તથા સાચા દેવ–ગુરુ–
ધર્મનો યોગ પામીને પણ આટલી અલ્પ વયમાં દેહાવલય થવો તે ખરેખર વૈરાગ્ય
તથા સંસારની ક્ષણિકતાનો બોધદાયક પ્રસંગ છે. ભાઈ હરિલાલનો આત્મા સાચા
દેવ–ગુરુ ધર્મનો યોગ પામી, ધર્મરુચિ વધારી, જન્મ–મરણ–રહિત આત્માનાપરમ
શાંતપદને શીઘ્ર પામે એવી શ્રી જિનેન્દ્રદેવ પાસે પ્રાર્થના કરીએ છીએ તથા તેમના
કુટુંબીજનો પ્રત્યે સમવેદના પ્રગટ કરીએ છીએ.