: ૨ : આત્મધર્મ : ૨૧૦
સમાચાર
રાજકોટ શહેરમાં પૂજ્ય ગુરુદેવ તા. ૮–૨–૬૧ ના પધાર્યા. સ્વાગતમાં સમાજનો અસાધારણ પ્રેમ–
ઉત્સાહ દેખાતો હતો. અહિં વિશાળ સુંદર જિનમંદિર છે. રાજકોટમાં પૂ. ગુરુદેવ ૧૨ દિવસ રહ્યા. શ્રી
સમયસાર તથા શ્રી નિયમસારજી શાસ્ત્ર પર સૂક્ષ્મ ન્યાયયુક્ત પ્રવચનો થયા. રાજકોટમાં તત્ત્વ જિજ્ઞાસુઓની
સંખ્યા ઘણી છે રાત્રે ૭।। થી ૮।। તત્ત્વજ્ઞાનની ચર્ચા બહુ સુંદર હતી. રાજકોટમાં સારી રીતે અભ્યાસ કરનારા
જૈન મુમુક્ષુઓ ઘણા છે.
ફાગણ શુદી બીજ પ્રાત: સમયે શેઠશ્રી મોહનલાલ કાનજી ઘીયાના શુભહસ્તે જિનમંદિરની પાસે
વિશાળ સ્વાધ્યાય હોલ માટે શિલાન્યાસની (ખાતમુહૂર્ત) વિધિ થઈ હતી.
સોનગઢમાં ભગવાન શ્રી સીમંધર પ્રભુને બિરાજમાનની તે રોજ તીથી હોવાથી તે મહોત્સવ અહિ
ઉજવવામાં આવ્યો હતો. જિનમંદિર ઉપર ધજા ચડાવવામાં આવી અને પૂજા ભક્તિ થયા બાદ ઠાઠમાઠથી શ્રી
જિનેન્દ્ર ભગવાનની રથયાત્રાનો વરઘોડો શહેરમાં ફેરવવામાં આવેલ હતો. એક દિવસ બપોરના શ્રીમદ્
રાજચંદ્રજીના સમાધિ મંદિરમાં ભક્તિ વગેરેનો કાર્યક્રમ રાખેલો.
રાજકોટ રાષ્ટ્રીયશાળામાં ‘અંધ મહિલા વિકાસગૃહ’ નું અવલોકન કરવા શ્રી પુરુષોત્તમદાસ ગાંધીએ
વિનંતી કરી હતી. ત્યાં પૂ. ગુરુદેવે કહ્યું કે હું મારા વૈરાગ્યની વૃદ્ધિ માટે આવ્યો છું ત્યાં શ્રી નારણદાસ ગાંધી
વગેરે ઘણા ભાઈ–બ્હેનો હતા. નેત્રહીન ૩૦ બાળાઓનું દ્રશ્ય જોતાં ગુરુદેવના હૃદયમાં સહજ વૈરાગ્યની
લાગણીઓ સ્ફૂરતી હતી. આશીર્વાદમય ભવ્ય ઉપદેશમાં શ્રીમદ્ રાજચંદ્રનું જીવન, જાતિસ્મરણજ્ઞાન તથા
તેમના કાવ્યોમાંથી ઉત્તમ તત્ત્વજ્ઞાન કહી બતાવ્યું હતું.
તા. ૨૦–૨–૬૧ ના રોજ પૂ. ગુરુદેવ લાઠી શહેર પધાર્યા. સુંદર સ્વાગત બાદ, બપોરના પ્રવચન પછી
લાઠીના દિગમ્બર જૈન મંદિરને વિશાળ અને શિખરબંધી કરવાની તથા એક સ્વાધ્યાય હોલ બનાવવાની લાઠી
દિ. જૈન સંઘ તરફથી જાહેરાત થઈ હતી. તા. ૨૧–૨–૬૧ ના રોજ પૂ. ગુરુદેવ અમરેલી થઈ સાવરકુંડલા
પધાર્યા. ત્યાં દિ. જૈન સંઘ તરફથી ઉત્સાહપૂર્વક ભારે ઠાઠમાઠથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બાદ મંગળ
પ્રવચન થયું હતું.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રી શાન્તિલાલ કપુરચંદ શેઠ તથા તેમના ધર્મપત્ની ગુલાબકુંવરબહેને, શ્રી શાન્તિલાલ વનમાળી શેઠ
(દિલ્હી) તથા તેમના ધર્મપત્ની શ્રી દયાકુંવરબહેને પૂ. ગુરુદેવ સમક્ષ સજોડે રાજકોટમાં બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
અંગીકાર કરી હતી તે બદલ ધન્યવાદ. તા. ૧૭–૨–૬૧
વૈરાગ્ય સમાચાર
શ્રી મોહનલાલ લલ્લુભાઈ શાહ (પંડિતજી શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ (સોનગઢ)ના સસરા
મુંબઈમાં તા. ૧પ–૨–૬૧ ના રોજ હાર્ટફેઈલથી સ્વર્ગવાસ પામ્યા. તેઓને પૂ. ગુરુદેવશ્રી પ્રત્યે ઘણો
ભક્તિભાવ હતો, થોડા વર્ષોથી પં. હિંમતલાલભાઈને ત્યાં રહેતા હતા, તેઓ પવિત્ર જૈનધર્મની
આરાધનાદ્વારા તેમના આત્માનો વિકાસપૂર્ણ કરે એવી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે.