દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકનયને નિશ્ચયનયની સિદ્ધિના હેતુ જાણો” સમયસારમાં એ નયોના સ્વરૂપનું વર્ણન
ગા. ૧૧ માં નીચે મુજબ કર્યું છે. અર્થ– “આગમમાં (શાસ્ત્રમાં) વ્યવહારનયને અભૂતાર્થ અને નિશ્ચયનયને
ભૂતાર્થ કહેલ છે તેમાંથી ભૂતાર્થનો આશ્રય કરવાવાળા જીવ નિયમથી સમ્યગ્દ્રષ્ટિ છે.” આ ગાથાની ટીકા
કરતાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે–“વ્યવહારનય નિયમથી સઘળોય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે
છે તથા શુદ્ધનય એક માત્ર ભૂતાર્થ હોવાથી ભૂત (સત્ય) અર્થને પ્રગટ કરે છે.”
કાદવ સહિત જળને જળનો સ્વભાવ માનવો અભૂતાર્થ છે અને જે જળ નિર્મળી દ્વારા કાદવથી જુદું કરવામાં
આવે છે તે માત્ર જળ હોવાથી ભૂતાર્થ છે તેમ કર્મ સહિત અવસ્થા આત્માનો સ્વભાવ ન હોવાથી અભૂતાર્થ
છે અને શુદ્ધદ્રષ્ટિ દ્વારા કર્મ સહિત અવસ્થાથી જ્ઞાયક સ્વભાવ આત્માને જુદો કરીને તેને જ આત્મા માનવો
ભૂતાર્થ છે. આ રીતે ભૂતાર્થ અને અભૂતાર્થ શબ્દોનું સ્પષ્ટીકરણ કરીને અન્તમાં તેઓ કહે છે કે વ્યવહારનય
અભૂતાર્થગ્રાહી છે તેથી અનુસરણ કરવા યોગ્ય નથી.
અભૂતાર્થ શબ્દમાં કેટલા અર્થ ગર્ભિત છે તેનો આપણે અન્ય પ્રમાણોના પ્રકાશમાં વિસ્તારથી વિચાર કરવો
પડશે. તેમાં પણ અમે સર્વ પ્રથમ ભૂતાર્થના વિષયમાં વિચાર કરીને અંતમાં અભૂતાર્થના સમ્બન્ધમાં કથન
કરશું. સમયસારમાં શુદ્ધ આત્માનું વર્ણન કરતાં ગા. ૬ માં કહ્યું છે કે :–
અવસ્થા વિશેષ છે. એને લક્ષ્યમાં લેવાથી એ અવસ્થાઓ જ લક્ષ્યમાં આવે છે, પણ ત્રિકાળી ધ્રુવસ્વભાવ
આત્માની