Atmadharma magazine - Ank 210
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 29

background image
: : આત્મધર્મ : ૨૧૦
પ્રતીતિ થતી નથી માટે અહીં આત્મા પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી એમ કહીને ઉપચરિત
અસદ્ભૂત અને અનુપચરિત અસદ્ભૂત બન્ને પ્રકારના વ્યવહારનો નિષેધ કરવામાં આવ્યો છે. તાત્પર્ય એ છે
કે જે સંસારી જીવ પોતાના ત્રિકાળી ધ્રુવસ્વભાવ સન્મુખ થઈને તેની શ્રદ્ધા કરે છે. રુચિ કરે છે અને પ્રતીતિ
કરે છે તેને ઉપર કહેલ બેઉ પ્રકારની અવસ્થાઓથી મુક્ત એક માત્ર નિર્વિકલ્પ આત્મા જ અનુભવમાં આવે
છે. તેથી આ ગાથામાં તે નિર્વિકલ્પ આત્માનું જ્ઞાન કરાવવા માટે અન્તમાં ‘જે જ્ઞાયકરૂપથી જણાયો તે તે જ
છે’ એમ કહ્યું છે.
૨૭. અહીં એમ સમજવું જોઈએ કે જગતમાં (વિશ્વમાં) જડ અને ચેતન જેટલા પદાર્થ છે તે સર્વે
પોતપોતાના ગુણ–પર્યાયો સહિત રહીને ભિન્ન ભિન્ન સત્તા રાખે છે. દરેક આત્માની સત્તા અન્ય જડ પદાર્થોથી
તો ભિન્ન જ છે, પરંતુ પોતા સમાન બીજા ચેતન પદાર્થોથી પણ ભિન્ન છે. પણ અહીં મોક્ષમાર્ગમાં આરૂઢ થવા
માટે એટલું જાણી લેવું જ પૂરતું નથી, કેમકે જ્યાં સુધી આ જીવને અધ્યાત્મશાસ્ત્રોમાં કહેલ વિધિથી જીવાદિ
નવ પદાર્થોની યથાર્થ પ્રતીતિ થતી નથી ત્યાં સુધી તે સમ્યગ્દર્શનનો પણ અધિકારી થઈ શકતો નથી.
૨૮. વિચાર કરો કે આપણે આ જાણી લીધું કે રૂપ–રસાદિથી ભિન્ન ચેતના લક્ષણવાળો જીવ સ્વતંત્રદ્રવ્ય
છે. તેની સંસાર અને મોક્ષ (–મુક્ત) એ બે અવસ્થાઓ છે. સંસારી જીવ ઈન્દ્રિયોના ભેદથી પાંચ પ્રકારના છે
અને કાયના ભેદથી છ પ્રકારના છે તો એટલું જાણી લેવા માત્રથી આપણને શું લાભ મળ્‌યો? માત્ર સંપૂર્ણ
શાસ્ત્રોના જ્ઞાતા થવું જ મોક્ષમાર્ગમાં કાર્યકારી નથી. મોક્ષમાર્ગમાં આરૂઢ થવા માટે ઉપયોગી થવાવાળી જીવાદિ
નવ પદાર્થોના વિભાગ કરી તેને જાણવાની શૈલિ જ ભિન્ન પ્રકારની છે. જ્યાં સુધી તે શૈલિ (પદ્ધતિ) અનુસાર
જીવાદિ નવ પદાર્થોનો યથાર્થ બોધ થઈને સ્વરૂપરુચિ જીવ ઉત્પન્ન કરતો નથી ત્યાં સુધી તે સમ્યગ્દ્રષ્ટિ થઈ
શકતો નથી. એ ઉપર કહેલા કથનનું તાત્પર્ય છે. આ સત્યને સ્પષ્ટ કરતાં શ્રી કુંદકુંદાચાર્ય સમયસાર ગા. ૧૩
માં કહે છે કે:–
“ભૂતાર્થ નયથી જાણેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ
નવતત્ત્વ સમ્યક્ત્વ છે.”
૨૯. અહીં ભૂતાર્થનયથી જાણેલા નવપદાર્થોને સમ્યગ્દર્શન કહ્યું છે. હવે અહીં સર્વ પ્રથમ તે જીવાદિ નવ
પદાર્થોનું ભૂતાર્થનયથી જાણવું, શું વસ્તુ છે તેનો વિચાર કરવો છે, કેમકે બાહ્યદ્રષ્ટિથી જીવ અને પુદ્ગલની
અનાદિ બંધ પર્યાયને લક્ષ્યમાં લઈને એકત્વનો અનુભવ કરવાથી તેઓ ભૂતાર્થ છે એમ ખ્યાલમાં આવે છે
અને અન્તદ્રષ્ટિથી જ્ઞાયકભાવ જીવ છે તથા તેના વિકારનો હેતુ (–વિશેષકાર્યને નિમિત્ત)–અજીવ છે, તેથી
એકલા જીવના વિકાર–પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ ઠરે છે અને જીવના વિકારના હેતુ
પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષરૂપ પુદ્ગલ કર્મ ઠરે છે. આમ આ દ્રષ્ટિથી જોતાં નવ
પદાર્થ ભૂતાર્થ છે એમ ખ્યાલમાં આવે છે; માટે અહીં એ પ્રશ્ન થાય છે કે આ ગાથામાં આચાર્ય મહારાજને
‘ભૂતાર્થ’ શબ્દનો શું આ જ અર્થ માન્ય છે કે એનો કોઈ બીજો અર્થ અહીં લેવામાં આવ્યો છે? જો કે આ
પ્રશ્નનું સમાધાન સ્વયં આચાર્ય મહારાજે ‘ભૂતાર્થ’ શબ્દનો અર્થ કરીને ગાથા ૧૧ માં જ કરી દીધેલ છે.
૩૦. તેઓ ગાથા ૧૨માં સ્પષ્ટ કહે છે કે ‘શુદ્ધ (–ગુણપર્યાય ભેદ નિરપેક્ષ) આત્માનો ઉપદેશ
કરવાવાળો જે નય છે તે જ શુદ્ધ (ભૂતાર્થ) નય છે.’ જો એમ કહેવામાં આવે કે ‘શુદ્ધ’ નો અર્થ તો સિદ્ધ
પર્યાય સહિત આત્મા પણ થાય છે, તેથી શુદ્ધ શબ્દથી એ અર્થ અહીં કેમ લેવામાં આવતો નથી તો તેનું