Atmadharma magazine - Ank 210
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 29

background image
ચૈત્ર : ૨૪૮૭ : :
કહેવું બરાબર નથી, કેમકે શુદ્ધનયમાં જેવી રીતે ગુણભેદ અવિવક્ષિત (ગૌણ) રહે છે તેવી જ રીતે પર્યાય ભેદ
પણ અવિવક્ષિત રહે છે. આ વિષય ઉપર સ્વયં આચાર્ય મહારાજે સમયસારમાં પ્રકાશ પાડેલ છે. તેઓ ગા. ૭
માં કહે છે કે:–
“જ્ઞાનીને ચારિત્ર, જ્ઞાન અને દર્શન એ વ્યવહાર નયથી ઉપદેશેલ છે. નિશ્ચયનયથી જ્ઞાન પણ નથી,
ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી, જ્ઞાની (આત્મા) તો માત્ર શુદ્ધ (ગુણ પર્યાયભેદ નિરપેક્ષ) જ્ઞાયક જ
છે.”
૩૧. આ ગાથાની ટીકા કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે:– ‘જ્ઞાયક જીવને બંધના નિમિત્તથી અશુદ્ધતા
પ્રાપ્ત થાય છે એ વાત તો દૂર રહો પણ ખરેખર તેને દર્શન, જ્ઞાન અને ચારિત્ર જ નથી, કેમકે જે શિષ્ય અનંત
ધર્મવાળા એક ધર્મીને સમજવામાં પરિપક્વ નથી (અપ્રવીણ છે) તેને તેનો ઉપદેશ કરતાં આચાર્યોનો ધર્મ
ધર્મીમાં સ્વભાવથી અભેદ હોવા છતાં સંજ્ઞાથી ભેદ ઉત્પન્ન કરી વ્યવહાર માત્રથી જ જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે
અને ચારિત્ર છે એવો ઉપદેશ છે. પરમાર્થથી તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી કિંચિત્ મળેલા
સ્વાદરૂપ અભેદ એક સ્વભાવવાળા એક દ્રવ્યનો અનુભવ કરવાવાળાને દર્શન નથી, જ્ઞાન નથી અને ચારિત્ર
નથી, તે એક શુદ્ધ જ્ઞાયક જ છે’ એવા જ્ઞાયકભાવની ઉપાસના કરતાં થકા (પોતાને શ્રદ્ધા, જ્ઞાન, અને
ચારિત્રનો આશ્રય બનાવતા થકા) તે ‘શુદ્ધ’ એમ કહેવામાં આવે છે. આ સત્યને પ્રકાશમાં લાવવાના
અભિપ્રાયથી આચાર્ય અમૃતચંદ્રજી સમયસાર ગા. ૬ ની ટીકામાં પણ કહે છે કે:–
“જે એક જ્ઞાયકભાવ સ્વત્: સિદ્ધ હોવાથી અનાદિ છે (કોઈથી ઉત્પન્ન થયો નથી), અનંત છે (કોઈથી
અથવા સ્વયં જ કદીપણ વિનાશને પામતો નથી), નિરન્તર ઉદ્યોત રૂપ છે અને વિશદ–સ્પષ્ટ જ્યોતિવાન છે,
તે સંસાર અવસ્થામાં બંધ પર્યાયના કથનની દ્રષ્ટિથી દૂધ–પાણી સમાન (એક ક્ષેત્રાવગાહીને) કર્મપુદ્ગલો
સાથે એકરૂપ થવા છતાં પણ દ્રવ્ય સ્વભાવના નિરૂપણની દ્રષ્ટિથી દુરંત (જેનું મટવું કઠણ છે એવા) કષાય
ચક્રના ઉદયની વિચિત્રતા વશ પુણ્ય–પાપને ઉત્પન્ન કરવાવાળા અને અનેકરૂપતાને પામેલા જે પ્રવર્તમાન
શુભાશુભ ભાવો છે તેના સ્વભાવરૂપે પરિણમતો નથી માટે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. આ
પ્રકારે જે જ્ઞાયકભાવ પ્રમત્ત અને અપ્રમત્તદશાથી ભિન્ન થઈને અવસ્થિત (ટકેલો) છે તે જ સમસ્ત અન્ય
દ્રવ્યો સમ્બન્ધી ભાવોથી ભિન્ન રૂપથી ઉપાસનાને પ્રાપ્ત થયો થકો (શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનો આશ્રય થયો
થકો) ‘શુદ્ધ’ એમ કહેવામાં આવે છે.”
૩૨. અહીં શ્રી અમૃતચંદ્રાચાર્યે જે જ્ઞાયકભાવને શુદ્ધ કહ્યો છે તેનાથી ન તો શુદ્ધ–અશુદ્ધ પર્યાયોનું જ
ગ્રહણ થાય છે અને ન તો જ્ઞાન, દર્શન તથા ચારિત્રગુણનું જ, કેમકે આ બન્ને પ્રકારનું કથન સદ્ભૂત અને
અસદ્ભૂત વ્યવહાર આશ્રિત હોવાથી છોડવા યોગ્ય છે, તો પણ તે સદ્ભાવરૂપ છે. તેથી સ્પષ્ટ છે કે આચાર્ય
મહારાજે તેને (–જ્ઞાયકભાવને) આદિ–અંતથી રહિત, સ્વતઃસિદ્ધ કહ્યો છે; આથી સ્પષ્ટ છે કે સંપૂર્ણ વિશેષોને
(ગુણ પર્યાયના ભેદને) અન્તર્લીન કરીને સ્થિત જે જ્ઞાયક જીવનો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છે તે જ અહીં
‘જ્ઞાયક’ શબ્દ દ્વારા સંબોધિત કરીને ભૂતાર્થરૂપથી કહેવામાં આવ્યો છે.
૩૩. સમયસાર ગા. ૯–૧૦ માં શ્રુતકેવળીની જે નિશ્ચય આશ્રયે વ્યાખ્યા કરી છે અને ગાથા. ૧૪ માં
જે શુદ્ધનયનું સ્વરૂપ બતાવ્યું છે તેનાથી પણ કહેલા અર્થનું જ સમર્થન થાય છે.
૩૪. અહીં શંકા થાય છે કે જ્યારે ભૂતાર્થ શબ્દથી અહીં જ્ઞાયકભાવનો સંપૂર્ણ ભેદનિરપેક્ષ ત્રિકાળી ધ્રુવ
સ્વભાવ લેવામાં આવ્યો છે એવી અવસ્થામાં જીવ દ્રવ્યમાં જે ગુણભેદ અને પર્યાયભેદનો ખ્યાલ આવે છે તેને
શું સર્વથા અભૂતાર્થ માનવો? અને જો ગુણભેદ અને