Atmadharma magazine - Ank 210
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 29

background image
: : આત્મધર્મ : ૨૧૦
પર્યાયભેદ ને સર્વથા અભૂતાર્થ માનવામાં આવે છે તો જીવ દ્રવ્યના સંસારી અને મુક્તરૂપ જે અનેકભેદ
દ્રષ્ટિગોચર થાય છે તે ન થવા જોઈએ અને જો આ ભેદ વ્યવહારને પરમાર્થભૂત માનવામાં આવે છે તો તેનો
નિષેધ કરીને જ્ઞાયકભાવના માત્ર ત્રિકાળ ધ્રુવ સ્વભાવને ભૂતાર્થ બતાવીને માત્ર તેને જ આશ્રય કરવા યોગ્ય
ન બતાવવો જોઈએ. આ તો સુસ્પષ્ટ છે કે જૈન દર્શનમાં ન તો કેવળ સામાન્યરૂપ પદાર્થનો સ્વીકાર કરવામાં
આવ્યો છે અને ન કેવળ વિશેષરૂપ સ્વીકાર કરવામાં આવ્યો છે પણ તેમાં પદાર્થને સામાન્ય વિશેષાત્મક
માનીને જ વસ્તુ વ્યવસ્થા કરવામાં આવી છે. આવી અવસ્થામાં જ્ઞાયકભાવના ત્રિકાળી ધ્રુવસ્વભાવને ભૂતાર્થ
બતાવીને મોક્ષમાર્ગમાં તેને જ આશ્રય કરવા યોગ્ય બતાવવો ક્્યાં સુધી ઉચિત છે તે વિચારવા યોગ્ય થઈ
જાય છે. કેમકે જ્યારે જ્ઞાયકભાવનો કેવળ ત્રિકાળી ધ્રુવસ્વભાવ સર્વથા કોઈ સ્વતંત્ર પદાર્થ જ નથી એવી
હાલતમાં માત્ર તેને જ આશ્રય કરવા યોગ્ય કેમ માની શકાય? ઉપર કહેલા કથનનું તાત્પર્ય આ છે કે
યથાર્થમાં કાં તો એમ માનો કે સામાન્ય–વિશેષસ્વરૂપ કોઈ પદાર્થ ન હોવાથી
સામાન્ય સ્વરૂપ જ પદાર્થ છે
માટે મોક્ષમાર્ગમાં માત્ર તેને જ આશ્રય કરવા યોગ્ય બતાવવામાં આવેલ છે અને જો પદાર્થને સામાન્ય–
વિશેષાત્મક માનવામાં આવે છે તો કેવળ તેના સામાન્ય અંશને ભૂતાર્થ કહીને તેના વિશેષ અંશને અભૂતાર્થ
બતાવવા થકા તેનો નિષેધ ન કરો. ત્યારે એમ જ માનો કે જે જીવ દ્રવ્યને સામાન્ય–વિશેષાત્મકરૂપથી ભૂતાર્થ
જાણીને ઉભયરૂપ તેને લક્ષ્યમાં લે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.
૩પ. આ એક મૂળ પ્રશ્ન છે કે જેના ઉપર અહીં સાંગોપાંગ વિચાર કરવો છે. આ તો સાચી વાત છે કે
આગમમાં એક જીવ દ્રવ્ય જ શું દરેક દ્રવ્યને જે સામાન્ય–વિશેષાત્મક કે ગુણ–પર્યાયવાન બતાવવામાં આવેલ
છે તે અયથાર્થ નથી.
૩૬. સંસારી જીવ જ્ઞાનાવરણાદિ કર્મોથી સંયુક્ત થઈને વિવિધ પ્રકારની નર નરકાદિ પર્યાયોને ધારણ
કરી રહ્યો છે તેને કોઈએ અપરમાર્થરૂપ કહ્યું હોય એવું અમારા જોવામાં આવ્યું નથી. સ્વયં અમૃતચંદ્ર આચાર્યે
સમયસાર ગા. ૧૩–૧૪ની ટીકામાં જીવ દ્રવ્યની એ સર્વ અવસ્થાઓને ભૂતાર્થરૂપે સ્વીકાર કરેલ છે માટે કોઈ
જીવ દ્રવ્યને કે અન્ય દ્રવ્યોને સામાન્ય–વિશેષરૂપથી જાણે છે તો એ અયથાર્થ જાણે છે એ પ્રશ્ન જ ઊઠતો નથી.
એક દ્રવ્યના આશ્રયે વ્યવહારનયનો જેટલો પણ વિષય છે તે સઘળોય ભૂતાર્થ છે એમાં સંદેહ નથી. તોપણ
અહીં જે વ્યવહારનયના વિષયને અભૂતાર્થ અને નિશ્ચયનયના વિષયને ભૂતાર્થ કહેવામાં આવેલ છે તેનું
કારણ જુદું છે.
૩૭. હકીકત એ છે કે સંસારી જીવ અનાદિકાળથી પરના નિમિત્તથી પોતપોતાના સ્વકાળમાં જ્યારે જે
પર્યાય ઉત્પન્ન થાય છે તેને જ સ્વાત્મા માનતો આવ્યો છે. ફળસ્વરૂપ કોઈ ખાસ પર્યાય ઉત્પન્ન થતા રાગવશ
તે તેની પ્રાપ્તિમાં ખુશી થાય છે અને તેને નાશની સન્મુખ થતાં વિયોગની કલ્પનાથી દુઃખી થાય છે. પર્યાયોનું
ઉત્પન્ન થવું કે નષ્ટ થવું એ તેનો પોતાનો સ્વભાવ છે તેને ભૂલીને તે તેના ઉત્પાદ અને વ્યયને પોતાનો જ
ઉત્પાદ અને નાશ માનતો આવે છે. આ પર્યાયોમાં વર્તવાવાળો હું તો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ છું તેનું તેને
ભાન જ રહ્યું નથી. આ જીવને અનાદિ કાળથી સંસારમાં પરિભ્રમણ કરવાનું મૂળ કારણ આ જ છે.
૩૮. એ તો સ્પષ્ટ છે કે આ જીવની સંસારસ્વરૂપ જેટલી પણ પર્યાયો થાય છે તે સઘળીય ત્યાગવા
યોગ્ય છે અને એ પણ સ્પષ્ટ છે કે સિદ્ધ પર્યાય ઉપાદેય હોવા છતાં પણ તેને વર્તમાનમાં પ્રાપ્ત નથી.
૩૯. હવે વિચાર કરો કે જે પર્યાયો ત્યાગવા યોગ્ય છે.
૧. ગુણ–પર્યાયરૂપ વિશેષ–ભેદ વિનાનું–માત્ર સર્વથા નિત્ય અભેદ જ.