: ૪ : આત્મધર્મ : ૨૧૧
ધર્માત્માનાં અફર ફરમાન
વૈશાખ સુદ બીજ એટલે પરમ પ્રતાપી આત્મજ્ઞ સંત શ્રી
કાનજીસ્વામીનો મંગલમય જન્મદિન. પરમાર્થથી તો તેઓ નિજ નિર્મળ પર્યાય
પ્રગટ કરવા માટે જન્મ્યા અને અનેક ભવ્ય જીવોને નિર્મળતાના ઉત્પાદમાં
નિમિત્તરૂપ થયા એટલે તેમને માટે મહા આનંદનું કારણ બન્યા.
પૂજ્ય ગુરુદેવશ્રી ૭૧ વર્ષ પૂરાં કરી, ૭૨મા વર્ષમાં પ્રવેશ કરે છે. જેમ
૭૨ નો અંક અફર છે તેમ તેઓશ્રીનું અફર ફરમાન છે કે :–
(૧) જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિથી રાગ અને પરના કર્તાપણાનો
અભાવ અફર છે.
(ર) અનેકાંતવિદ્યાની ઉપાસનાથી આત્મસિદ્ધિ અફર છે.
(૩) ભેદવિજ્ઞાનદ્વારા આસ્રવનિરોધ અફર છે.
(૪) ક્ષાયિક સમકિતીનું સમ્યગ્દર્શન અફર છે.
(પ) નિશ્ચય રત્નત્રયનું નિરપેક્ષપણું અફર છે.
(૬) ક્ષપકશ્રેણિવંત આત્માની સ્વરૂપરમણતા અફર છે.
(૭) વીતરાગી દેવની વીતરાગતા અફર છે.
(૮) અનંતવીર્યશક્તિનું સ્વરૂપરચનારૂપ સામર્થ્ય અફર છે.