Atmadharma magazine - Ank 211
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 29

background image
વૈશાખ : ૨૪૮૭ : :

(૯) અખંડિત પ્રતાપવંત સ્વાતંત્ર્યથી શોભાયમાન આત્માની પ્રભુતા
અફર છે.
(૧૦) અંતર્મુખ અવલોકન કરનારને સંસારનો વિલય અફર છે.
(૧૧)
સર્વજ્ઞ પ્રભુની સર્વજ્ઞતા અફર છે.
(૧ર) અયોગી જિનેશ્વરનું અયોગીપણું અફર છે.
(૧૩)
પરમાત્માનું પરમાનંદમયપણું અફર છે.
(૧૪) સિદ્ધ ભગવંતનું સિદ્ધત્વ અફર છે.
ઉપરોક્ત અફરપણાના દિવ્ય સંદેશાઓ જેઓ આપી રહ્યા છે, ત્રિકાળ
અફર વીતરાગી કાયદાઓની અકાટય દલીલો આપીને તે દ્વારા અનાદિ કાળથી
ચાલ્યા આવતા મિથ્યાત્વ પ્રતિપક્ષી ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે જેઓ પ્રેરણા
આપી રહ્યા છે, જેઓ અર્હંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણીને,
નિજાત્માને જાણવાનો અને એ જ વિધિ વડે મોહક્ષય કરવાનો તથા નિર્વૃત
થવાનો અફર ઉપદેશ આપી રહ્યા છે, જેઓ આત્મપરાયણ હોવાથી અફર
આત્મપરાયણતાનો અમોઘ બોધ આપી રહ્યા છે, જેઓ ચૈતન્ય ભાવ પ્રાણ
ધારણ રૂપ અફર જીવત્વનું દર્શન કરાવી રહ્યા છે, જેમના શ્રીમુખે ‘પુરુષાર્થ,
પુરુષાર્થ’ ના અફર પડકાર આવે છે, જેમની તત્કાળ બોધક વાણીમાં ભવના
અભાવરૂપ સ્વભાવના અફર ભણકારા વાગે છે, જેઓ અફર પદવીના પરમ
ઉપાસક છે અને શિવરમણી વરવા માટે અફર પગલે પ્રયાણ કરી રહ્યા છે
એવા પરમોપકારી પૂ. ગુરુદેવશ્રીની અફર આજ્ઞાઓનું પાલન કરીને, આપણે
તેમના અફર અનુયાયી બનીએ. એવી ભાવના સાથે આજના મંગલમય દિને
તેમને વિવિધરંગી ભક્તિ પુષ્પોથી અત્યંત ઉલ્લસિત ભાવે વધાવીએ છીએ.
તેઓશ્રી આપણા જીવનપંથને અફર પણે નિરંતર પ્રકાશવા દીર્ઘાયુ હો
એવી મંગલ કામના પૂર્વક અતિ વિનમ્ર ભાવે તેમને નમસ્કાર કરીએ છીએ.