Atmadharma magazine - Ank 212
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARM Regd. No. B 5669
વૈરાગ્ય સમાચાર
ગુજરવદીના રહેવાસી શ્રી ગુલાબચંદ કપૂરચંદ શાહનું (ઉમર વર્ષ ૩૩)
વૈશાખ વદ ૧૧ તા. ૧૦–પ–૬૧ ના દિને ગુજરવદીમાં ટૂંકી બીમારીથી
અવસાન થયું છે. સ્વ. શ્રી ગુલાબચંદભાઈ સોનગઢના પ્રેમી તેમ જ
તત્ત્વજિજ્ઞાસુ મુમુક્ષુ હતા. પૂ. ગુરુદેવની અમૃત રસઝરતી મધુર વાણીનો લાભ
લેવા તેઓ ઘણીવાર સોનગઢ આવતા. તથા ‘આત્મધર્મ’ ના નિયમિત
વાંચનદ્વારા પણ પૂ. ગુરુદેવની અમૂલ્યવાણીનો લાભ લેતા હતા. છેલ્લા
કેટલાક સમયથી પૂ. ગુરુદેવનાં દર્શન તથા વાણીનો લાભ લેવા સોનગઢ
આવવાની તેમની ઉત્કષ્ટ ભાવના હતી. પરંતુ તેમની તે ભાવના મનમાં જ
રહી ગઈ...અને તે પહેલાં જ તેમનું ટૂંક બીમારીથી અવસાન થઈ ગયું તેમનો
સદ્ગત આત્મા સત્સમાગમની ભાવનાના બળે સત્ની રુચિ વધારી
આત્મકલ્યાણને પામે એવી શુભેચ્છા સહિત તેમનાં સંતાનો તથા કુટુંબીજનો
પ્રત્યે સમવેદના પ્રગટ કરીએ છીએ.
જૈન દર્શન શિક્ષણ વર્ગ
આ સાલ પ્રૌઢ ઉમરના જૈન ભાઈઓને માટે તા. ૧પ–૮–૬૧
થી તા. ૩–૯–૬૧ સુધી જૈન દર્શન શિક્ષણ વર્ગ ચાલશે. તેનો
લાભ લેવા ઈચ્છનાર જિજ્ઞાસુઓને આત્માર્થિ સત્પુરુષ શ્રી
કાનજીસ્વામીનાં દિ. જૈનધર્મના મૂળ સિદ્ધાંતોના રહસ્યમય
પ્રવચનોનો પણ લાભ મળશે. આવનાર જિજ્ઞાસુઓને રહેવાની
તથા જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી થશે. આવવાની
ભાવના હોય તેમણે અગાઉથી લખી જણાવવું.
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશક હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રેસ–ભાવનગર.