અવસાન થયું છે. સ્વ. શ્રી ગુલાબચંદભાઈ સોનગઢના પ્રેમી તેમ જ
તત્ત્વજિજ્ઞાસુ મુમુક્ષુ હતા. પૂ. ગુરુદેવની અમૃત રસઝરતી મધુર વાણીનો લાભ
લેવા તેઓ ઘણીવાર સોનગઢ આવતા. તથા ‘આત્મધર્મ’ ના નિયમિત
વાંચનદ્વારા પણ પૂ. ગુરુદેવની અમૂલ્યવાણીનો લાભ લેતા હતા. છેલ્લા
કેટલાક સમયથી પૂ. ગુરુદેવનાં દર્શન તથા વાણીનો લાભ લેવા સોનગઢ
આવવાની તેમની ઉત્કષ્ટ ભાવના હતી. પરંતુ તેમની તે ભાવના મનમાં જ
રહી ગઈ...અને તે પહેલાં જ તેમનું ટૂંક બીમારીથી અવસાન થઈ ગયું તેમનો
સદ્ગત આત્મા સત્સમાગમની ભાવનાના બળે સત્ની રુચિ વધારી
આત્મકલ્યાણને પામે એવી શુભેચ્છા સહિત તેમનાં સંતાનો તથા કુટુંબીજનો
પ્રત્યે સમવેદના પ્રગટ કરીએ છીએ.
થી તા. ૩–૯–૬૧ સુધી જૈન દર્શન શિક્ષણ વર્ગ ચાલશે. તેનો
લાભ લેવા ઈચ્છનાર જિજ્ઞાસુઓને આત્માર્થિ સત્પુરુષ શ્રી
કાનજીસ્વામીનાં દિ. જૈનધર્મના મૂળ સિદ્ધાંતોના રહસ્યમય
પ્રવચનોનો પણ લાભ મળશે. આવનાર જિજ્ઞાસુઓને રહેવાની
તથા જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી થશે. આવવાની
ભાવના હોય તેમણે અગાઉથી લખી જણાવવું.