: ૨ : આત્મધર્મ : ૨૧૨ :
– : આચાર્યદેવની સ્તુતિનો ભાવાર્થ : –
ચંદ્રસમાન કુન્દકુન્દાચાર્યના મુખકમળથી તેજપુંજ અને
સ્યાદ્વાદમય જિનેશ્વરની વાણીનો પ્રકાશ થયો. તેના અભ્યાસથી
ભેદજ્ઞાનનો વિકાસ થાય છે. મૂઢજીવ આ જિનવાણીના આશયને
જાણતા નથી એવા કુબુદ્ધિ છે.
ચંદ્રલોક આદિના સ્વામીઓને ઈન્દ્ર કહેવાય છે. તેઓ આપને
મસ્તક નમાવીને આશિષ દે છે. કેવા છે શ્રી કુન્દકુન્દાચાર્ય? કે મોહ
અને કામ વાસનાનો નાશ કરવામાં સૂર્ય છે. વિશુદ્ધિ અને બુદ્ધિની
વૃદ્ધિ તથા પ્રસિદ્ધ ઋદ્ધિ સિદ્ધિના દાતા એવા શ્રી કુન્દકુન્દાચાર્ય સમાન
આચાર્ય તેમના પછી થયા નથી, છે નહીં અને આ અવસર્પિણીકાળમાં
થશે નહિ.
ભૂલ સુધારો :– પ્રણમ જેઠ માસના વિશેષ અંકમાં સળંગ નં. ૨૧૩
ભૂલથી છપાયું છે તેને બદલે એ. ૨૧૨ સુધારી લેવું અને અંક ૯ મો એ પણ
ભૂલથી છપાયું છે ત્યાં વિશેષાંક એમ સુધારી લેવું.
સમાચાર
પ. પૂજ્ય ગુરુદેવ શ્રી સુખશાતામાં બિરાજે છે. સવારે પ્રવચનમાં શ્રી
પ્રવચનસારજી શાસ્ત્રમાંથી ૪૭ નયોનો અધિકાર તથા બપોરે અષ્ટપાહુડમાં
બોધપાહુડ નામનો ચોથો અધિકાર વંચાય છે.
જેઠ સુદ પાંચમ–શ્રુતપંચમીનો ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો, તેમાં
શ્રી ષટ્ ખંડાગમ તથા કષાયપાહુડશાસ્ત્ર (ધવલાટીકા, મહાબંધ અને
જયધવલટીકા) સરસ રીતે સમજાવીને જિનમંદિરમાં વેદી ઉપર બિરાજમાન
કરી. તેમની પૂજા ઠાઠમાઠથી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાધ્યાય
મંદિરમાં ફરીવાર ખાસ જ્ઞાનપૂજા અને જિનવાણી માતાની ભક્તિ કરવામાં
આવી હતી.
(આત્મધર્મ નિયમિત આખર તારીખે જ પ્રગટ થાય છે.)