Atmadharma magazine - Ank 212
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : :
વર્ષ અઢારમું : અંંક ૮ મો સંપાદક : ભાનુભાઈ મુળજીભાઈ લાખાણી ૨ જો જેઠ : ૨૪૮૭
જગત ઉદ્ધરણ અનભવ
સ્વસંવેદન સ્થિરતાથી ઉપજેલો રસાસ્વાદ–સ્વાનુભવ તે અનંત સુખનું
મૂળ છે. એ અનુભવ ધારાપ્રવાહરૂપ જાગતાં દુઃખદાવાનળ રંચ પણ રહેતો
નથી. ભવવાસઘટા નાશ કરવાને સ્વાનુભવ પરમ પ્રચંડપવન સમાન છે એમ
મુનિજનો કહે છે. અનુભવ સુધાનું પાન કરી અનેક ભવ્ય અમર થયા;
પરમપૂજ્યપદને અનુભવ જ (પ્રગટ) કરે છે; એ વિના સર્વ વેદ પુરાણ
નિરર્થક છે, સ્મૃતિ વિસ્મૃતિ છે, શાસ્ત્રાર્થ વ્યર્થ છે (તથા) પૂજા મોહભજન છે,
અનુભવ વિના નિર્વિઘ્ન કાર્ય વિઘ્ન છે, પરમેશ્વર કથા તે પણ જૂઠી છે, તપ પણ
જૂઠ છે તથા તીર્થ સેવન પણ જૂઠ છે–તર્ક, પુરાણ, વ્યાકરણ ખેદ છે; અનુભવ
વિના ગામમાં ગાય–શ્વાન અને વનમાં હરણાદિની માફક અજ્ઞાન તપસી છે;
અનુભવ પ્રસાદથી માણસ ગમે ત્યાં રહો–સદા પૂજ્ય છે. અનુભવ આનંદ,
અનુભવ ધર્મ, અનુભવ પરમપદ, અનુભવ અનંતગુણરસસાગર, અનુભવથી
સિદ્ધ થાય છે. અનુપજ્યોતિ અમિત તેજ, અખંડ, અચલ, અમલ, અતુલ,
અબાધિત, અરૂપ, અજર, અમર, અવિનાશી, અલખ, અછેદ, અભેદ, અક્રિય.
અમૂર્તિક, અકર્તૃંત્વ, અભોક્તૃત્વ, અવિગત, આનંદ મય અને ચિદાનંદ ઈત્યાદિ
અનંત પરમેશ્વરનાં સર્વ વિશેષણો અનુભવ સિદ્ધિથી કરે છે, માટે અનુભવ
સાર છે. મોક્ષનું નિદાન, સર્વ વિધાનનો શિરોમણિ, સુખનું નિધાન, અમ્લાન
અનુભવ છે. અનુભવી જીવ–મુનિજનનાં ચરણારવિંદ ઈન્દ્રાદિક સેવે છે માટે
દરેક સદ્ગ્રન્થોમાં અનુભવથી અનુભવની પ્રશંસા કહી છે. અનુભવ વિના
સાધ્યસિદ્ધિ કાંઈ નથી. નંતચેતનાચિન્હરૂપ, અનંતગુણમંડિત, અનંતશક્તિ–
ધારક, આત્મપદના રસાસ્વાદને અનુભવ કહીએ (છીએ).
વારંવાર સર્વ ગ્રંથનો સાર અવિકાર અનુભવ છે, અનુભવ શાશ્વત
ચિંતામણિ છે, અનુભવ અવિનાશી રસકૂપ છે, મોક્ષરૂપ અનુભવ છે,
તત્ત્વાર્થસાર અનુભવ છે અને જગત ઉદ્ધારણ અનુભવ છે; અનુભવથી અન્ય
કોઈ ઉચ્ચપદ નથી માટે સદાય સ્વરૂપનો અનુભવ કરો. અનુભવનો મહિમા
અનંત છે તે ક્યાં સુધી બતાવીએ?
(અનુભવ પ્રકાશ–દીપચંદજી સાધર્મી) પૃ. ૬૪.