છતાં પણ કર્મસંયુક્ત અવસ્થા ન જોતાં માત્ર ધ્રુવસ્વભાવી પરમપારિણામિકભાવરૂપ એક જીવનો સ્વીકાર કરે
છે, કેમકે એવો નિયમ છે કે પ્રત્યેકનય અંશગ્રાહી જ હોય છે માટે તેઓ એક એક અંશને ગ્રહણ કરે છે.
નિશ્ચયનય તો કેવળ સામાન્યઅંશને ગ્રહણ કરે છે અને વ્યવહારનય કેવળ વિશેષઅંશને ગ્રહણ કરે છે. સાથે
જ એક નિયમ આ પણ છે કે દરેક દ્રવ્યનો જે પરમ પારિમાણિકભાવરૂપ સામાન્ય અંશ છે તે સદા અવિકારી
હોય છે, એક હોય છે અને દ્રવ્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપ્ત થઈ (ફેલાઈ) ને રહે છે તેથી નિત્ય તથા
વ્યાપક હોય છે. પરંતુ જે વિશેષ અંશ હોય છે તે. કારણ કે કર્માદિકની સાથે સમ્બન્ધ કરે છે માટે તે વિકારી
હો્ય છે, ક્ષણ ક્ષણમાં અન્ય અન્ય હોવાથી અનેકરૂપ હોય છે અને એક ક્ષણ સ્થાયી હોવાથી અનિત્ય તથા
વ્યાપ્ય (ફેલાવા યોગ્ય) હોય છે. આમ એ બન્ને નય એક દ્રવ્યના એ બે અંશોનો સ્વીકાર કરે છે.
આશ્રય લીધા કરે તો તે ત્રિકાળમાં કર્મરહિત અવસ્થાને પ્રગટ કરી શકે નહિ, કેમકે જે જેનો આશ્રય લેતો રહે
છે તેનાથી તે જ અવસ્થા પ્રગટ થાય છે. એ જ કારણ છે કે આચાર્યોએ કર્મસંયુક્ત અવસ્થાને મટાડવા માટે
નિશ્ચયરૂપ એક ધ્રુવસ્વભાવી જ્ઞાયકભાવનો આશ્રય લેવાનો ઉપદેશ આપ્યો છે. આ જીવ એ બન્ને નયો દ્વારા
જાણે છે તો પોતાના એ બંને અંશોને જ. તેથી જ્ઞાન કરવા માટે નિશ્ચયનય સમાન વ્યવહારનય પણ
પ્રયોજનવાન્ છે. પણ મોક્ષાર્થી આશ્રય એક માત્ર નિશ્ચયનયનો લે છે, કેમકે તેનો આશ્રય લીધા વિના
સંસારી જીવનું બંધનથી મુક્ત થવું સંભવ નથી.
પ્રતિષિદ્ધ કેમ કહ્યો અને નિશ્ચયનયને પ્રતિષેધક કેમ માન્યો તેનું સ્પષ્ટીકરણ થઈ જાય છે.