ATMADHARMA Regd No. B 5669
રેકોર્ડિંગ રીલ પ્રવચન પ્રચાર
આત્મજ્ઞ સત્પુરુષ શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનોનું પ્રત્યક્ષ શ્રવણ કરવું
તે મુમુક્ષુઓ માટે અત્યંત હિતાવહ છે અને તે માટે સોનગઢ આવીને પ્રત્યક્ષ
લાભ લેવો જોઈએ; પરન્ત્રુ આવો પ્રત્યક્ષ લાભ અનેક કારણોસર જે મુમુક્ષુઓ
ન લઈ શકે તેમને લાભ મળી શકે એ હેતુ લક્ષમાં રાખીને એક યોજના
વિચારવામાં આવી છે ;–
પૂજ્ય ગુરુદેવશ્રીનાં મહત્વપૂર્ણ અનેક પ્રવચનોનાં ટેઈપ રેકોર્ડિંગ રીલો
ઉતારવામાં આવ્યા છે.
જે ગામનાં મુમુક્ષુઓને તેનું શ્રવણ કરવાની ભાવના હોય તેઓ
પોતાના ગામના મુમુક્ષુ મંડળના પ્રમુખ તથા સેક્રેટરી દ્વારા અમોને જણાવે તો
તેમના ગામે રેકોર્ડિંગ મશીન તથા રેકોર્ડિંગ રીલો લઈને આ કાર્ય માટે નિયુક્ત
કરવામાં આવેલ શ્રી મધુકરજી ને મોકલવામાં આવશે ને ત્યાં અનુકૂળતા
મુજબ પ્રવચનના રેકોર્ડિંગ રીલો તે સંભળાવશે. (હિંદી તથા ગુજરાતી
ભાષામાં રીલો છે.)
વળી જે ભાઈ ભજનો ગાઈ શકે છે તો અમુક વખત ભક્તિનો કાર્યક્રમ
પણ રાખી શકાશે. ઉપરાંત બાળકોને તે જૈન ધર્મનું શિક્ષણ પણ આપી શકશે.
જે જે ગામના મુમુક્ષુઓ શ્રી મધુકરજીને પોતાના ગામે આવવા માટેનું
આમંત્રણ આપશે તે તે ગામે તે જશે ને તેના ખબર અગાઉથી આપવામાં
આવશે. રેલ્વે ભાડું, ગાડી ભાડું, તથા મજુરી વગેરે ખર્ચ જે જે ગામે તે જાય
ત્યાંના મુમુક્ષુઓએ આપવાનું રહેશે.
પત્ર વ્યવહાર નીચેના સરનામે કરવો :–
વ્યવસ્થાપક પ્રચાર વિભાગ,
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ
(સૌરાષ્ટ્ર)
તા.–ક. મશીન ખર્ચ તથા પગાર ખર્ચ મુંબઈના એક ઉદાર સદ્ગૃહસ્થ
તરફથી આપવામાં આવ્યો છે. જે ગામે ઈલેકટ્રીસીટી હશે ત્યાં જ ઉપરોક્ત
મશીન ઉપયોગી થઈ શકશે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશક હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રેસ–ભાવનગર.