પ્રથમ જેઠ : ૨૪૮૭ : ૨૩ :
જે પાણી અગ્નિના સંબંધવડે ઊનું થયું છે તે ત્યાંથી ગુલાંટ મારે તો અગ્નિનો ગારો કરી એની મેળે ઠંડુ
થાય છે. તેમ હું ત્રિકાળી નિર્મળ જ્ઞાતા છું વિકાર (–પુણ્ય–પાપ) હું નહિ–એમ નક્કી કરી અંદરમાં સ્વભાવમાં
પૂર્ણ શક્તિ છે તેનો આદર આશ્રય કરે તો તે જ ક્ષણે અનાદિનો મિથ્યાત્વમોહનો નાશ થઈ જાય છે. ત્યારથી
તે સુખી થાય છે.
‘કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય’ .
* * * * *
લક્ષ પૂર્વક એકાગ્રતા
મારો જ્ઞાયક સ્વભાવ એકલો શાન્ત નિર્દોષ આનંદમય છે.
રાગાદિના આશ્રયથી તેનું હોવું નથી. એવો આ આત્મા જ ઉત્તમ. મંગળ
અને શરણરૂપ છે; સુખદાતા છે તેની દ્રષ્ટિ (તેમાં એકાગ્ર દ્રષ્ટિ) વિના
બીજા કોઈ પ્રકારે કલ્યાણ થતું નથી. અંતર્મુખ અવલોકનની દ્રષ્ટિ કરે તો
જ અસત્યનો આગ્રહ છૂટી સત્ય પરમેશ્વર એવા પોતાના આત્માનો
અનુભવ અને આશ્રય થાય.
જેનાથી કલ્યાણ થાય જ છે એવા પોતાના અતીન્દ્રિય
આત્મસ્વભાવનું લક્ષ કરીને તેનો પક્ષ જીવે કદી કર્યો નથી અને જેના
આશ્રયે કદી કલ્યાણ થતું જ નથી; એવા રાગાદિ વ્યવહારનો પક્ષ કદી
છોડ્યો નથી. માટે આચાર્યદેવ અને અનંતાજ્ઞાની કહી ગયા છે કે:– હે
ભવ્ય! જો તારે હિત કરવું હોય; સુખી થવું હોય તો એ વ્યવહારનો પક્ષ
(પરાશ્રયથી–નિમિત્તથી લાભ માનવાનો પક્ષ) છોડી દે, ને તારા
શરણભૂત ચૈતન્યસ્વભાવને સ્વસંવેદન જ્ઞાનના લક્ષમાં લઈ તેમાં
એકાગ્રતા કર.
*