Atmadharma magazine - Ank 213
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
: ૨૨ : આત્મધર્મ : એ.૨૧૩
છે. પુણ્ય–પાપાદિ વિરુદ્ધભાવપણે નથી, એમ પ્રસન્નતા પૂર્વક આ ચૈતન્ય સ્વભાવની વાત પણ સાંભળી છે તે
ભવ્યજીવ ભાવિ નિર્વાણનું ભાજન (પાત્ર) છે.
અસંખ્ય પ્રકારના પુણ્ય–પાપના ભાવ છે, તે બધાય દુઃખદાતા છે, જે સમયે કરે તે જ સમયે તેટલી
આકુળતાને વેદે છે, અને તેના નિમિત્તમાં પરભવ–પરલોકમાં ચાર ગતિના શરીર મળે છે. હજી પૂર્વભવ ન
માને, પુણ્ય–પાપમાં સુખ માને તે અધ્યાત્મની વાતને જૂઠી માને જ.
નરક લોકની સાબિતી શું કે જેને નિરન્તર ક્રૂરતા છે, હિંસાવાદી છે પોતાને પ્રતિકૂળ ભાસે એવા અનેક
મનુષ્ય વગેરેના ખૂન કર્યા છે. હવે, તેના પ્રમાણમાં તેનું ફળ આ લોકમાં નથી: અહીં તો કોર્ટમાં પુરાવો મળે ને
પાપનો ઉદય હોય તો તેને એકવાર જ ફાંસીની સજા થાય. કાંઈ હજારવાર ન થાય; ત્યારે શું કુદરતના ક્રમમાં
પાપનું પૂરેપૂરું ફળ નહિ હોય? છે–તે નરક ક્ષેત્ર છે; જેને અગણિત, અમર્યાદિત સંખ્યામાં બીજાઓને
મારવાના ક્રૂરભાવ વર્તે છે. લાંબુ આયુષ્ય હો્ય તો જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી પોતાની સગવડતા ખાતર
બીજાને હણવાના ભાવ છે, તેમાં સંખ્યા, કાળ, કે ક્ષેત્રનો આંતરો પાડ્યો નથી તેના ફળમાં આ લોકમાં દંડ
નથી પણ જ્યાં આંતરા વિના દસહજાર વર્ષથી માંડીને અસંખ્ય અબજ વર્ષ સુધી એકધારી પ્રતિકૂળતા જ છે.
શરીરના કટકા થતા પાછું પારાની જેમ ભેગું થઈ જાય એવું ક્ષેત્ર નિરન્તર પ્રતિકૂળતાનું સ્થાન નરકલોક નીચે
(અધઃલોક) છે.
તિર્યંચ–પશુ આડાશરીરવાળાને કહે છે; કપટમાયા કરે તેના ફળમાં તેમાં અનંતવાર જઈ આવ્યો. યાદ
નથી આવતું માટે તું ત્યાં નોતો? આ ભાવ મીઠો–પરભવ કોણે દીઠો, એમ ધીઠાઈ કરી જે થવાનું હશે તે થશે.
સત્ય આવું હોય વગેરે સમજવાની માથાકૂટ શી?
તો જેમ ઘોડાપૂર પાણી નદીમાં ઉપરથી ચાલ્યું આવે છે; અને કોઈ વચ્ચે ઊભો છે; કોઈ કહે ખસી જા!
અભિમાની ન ખસે, તો શું થાય? તેમ સત્ય સમજવાની દરકાર કરે નહિ, કદાચ ઉપદેશ સાંભળે પણ
આત્મહિતમાં સાવધાન ન થાય તે બધા એના જેવા છે.
કોઈ કહે કે નજરે દેખાય તેટલું માનું–હવે દીવાસળીમાં શક્તિરૂપે અગ્નિ છે ન દેખાય તેથી તેમાં શક્તિ
નથી? હાથ લગાડે તો ઠંડુ લાગે, આંખે દેખાય નહિ, પણ જ્ઞાનવડે નિર્ણય કરે તો–અગ્નિ પ્રગટ થયા પહેલાં જ
તેના ટોપકામાં અગ્નિરૂપે થવાની શક્તિ છે તે સ્પષ્ટ જણા્ય છે. તેમ આત્મામાં બહારના ભાગને દેખે તો
પુણ્ય–પાપ રાગાદિ અને અલ્પજ્ઞતા જ દેખાય છે; તેના આશ્રયે પૂર્ણસ્વભાવનો ભરોંસો ન થાય.
પરમાત્મશક્તિનો મહિમા ન આવે પણ વર્ત્તમાન જે જ્ઞાન પરમાં ઠીક–અઠીક કરી દુઃખી થાય છે તે જ જ્ઞાન
સ્વભાવ–વિભાવનો ભેદ સમજીને અંદરમાં ઢળે કે આ વિચાર કરનારો કોણ છે. આકુળતા દુઃખ ક્ષણે–ક્ષણે
બદલાય જાય છે; ટળે છે ને તેને જાણનારો એનો એ છે; તે કાંઈ દુઃખરૂપે નથી. એમ ભેદ જાણતાં જ જે જ્ઞાન
રાગમાં પોતાપણું માનતું–કર્તવ્ય માનતું તે જ જ્ઞાન અંતર સ્વભાવમાં ઢળતાં અતીન્દ્રિય સુખનો સ્વાદ લેતું
આત્માની પ્રસિદ્ધિ કરે.
જ્ઞાનશક્તિનો અજબ મહિમા છે. ૧૦૦ વર્ષની ઉંમરવાળો ૯૦ વર્ષની વાત ક્ષણમાં યાદ કરે છે, ત્યાં
ચોપડાના પાના ફેરવવા પડે તેમ વાર લાગતી નથી. એ સ્મરણ શક્તિ (–જ્ઞાનનો ઉઘાડ) તો અતિ અલ્પ છે;
તેની પાછળ જ્ઞાનની ત્રિકાળી ધ્રુવશક્તિ બેહદ છે; તેને ભૂલી પુણ્ય–પાપના વિકારને કર્ત્તવ્ય માની, ભલા
માનીને, સ્વભાવને ભૂલ્યો છે ત્યાંથી ગુલાંટ મારી પૂર્ણજ્ઞાતા શક્તિનો ભરોંસો લાવી, વર્ત્તમાન જ્ઞાનને
અંતરમાં વાળે તો અસલી પૂર્ણસ્વભાવની દ્રષ્ટિ અને અતીન્દ્રિય સુખસ્વભાવનો અનુભવ કરી શકાય છે.