Atmadharma magazine - Ank 213
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
પ્રથમ જેઠ : ૨૪૮૭ : ૨૧ :
સર હુકમીચંદજી શેઠ ઈન્દોરથી ૨૦? રની સાલમાં સોનગઢ આવેલા; ગળામાં ત્રીશ લાખની કીંમતનો
નિલમનો હાર હતો. હવે નાના બાળકો લીંબડાનિ લીંબોળીને ઈન્દ્ર નીલમણી માને તો તેની કીંમત આવે?
લીંબોળીને નીલમણીમાં ખતવવા જાય તે જેમ ન ચાલે તેમ પુણ્ય–પાપના ભાવ કડવી લીંબોળી જેવા
આકુળતામય છે, આત્માનું રૂપ નથી.
આવી સ્પષ્ટ વાત શ્રી કુન્દકુન્દાચાર્યે કહી છે. જીવે અનાદિથી સત્ સાંભળ્‌યું નથી; ભગવાન
કુન્દકુંદાચાર્ય બે હજાર વર્ષ પહેલાં થઈ ગયા. મદ્રાસથી ૮૦ માઈલ દૂર પોન્નર–હિલ–પહાડ છે ત્યાં તેઓ
આત્મધ્યાનમાં લીન રહેતા હતા. એકવાર ધ્યાનમાં વર્ત્તમાન સદેહે બિરાજમાન શ્રી સીમંધર ભગવાન
તીર્થંકરદેવ જેઓ વિદેહજ્ઞેત્રમાં છે, તેમનું ધ્યાન કરતાં સમવસરણ ચિંતવતા હતા. વિરહ લાગ્યો, કે અરે, આ
કાળે સાક્ષાત્ પરમાત્માનો ભેટો નથી, પોતાને એવા પુણ્ય અને પવિત્રતાનો યોગ તેથી ત્યાં ધર્મસભામાં–
(સમવસરણમાં) શ્રી તીર્થંકર પ્રભુના શ્રીમુખથી–“
सद्धर्मवृद्धि अस्तु” શબ્દ નીકળ્‌યો. તેને સાક્ષાત્
સાંભળનારા દેવો આવીને આચાર્યને તે સમાચાર આપે છે; તેમને તો આકાશમાં અદ્ધર ગમન કરવાની રિદ્ધિ
હતી તેથી ત્યાં જઈ આઠ દિવસ રહ્યા; ત્યાં સાક્ષાત્ તીર્થંકરની વાણી સાંભળી; શ્રુતકેવળીઓના પરિચય કરી
ભરતક્ષેત્રમાં આવ્યા અને તેમને ગુરુપરમ્પરાથી તથા તીર્થંકરથી સાક્ષાત્ મળેલા જ્ઞાન પ્રમાણે સમયસાર,
પ્રવચનસાર, પંચાસ્તિકાય. નિયમસાર, અષ્ટપાહુડ, આદિ પરમાગમ (શાસ્ત્ર) બનાવ્યા. તે બધામાં
સમયસાર–કર્તાકર્મ અધિકારમાં તો ગજબ રચના કરી છે. સત્સમાગમે અભ્યાસ શ્રવણ–મનન કરી સમજે તો
ન્યાલ થઈ જાય!
પુણ્ય–પાપ તો જળમાં સેવાળ જેમ મેલ છે, ચૈતન્યથી વિરુદ્ધ છે–ઉદયભાવ છે. અશુદ્ધતા કરનાર
હોવાથી સંસાર દુઃખના કરનારા છે. માટે શુભભાવ પણ શાન્તિનું–આત્મધર્મનું કારણ નથી પણ નિત્ય
ચિદાનંદ સ્વભાવી આ આત્મા જ સાચી શાન્તિ–સુખ (–ધર્મ) નું કારણ છે. એવો નિર્મળ સ્વભાવ હું છું એવી
શ્રદ્ધા કરતાં જ મિથ્યાત્વરૂપી આસ્રવોથી મુક્ત થાય છે
કોઈને પ્રશ્ન થાય કે ધર્મી આવું સમજે છે તો પછી પૂજા, ભક્તિ, મંદિરમાં ભગવાનની મૂર્તિ અને
પુણ્યભાવ કેમ કરે? પણ શ્રદ્ધા–જ્ઞાન નિર્મળ (–સમ્યક્) હોવા છતાં જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં
રાગ આવ્યા વિના રહે નહિ, મુનિ થાય તોપણ અહિંસા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રત
વગેરે ર૮ મૂળગુણના શુભભાવ આવે તે રાગ છે, ઉદયભાવ છે, અને તે ઉદયભાવને તત્ત્વાર્થ સૂત્રમાં બંધનું
કારણ કહેલ છે. અજ્ઞાની તેને ધર્મ અને ધર્મનું કારણ માને છે, તે અનાદિનો ભ્રમ છે. અવિકારી સ્વભાવનો
તિરસ્કાર છે.
આત્માનું લક્ષણ શુભાશુભ વિકાર નથી. આત્મા વિકારનું કારણ નથી. જો તેમ હોય તો અશુદ્ધતા
કારણ ને શુદ્ધતા તેનું કાર્ય થાય પણ એમ નથી. સમ્મેદશિખર –સં. ૨૦૧૩ માં ગયેલા; ત્્યાં વ્યાખ્યાનમાં આ
ત્રીજો બોલ આવ્યો કે મહાવ્રત શુભરાગ છે, આસ્રવ છે, દુઃખનું કારણ છે, આત્મ શાન્તિનું કારણ નથી; તે
સાંભળતાં એક પંડિતજીને દુઃખ લાગતું હતું પણ તત્ત્વાર્થ સૂત્રમાં તેને આસ્રવ કહેલ છે; બંધનું કારણ તે ધર્મનું
(સુખનું) કારણ કેમ બને?
કોઈને સત્ય કાને પડતાં ન ગમે, અને કોઈ વ્યક્તિ સત્યનો આદર કરે–અપૂર્વ ઉત્સાહ લાવે. હીરા
સરાણે ચડે તેના ભૂકાની કિંમત ઘણી, તેમ આત્મહિતની અધ્યાત્મરસની સત્યવાત પ્રીતિથી સાંભળે કે પુણ્ય–
પાપ આકુળતા છે. ભગવાન આત્મા સદા પવિત્ર સુખદાતા અનાકુળ છે તેની હા પાડે (આદર કરે) તોપણ
મહાન અપૂર્વ જાતના પુણ્ય બંધાય છે.
પદ્મનંદી આચાર્યે એકત્વ સપ્તતિમાં કહ્યું છે કે–મારો સ્વભાવ પૂર્ણ જ્ઞાનાનંદ આદિ પવિત્ર સ્વભાવપણે