: ૨૦ : આત્મધર્મ : એ.૨૧૩
સ્વરૂપમાં નથી, ધ્યેયમાં રુચિમાં, શ્રદ્ધામાં નથી. ઉપર ઉપર તરે છે, એમ પ્રથમ ત્રિકાળી નિર્વિકાર વિજ્ઞાનઘન
સ્વભાવની રુચિ કરીને શ્રદ્ધા કરે ત્યારથી જ પુણ્ય–પાપના ભાવ આકુળતા–દુઃખ છે એમ ભેદજ્ઞાન થાય,
ધર્મની શરૂઆત થાય અને અનાદિનો આસ્રવ તથા કર્મોનો બંધ અટકી જાય.
સ્ત્રી, પુત્ર, ધનાદિ સંયોગ શરીરમાં રોગદશા એ કાંઈ દુઃખના કારણ–દુઃખદાતા નથી, એ તો જ્ઞેય છે–
જ્ઞાનમાં જણાવા યોગ્ય છે. અંદરમાં નિર્વિકારી સિદ્ધ પરમાત્મસ્વભાવ પડ્યો છે. પીપરના દ્રષ્ટાંતે અંતરમાં
પવિત્ર સ્વભાવ છે તે હું છું અને ક્ષણિક વિકાર તે વિપરીત છે, પુણ્ય–પાપ બેઉ ખેદ છે, પીડા છે, તેથી તે મારું
સ્વરૂપ નથી, આદર કરવા લાયક નથી. એમ આત્મામાં નક્કી ન કરે ત્યાં સુધી સમ્યગ્દર્શન થતું નથી.
આ વાત ઝીણી છે, આત્મા સૂક્ષ્મ–અરૂપી અતીન્દ્રિય જ્ઞાન–આનંદમય છે, તે વિકલ્પ અથવા વાણીથી
પકડાય એવો નથી. પુણ્ય–પાપના ભાવ સ્થૂળ છે, આકુળતા લક્ષણ દુઃખ છે, અને ભગવાન આત્મા સદા
નિરાકુળ આનંદરૂપે છે.
શુભરાગ કારણ થાય અને આત્માની શુદ્ધદશા કાર્ય થાય એમ નથી, આત્મા કારણ થાય રાગ કાર્ય
થાય એમ નથી. રાગાદિ આસ્રવો જડ છે તેથી સ્વ–પરને જાણતા નથી, જેમ હાથ તે શરીરનો અવયવ છે; ત્યાં
જીવના જ્ઞાનગુણનો સ્પર્શને જાણનારો વિકાર છે તેથી હાથ લગાડી જોતાં શરીર ટાઢું છે કે ઊનું છે એમ ખબર
પડે છે, પણ લાકડી અથવા વધેલા નખ દ્વારા ખબર નહિ પડે, કેમકે એ ચેતન રહિત જુદી જાત છે. તેમ
શુભાશુભ
(–પુણ્ય–પાપ) ના ભાવો બધાય અચેતન છે. તેમાં સ્વ–પરને જાણવાની તાકાત નથી. પુણ્ય–પાપ તો વધેલા
નખ સમાન મેલ છે, કાઢી નાખવા યોગ્ય છે. માટે તેમાં આત્માનો ધર્મ નથી, ધર્મનું કારણ થવાનું સામર્થ્ય
તેમાં જરાય નથી કેમકે–તે આસ્રવ તત્ત્વ છે, મેલ છે તેમાં આત્માના દર્શન જ્ઞાન, ચારિત્ર નથી માટે પુણ્ય–
પાપના ભાવવડે રત્નત્ર્ય (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર) મળે નહિ.
આત્મા પૂર્ણજ્ઞાયક ચૈતન્યપ્રકાશ છે, તેનું વર્ત્તમાન જ્ઞાન થોડું પ્રગટ છે તે જ્ઞાનવિકાસને ક્ષાયોપશમિક
જ્ઞાન કહે છે. તો પણ તે આત્માના પૂર્ણજ્ઞાનનો અંશ છે, ચૈતન્યની જાત છે તેથી તે જ્ઞાનાંશને અંદર વાળતાં
સ્વભાવ પરમાનંદપણે ભાસે છે અને પુણ્ય–પાપ તેનાથી વિરુદ્ધ જડરૂપે, દુઃખરૂપે ભાસે છે.–આ રીતે આત્મા
કોણ છે એમ અનુભવ વડે સમ્યકદર્શન પ્રગટ થાય છે.
નિમિત્ત અને પુણ્ય–પાપના ભાવ તરફ ઢળતાં દુઃખનો અનુભવ થાય છે એમ જાણી ભગવાન આત્મા
તો સદા નિરાકુળ સ્વભાવ હોવાથી તેની દ્રષ્ટિવડે અંતરમાં ઢળે તો તે ગોઠે એવો પરમાનંદ સ્વભાવ ખરેખર
સુખદાતા છે એમ અનુભવ થાય છે.
સમજવા માટે શ્રવણ, મનન, અભ્યાસ ન કરે તેને આત્મા શું, પુણ્ય–પાપ, આસ્રવ શું અને સુખદાતા
જેમ કાચા ચણામાં મીઠાસ શક્તિરૂપે પડી છે, તેમ આત્મામાં આનંદ પૂરેપૂરો છે. શુભ–અશુભભાવમાં
જરાય આનંદ નથી, ભક્તિમાં રાગ છે, જ્ઞાનીને પણ નીચે, પાપથી બચવા માટે ભગવાનની ભક્તિનો રાગ
આવે છે પણ તે આકુળતા છે, એમ માને છે.
છઠ્ઠગુણસ્થાન સુધી મુનિને પણ બુદ્ધિપૂર્વક ચારિત્રમાં રાગ આવે છે, શ્રદ્ધામાં ચોથા ગુણસ્થાનથી
બરાબર નિર્ણય છે કે શુભરાગ પણ દુઃખ છે, કલંક છે, આત્માની નિર્મળ પ્રજા (દશા) નો નાશ કરનાર છે.
ચૈતન્યની જાગૃતિરૂપ પ્રજા (–સ્વભાવ પર્યાય) નો વારસો રાખે એવી તાકાત એમાં નથી. એમ ત્રિકાળી
સ્વભાવમાં વર્તમાન વિભાવની જુદાઈ જાણતાં આત્મામાં એકાગ્ર દ્રષ્ટિ પ્રગટ થાય છે; અને તે જ સમયે
અનંત પરિભ્રમણનું કારણ એવો મિથ્યાત્વભાવ અને કર્મબંધ નાશ પામે છે.