: ૨ : આત્મધર્મ :૨૧૩:
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રી નેમીચંદ મહેતા (નરસીંગપુરા (ઉદેપુર) તથા તેમના ધર્મપત્નિ મોહનબાઈએ સજોડે પૂ. ગુરુદેવ
સમક્ષ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી, તે બદલ ધન્યવાદ (પ્ર. જેઠ સુદી ૧)
શ્રી ચીમનલાલ તારાચંદ (સોનગઢ) તથા તેમના ધર્મપત્નિ શ્રી ચંદનબહેને સજોડે પૂ. ગુરુદેવ સમક્ષ
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી તે બદલ ધન્યવાદ, (વીર સં. ૨૪૮૭, વિ. સ. ૨૦૧૮ વૈશાખ વદી
૮) ને તે જ દિવસે તેમના પોતાના નવા મકાનમાં પૂ. ગુરુદેવને પ્રવચન કરવાની વિનંતી હોવાથી સવારનું
વ્યાખ્યાન તેમને ત્યાં હતું.)
શ્રી દશરથલાલ જૈન હેડમાસ્તર (શીવની–મ. પ્ર.) તથા તેમના ધર્મપત્નિ શ્રી કસ્તુરબહેને સજોડે પૂ.
સમાચાર
પ. પૂજ્ય ગુરુદેવ સુખ શાતામાં બિરાજે છે. સવારે પ્રવચનસાર તથા બપોરે અષ્ટપાહુડ શાસ્ત્ર વંચાય
છે. વૈશાખ વદ ૬ શ્રી સમવસરણની વર્ષગાંઠનો ઉત્સવ ઉલ્લાસ પૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
સમવસરણના મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ વિધિ થયેલ તથા તે વખતે સમૂહ પૂજા થઈ હતી. પ્રવચન
પછી ભગવાનની વિશાળ રથ યાત્રા નીકળી હતી. વનમાં અભિષેક પૂજન ભક્તિ વગેરેનો ખાસ કાર્યક્રમ
હતો.
વૈશાખ વદ ૮ શ્રી સમયસારજી શાસ્ત્રની સ્થાપનાનો વાર્ષિક ઉત્સવ હતો. શાસ્ત્રજીને પાલ ખીમાં
બિરાજમાન કરી વરઘોડા રૂપે ભજન ભક્તિની ધૂન સહિત ગામમાં ફેરવીને સ્વાધ્યાય મંદિર જય જયકાર
નાદ સહિત આવીને બધા મુમુક્ષુઓ દ્વારા શાસ્ત્રની પૂજા–ભક્તિ કરવામાં આવેલ.
જૈન દર્શન શિક્ષણ વર્ગમાં લગભગ ૧૭પ વિદ્યાર્થી આવેલ છે. ચાર વિભાગ કરીને તેમને અભ્યાસ
નવું પ્રકાશન
શ્રીમદ રાજચંદ્રજી કૃત “અપૂર્વ અવસર” નામે કાવ્ય ઉપર પૂ. કાનજીસ્વામીનાં પ્રવચનો નામે
પુસ્તકની ત્રીજી આવૃત્તિ છપાઈને આવી છે કિંમત પ૦ નયા પૈસા. પોસ્ટેજ અલગ.
જૈન બાળપોથી પાંચમી આવૃત્તિ છપાઈ ગઈ છે
મોક્ષમાર્ગ પ્રકાશક ચોથી આવૃત્તિ છપાઈ ગઈ છે.
– સૂચના –
ચેક અથવા ડ્રાફટ નીચેના નામથી જ મોકલો.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ