પ્રથમ જેઠ : ૨૪૮૭ : ૩ :
વર્ષ અઢારમું : અંંક ૮ મો સંપાદક : રામજી માણેકચંદ દોશી પ્રથમ જેઠ : ૨૪૮૭
સત્ય – પ્રસશનય જીવન
આત્માનું ખરૂં જીવન શું છે તે શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ
જીવત્વશક્તિના વર્ણનમાં દેખાડે છે. બહારમાં સુખ સગવડમાની તેની
સગવડતા (અનુકૂળતા) એ રાજી થવું તેમાં જીવવું અને અગવડતાએ ખેદ
ખિન્ન થઈને નારાજીપણે જીવવું તે જીવનું ખરું જીવન નથી. અંદર શાશ્વત
અનંત ચૈતન્યશક્તિની સંપદાથી ભરપૂર એવા એકરૂપ સમસ્વભાવી
ચૈતન્યભાવમાં (જ્ઞાયકભાવમાં) તન્મય રહીને સ્વાશ્રય જ્ઞાન–આનંદમય
જીવન જીવવું તે જ ખરું જીવન છે. ભગવાન શ્રી નેમિનાથપ્રભુની
સ્તુતિમાં કહ્યું છે કે–હે ભગવાન!
‘તારું જીવન ખરું તારું જીવન...
જીવી જાણ્યું નેમનાથે જીવન...”
દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયમાં એકરૂપ ચૈતન્યમય ભાવપ્રાણને
ધારણ કરીને ટકે તે જીવન ખરું જીવન છે. તારા સત્ય જીવનનું કારણ
કોણ? તારા જીવનના પ્રાણને ઓળખ. ચૈતન્યભાવ પ્રાણ જ તારા
જીવનનું કારણ છે. આવી ચૈતન્યભાવ પ્રાણને ધારણ કરનારી જીવત્વ
શક્તિની ઓળખાણ સાથે એવી અનંત શક્તિ એક સાથે આત્મામાં ઉછળે
છે એવા જ્ઞાનમાત્ર આત્માની ઓળખાણ તે મોક્ષતત્ત્વની દાતાર છે.
(સમયસાર પરિશિષ્ટ પ્રથમ શક્તિના પ્રવચનમાંથી)