: ૪ : આત્મધર્મ : એ.૨૧૩
મો ક્ષ મા ર્ગ એક જ છે –
બે કે ત્રણ નથી
(આત્મધર્મ અંક ૨૦૮ થી ચાલુ)
શ્રી સમયસાર ગાથા–૪૧૨ ના કલશ ૨૪૦ કહ્યું છે કે :–
एको मोक्षपथो य एप नियतो द्रग्ज्ञप्तिवृत्यात्मक–
स्तत्रैवस्थितिमेतियस्तमनिशं ध्यायेच्य तं चेतति ।
तस्मिन्नैव निरंतरं विहरति द्रव्यान्तराण्यस्पृशन्,
सोऽवश्यं समयस्यसारमचिरान्नित्योदयंविंदति ।। २४०।।
અર્થ : દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ ‘એક’ નિયત મોક્ષમાર્ગ છે, તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે
અર્થાત્ સ્થિત રહે છે, તેને જ નિરંતર ધ્યાવે છે, તેને જ ચેતે–અનુભવે છે અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો
તેમાં જ નિરંતર વિહાર કરે છે, તે પુરુષ જેનો ઉદય૧ નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના
રૂપને) થોડા કાળમાં જ અવશ્ય૨ પામે છે.–અનુભવે છે.
ભાવાર્થ :– નિશ્ચયમોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ૩ છે. ૨૪૦
૩૪ આ કલશનો અર્થ શ્રી સમયસાર કળશ ટીકા પા. ૨૭પ માં આપવામાં આવ્યો છે, તે ઉપયોગી
હોવાથી અહીં લેવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે.
(૧) સ=એવો છે જે સમ્યગ્દ્રષ્ટિ જીવ (૨) નિત્યોદય=નિત્ય ઉદયરૂપ (૩) સમયસ્ય સાર=સકળ
કર્મનો વિનાશ કરી પ્રગટ થયો છે જે શુદ્ધ ચૈતન્યમાત્ર તેને (૪) અચિરાત્–અતિજ૪ થોડા કાળમાં (પ)
અવશ્યં વિંદતિ–સર્વથા૪ આસ્વાદ કરે છે.
(પ) ભાવાર્થ=એવો છે કે, નિર્વાણપદને પ્રાપ્ત થાય છે.
(૬) કેવો છે તે (સમ્યગ્દ્રષ્ટિ જીવ) ય:=જે સમ્યગ્દ્રષ્ટિ જીવ
(૭) તત્ર=શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ વિષે
(૮) એવ=એકાગ્ર થઈ કરી
(૯) સ્થિતિમ્ એતિ=સ્થિરતા કરે છે,
(૧૦) ચ=તથા તં=શુદ્ધ સ્વરૂપને–(અનિશંધ્યાયેત્=) નિરંતરપણે અનુભવે છે. (च तं येतति–]
વારંવાર તે શુદ્ધસ્વરૂપનું સ્મરણ કરે છે.
૧. શુદ્ધ અવસ્થાનું પ્રગટ થવું તેને પણ ‘ઉદય’ કહેવામાં આવે છે–માત્ર કર્મની અવસ્થાને જ ‘ઉદય’ કહે છે એમ નથી.
ર. અવશ્ય=રાગાદિ–કર્મોના ઉદય–પરદ્રવ્યાદિને વશ ન થવું–પોતાના આત્માને વશ થઈ રહેવું. જુઓ શ્રી નિયમસાર ગા.
૧૪૬ આવશ્યક અધિકાર.
૩. ત્રણે કાળે એક જ સ્વરૂપ તે નિયમ છે. આ ઉપરથી વ્યવહારમોક્ષમાર્ગ પરાલંબી છે, તેથી તેના વડે મોક્ષ ન થાય –બંધ
થાય એવો નિયમ બતાવ્યો.
૪. કેટલાક માને છે કે–જૈનસિદ્ધાંતમાં ‘જ’ અને ‘સર્વથા’ કાંઈ હોતું નથી–તે માન્યતા યથાર્થ નથી એમ અહીં બતાવ્યું છે.
શ્રી સમયસાર કલશ ટીકામાં તો સ્થાનેસ્થાને ‘જ’ અને ‘સર્વથા’ શબ્દો વાપરવામાં આવ્યાં છે.