: ૧૬ : આત્મધર્મ : ૨૧૩
સુધીના બધા ભાવોનો જીવની સાથે સંયોગ સંબંધ જાણવો જોઈએ, તાદાત્મ્ય સંબંધ નહિ.
૧૦૧. જેવી રીતે જીવની સાથે વર્ણાદિનો સંયોગ સંબંધ છે તેવી રીતે જીવમાં ઉત્પન્ન થયેલા આ
રાગાદિ ભાવોનો જીવની સાથે સંયોગ સંબંધ કેવી રીતે હોઈ શકે એ પ્રશ્ન ઉઠાવીને આચાર્ય જયસેને એનું
સમાધાન કર્યું છે. તેઓ કહે છે :–
ननु वर्णादयो बहिरंगास्तत्र व्यवहारेण क्षीरनीरवत् संश्लेष सम्बन्धो भवतु न चाभ्यन्तराणांं
रागादीनां। तत्राशुद्धनिश्चयेन भवितव्यम्? नैवम्, द्रव्यकर्मबन्धापेक्षया योऽसौ असद्भूतव्यवहार–
स्तदपेक्षया। तारतम्य ज्ञापनार्थं रागादीनामशुद्धनिश्चयो भण्यते। वस्तुतस्तु शुद्धनिश्चयायेक्षया
पुनरशुद्धनिश्चठयोऽपि व्यवहार एवेति भावार्थः।
શંકા:– વર્ણાદિ જીવથી અલગ છે, તેથી તેમની સાથે જીવનો વ્યવહારનયથી દૂધ અને પાણી જેવો
સંશ્લેષ સંબંધ ભલે હો, પણ આભ્યંતર રાગાદિનો જીવની સાથે સંયોગસંબંધ બની શકતો નથી. એ બન્નેમાં
તો અશુદ્ધનિશ્ચયરૂપ સંબંધ હોવો જોઈએ.
સમાધાન:–એમ નથી કેમ કે દ્રવ્યકર્મબંધનની અપેક્ષાએ જે આ અસદ્ભૂત વ્યવહાર છે તેની અપેક્ષાએ
એમાં સંશ્લેષ સંબંધ માનવામાં આવ્યો છે. જો કે રાગાદિ ભાવોનું જીવમાં તારતમ્ય બતાવવા માટે એને
અશુદ્ધનિશ્ચયરૂપ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક રીતે શુદ્ધનિશ્ચયની અપેક્ષાએ અશુદ્ધનિશ્ચય પણ વ્યવહાર
જ છે એ ઉક્ત કથનનો ભાવાર્થ છે.
૧૦૨. બૃહદ્ દ્રવ્યસંગ્રહ ગાથા ૧૬ ની ટીકામાં પણ આ વિષયને સ્પષ્ટ કરતાં લખ્યું છે:–
तथैवाशुद्धनिश्चयनयेन योऽसौ रागदिरूपो भावबन्धः
कथ्यते सोऽपि शुद्धनिश्चनयेन पुद्गलबन्धः एव ।
તેવી જ રીતે અશુદ્ધ નિશ્ચયનયથી જે આ રાગાદિરૂપ ભાવબંધ કહેવાય છે તે પણ શુદ્ધનિશ્ચયનયની
અપેક્ષાએ પુદ્ગલ બન્ધ જ છે.
૧૦૩. એનો જીવની સાથે સંયોગસંબંધ શા માટે કહેવામાં આવ્યો છે. એ વિષય સ્પષ્ટ કરવાને માટે
મૂળાચાર ગાથા ૪૮ ની ટીકામાં આચાર્ય વસુનન્દિ સંયોગસંબંધનું લક્ષણ આપતાં કહે છે:–
अनात्मनीनस्यत्मभावः संयोगः। संयोग एव लक्षणं येषां ते संयोगलक्षणा विनश्वरा इत्यर्थ।
અર્થ: અનાત્મીય પદાર્થમાં આત્મભાવનું હોવું તે સંયોગ છે. સંયોગ જ જેમનું લક્ષણ છે તે
સંયોગલક્ષણવાળા અર્થાત્ વિનશ્વર માનવામાં આવ્યા છે.
૧૦૪. અહીં (ચાલતા વિષયમાં) આચાર્ય કુન્દકુન્દે રાગાદિ ભાવોને જે સંયોગ લક્ષણવાળા કહ્યા છે
તે આ જ અપેક્ષાથી કહ્યા છે કારણ કે એ બન્ધપર્યાયરૂપ હોવાથી અનાત્મીય છે માટે મૂર્ત છે. તાત્પર્ય એ છે કે
રાગાદિ ભાવોને આત્માથી સંયુક્ત બતાવવામાં ઉપાદાનની મુખ્યતા ન હોતાં બંધપર્યાયની મુખ્યતા છે. કેમ કે
એ પૌદ્ગલિક કર્મોના સદ્ભાવમાં જ થાય છે, અન્યથા થતાં નથી. અને જો એ પૌદ્ગલિક કર્મોના સદ્ભાવમાં
જ થાય છે તો એને મૂર્તરૂપે સ્વીકારવાનું ન્યાયસંગત જ છે. અહીં બે દ્રષ્ટિ છે:– એક ઉપાદાનદ્રષ્ટિ અને બીજી
સંયોગદ્રષ્ટિ. રાગાદિને અનાત્મીય કહેવામાં સંયોગદ્રષ્ટિની જ મુખ્યતા છે, નહિતર એનો ત્યાગ કરવાનું બની
શકે નહી. અહીં એમને મૂર્ત અથવા પૌદ્ગલિક માનવાનું એ જ કારણ છે.
૧૦પ. આ રીતે જીવમાં હોવા છતાં પણ ક્રોધાદિભાવ મૂર્ત કેવી રીતે છે એ સિદ્ધ થયું અને એ સિદ્ધ
થતાં મૂર્ત કેવી રીતે છે એ સિદ્ધ થયું અને એ સિદ્ધ થતાં મૂર્ત ક્રોધાદિને જીવના કહેવા એ અસદ્ભૂત
વ્યવહારનય જ છે એમ અહીં નિશ્ચય કરવો જોઈએ. (ક્રમશ:)