Atmadharma magazine - Ank 213a
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૧૩
સ્થાપુ છું એમ કહીને આચાર્યદેવે શરૂઆતથી જ શ્રોતાને ભેગો ઉપાડીને વાત કરી છે.
આ રીતે સર્વસિદ્ધોને આત્મામાં સ્થાપીને આ સમયસારનું ભાવવચનથી (શ્રુતજ્ઞાનથી) અને
દ્રવ્યવચનરૂપ વાણીથી પરિભાષણ કરીએ છીએ. જેવી શરૂઆત કરી તેવી પૂર્ણતા થઈ છે. અલૌકિક રચના છે.
અહા, ભરતક્ષેત્રમાં જન્મીને દેહસહિત જેમણે વિદેહક્ષેત્રના તીર્થંકરના સાક્ષાત્ દર્શન કર્યા તેમની પાત્રતા અને
પુણ્યની શી વાત!!
સિદ્ધભગવંતોને ઓળખીને અને પોતાના આત્મામાં તેવી તાકાત છે એને ઓળખીને, એ રીતે બંનેને
ઓળખીને સિદ્ધને પોતામાં સ્થાપ્યા છે. સાધ્ય જે શુદ્ધાત્મા તેની પ્રતિછંદના સ્થાને સિદ્ધભગવંતો છે તેથી તે
ધ્યેયરૂપ છે તે સિદ્ધભગવંતનું સ્વરૂપ ચિંતવીને અને તેમના સમાન પોતાના સ્વરૂપને ધ્યાવી–ધ્યાવીને
સંસારીજીવો પણ તેમના જેવા સિદ્ધ થઈ જાય છે. જેણે અંતરમાં સિદ્ધને સ્થાપ્યા તે સિદ્ધનો વારસ થયો, તે
સિદ્ધનો સાધક થયો; જેવા સિદ્ધપરમાત્મા છે તેવો જ હું છું, એમ સ્વભાવની મુખ્યતા કરીને રાગને ગૌણ કરી
નાખ્યો, એમાં પરમ આસ્થા થઈ તે સિદ્ધસમાન પોતાના શુદ્ધાત્માને ધ્યાવીને જીવ પોતે સિદ્ધ થઈ જાય છે.
જેમ બાળક માતાને ધાવીધાવીને પુષ્ટ થાય છે, તેમ સાધક જીવ સિદ્ધસમાન પોતાના શુદ્ધસ્વરૂપને
ધ્યાવીધ્યાવીને સિદ્ધપદને સાધે છે.
સંસારની ચારે ગતિથી વિલક્ષણ એવી જે પંચમગતિ તેને શુદ્ધસ્વરૂપના ધ્યાનવડે આ સમયસારના
વક્તા અને શ્રોતા ચોક્કસ પામે છે, તેમાં શંકાને સ્થાન નથી. આવા ઉત્તમભાવપૂર્વક સિદ્ધભગવંતોને
આત્મામાં પધરાવીને આ સમયસાર શરૂ કર્યું છે.
સિદ્ધગતિ સ્વભાવરૂપ છે; સંસારની ચારે ગતિ તો પરભાવથી ઉત્પન્ન થયેલી છે, કર્મના નિમિત્તથી
થયેલો જે વિભાવ, તેનાથી થયેલી દેવાદિ ચારે ગતિ અધ્રુવ છે; ને આ પંચમગતિ તો સ્વભાવભાવરૂપ
હોવાથી ધ્રુવ છે, તેમાં હવે વિનાશીકતા નથી, એ સાદિઅનંત એવી ને એવી ટકી રહેશે ચારે વિભાવગતિઓને
અને તેના કારણરૂપ વિભાવભાવોને મારા આત્મામાંથી કાઢી નાખીને આવા સિદ્ધભગવંતોને સ્થાપ્યા છે,
એટલે હવે પરિણતિનો પ્રવાહ વિભાવમાંથી પાછો વળીને સ્વભાવ તરફ વળ્‌યો છે. વ્યવહાર અને નિમિત્તનું
ઉપાદેયપણું કાઢી નાખીને એકલા સ્વભાવનું જ ઉપાદેયપણું દ્રષ્ટિમાં લીધું છે. જુઓ આ સિદ્ધપદના સાધકનું
માંગળિક!” પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય” તેમ સિદ્ધપદને સાધવા જે ઊભો થયો તેના આવા લક્ષણ
શરૂઆતમાં જ હોય છે. પહેલેથી જ જે રાગની રુચિ ને હોંસ કરે છે તેનામાં સિદ્ધપદને સાધવાનાં લક્ષણ નથી.
સિદ્ધપદને સાધવા જે જાગ્યો તે પહેલે જ ધડાકે સિદ્ધપદને જ આત્મામાં સ્થાપીને રાગ અને વિકલ્પની રુચિને
કાઢી નાખે છે: આહા! –
‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ’
આત્માના સ્વભાવ સિવાય બીજું કોઈ (રાગ કે વિકલ્પ) તેનું માહાત્મ્ય લઈ જાય–એમ નથી; તેના
અંતરમાં એક શુદ્ધ આત્માનું જ માહાત્મ્ય વસ્યું છે. એનાથી અધિક જગતમાં બીજી કોઈ વસ્તુનું માહાત્મ્ય તેને
આવી જાય–એમ બનતું નથી. “સિદ્ધ–સિદ્ધ’ ના ભણકારા કરતો જાગ્યો તે બીજે ક્યાંય રાગાદિમાં અટકતો
નથી. જુઓ આ સિદ્ધપદ માટે સાધકના મહા માંગળિક!
કેવળી અને શ્રુતકેવળી ભગવંતોએ કહેલા આ સમયપ્રાભૃતને હું મારા અને પરના મોહના નાશને
માટે હું કહીશ. સિદ્ધસમાન આત્માને ધ્યેયરૂપે રાખીને આ શરૂ કર્યું છે, માટે તે ધ્યેયને ચૂકશો નહીં.
આચાર્યદેવને પોતાને તો મિથ્યાત્વાદિ મોહનો નાશ થયો છે, પણ હજી જરાક સંજ્વલન કષાય બાકી છે તેનો
નાશ કરવા માટે આ સમયસારનું પરિભાષણ કરે છે, અને શ્રોતામાં જેને જે પ્રકારનો મોહ હોય તેના નાશને
માટે આ શ્રવણ કરજો. એટલે વક્તા અને શ્રોતામાં જેને જે પ્રકારે મોહ હોય તેના નાશને માટે આ સમયસાર
શરૂ કરવામાં આવે છે. આ સમયસાર સમજે તેના મોહનો નાશ થઈ જશે–એમ આચાર્યદેવના કોલકરાર છે.