Atmadharma magazine - Ank 213a
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
અષાડ : ૨૪૮૭ : ૧૯ :
ભાવશુદ્ધિવિના
માત્ર બાહ્યત્યાગાદિ મોક્ષનું સાધન થતું નથી.
અષ્ટપાહુડ–ભાવપાહુડ ગા. ૪૯ માં કહ્યું કે બાહ્યકુટુંબ વગેરેથી મુક્ત થઈ મુનિવેશ ધારણ કરે પણ
અંદરમાં કર્તૃત્વ–મમત્વરૂપ વાસના ન છૂટે તો તેને મુક્ત અથવા મુનિ ન કહીએ. ગા. ૪૪ માં ભાવશુદ્ધિ વિના
સિદ્ધ ન થવા વિષે શ્રી બાહુબલીનું ઉદાહરણ છે. ગા. ૪પ માં કહે છે કે :–
“મધુપિંગ નામે મુનિએ શરીર અને આહારાદિમાં વ્યાપાર છોડ્યો હતો તે પણ નિદાન વડે ભાવ
શ્રમણપણાને તે ન પામ્યા” તેનું દ્રષ્ટાન્ત નીચે પ્રમાણે છે:–
આ ભરતક્ષેત્ર વિષે સુરમ્ય દેશમાં પોદનાપુરનો રાજા તૃણપિંગલ હતો તે ચારણ યુગલનગરના
રાજા સુયોધનની પુત્રી સુલસાના સ્વયંવરમાં આવ્યો હતો અને ત્યાં જ સાકેતપુરીનો રાજા સગર પણ
આવ્યો હતો. હવે તે રાજકુમારી તથા તેની માતા વગેરેની ઈચ્છા રૂપ અને ગુણનિધાન એવા
મધુપિંગલને પસંદ કરવાની હતી પણ સગરને રાજી કરવા માટે સગરના મંત્રી કપટ કરીને
મધુપિંગલને રાજકન્યા ન વરે તે માટે કલ્પિત સામુદ્રિક શાસ્ત્ર નવું બનાવી મધુપિંગલને દોષ લગાડ્યો
કે આનાં નેત્ર પિંગલ (માંજરા) છે, જે કન્યા આને વરે તે મરણ પામે. ત્યારે રાજકન્યાએ સગરના
ગળામાં વરમાળા નાખી, મધુપિંગલને વરી નહીં તેથી મધુપિંગળે વિરક્ત થઈ દિક્ષા લીધી. પછી માસ
માસના ઉપવાસના પારણે નગરમાં આવતાં સાંભળવામાં આવ્યું કે આ રાજકુમાર તો સર્વાંગ નિર્દોષ
જ છે એમ સામુદ્રિક શાસ્ત્રમાં આવે છે પણ સગરના મંત્રીએ કપટથી ખોટું શાસ્ત્ર બનાવ્યું તેથી કન્યા
આને ન વરી. આમ સગરના મંત્રીનું કપટ જાણી (પરમાં ઈષ્ટ–અનિષ્ટપણાની દ્રષ્ટિ હોવાથી) ક્રોધવડે
નિદાન કર્યું કે મારા તપનું ફળ આ થાઓ કે “જન્માન્તરમાં સગરના કુળને નિર્મૂળ કરું” ત્યાર પછી
મધુપિંગલ મરીને મહાકાલાસુર નામે અસુરદેવ થયો.
ત્યાં પૂર્વભવનું વૈર યાદ કરીને સગરને મંત્રી સહિત મારવાનો ઉપાય શોધવા લાગ્યો અને
ક્ષીરકદંબ બ્રાહ્મણનો પુત્ર જે મહાપાપી હતો તેને મળ્‌યો (જેણે વાદવિવાદમાં વ્રીહિ એટલે જૂના ચોખા
(ચાવલ) એમ અર્થ કરવાને બદલે વ્રીહિ એટલે બકરાં એવો અર્થ કરીને તેને યજ્ઞમાં હોમવાં એમ
હિંસાની પુષ્ટી કરેલી તેને) પશુની હિંસારૂપ યજ્ઞનો સહાયી થવા કહ્યું ને સગરરાજાને યજ્ઞનો ઉપદેશ કરી
યજ્ઞ કરાવ, તારા યજ્ઞનો હું સહાયી થઈશ, એમ કહ્યું ત્યારે સગરરાજા પાસે યજ્ઞ કરાવી પશુ હોમ્યા. તે
પાપથી સગર સાતમી નરકે ગયો અને કાળાસુર સહાયક થઈ યજ્ઞકર્તાને સ્વર્ગે જતો દેખાડ્યો એમ
મધુપિંગલે દ્રવ્યમુનિ થઈને ઉંધી માન્યતા વશ નિદાન કરી મહાપાપ ઉપાર્જન કર્યા. તેથી આચાર્ય કહે છે
કે પરમાં કર્તાપણું–ઈષ્ટ–અનિષ્ટપણું તથા સંયોગથી ભલુ ભુંડું માનનાર ત્યાગી મુનિ થાય તો પણ ભાવ
બગડે છે ને તેથી સિદ્ધિ પામતા નથી.