છૂટતી નથી. અસ્થિરતાને લીધે પ્રયોજનવશ શરીર–વાણીની કંઈક ચેષ્ટામાં જોડાય છે પણ તેમાં તે અતત્પર છે;
તેને તેની ભાવના નથી, તેમાં તેઓ જ્ઞાન–આનંદ માનતા નથી, માટે તેનાથી તે અનાસક્ત જ છે.
કરવો તેની આ વાત છે.
અપૂર્વ સ્વાદનું વેદન અનુભવમાં થયું, તેથી હવે ધર્મી બાહ્ય વિષયોથી છૂટીને ચૈતન્યસ્વરૂપમાં જ સ્થિર રહેવા
માગે છે, વારંવાર તેનો જ પ્રયત્ન કરે છે, અસ્થિરતાને લંબાવવા માગતા નથી; બાહ્ય વિષયો તેને સુહાવતા
નથી. અને જ્યાં મુનિદશા થાય ત્યાં તો નિર્વિકલ્પ અનુભવમાં વારંવાર ઠરે છે, મુનિની પરિણતિ લાંબોકાળ
બહારમાં રહેતી નથી...તે તો સ્વરૂપમાં જ તત્પર છે, આહાર–ઉપદેશ આદિની ક્રિયાઓમાં અતત્પર છે...તે
સંબંધી વિકલ્પ આવે તેને લંબાવતા નથી, પણ તે વિકલ્પ તોડીને નિર્વિકલ્પસ્વરૂપને વારંવાર અનુભવે છે.
પણ બાહ્યવિષયોમાં કે રાગમાં તત્પર થતા નથી...ક્યારે આ રાગ તોડું ને ક્યારે મારા આનંદમાં ઠરું, એ જ એક
ભાવના છે. જો કે હજી અસ્થિરતા હોવાથી રાગ થાય છે ને મન–વાણી દેહાદિની ક્રિયાઓ ઉપર લક્ષ જાય છે.–
પણ તેમાં ક્યાંય એવી એકાગ્રતા નથી થતી કે પોતાના જ્ઞાન–આનંદને ભૂલી જાય, ને બહારમાં આનંદ માને.
અજ્ઞાનીને એમ જ લાગે છે કે જ્ઞાની રાજપાટમાં ઊભા છે–ખાય છે–પીએ છે–બોલે છે–માટે તેમાં તત્પર છે, પણ
જ્ઞાનીના અંતરંગ પરિણામ વિષયોથી ને રાગથી કેવા પાર છે તેની અજ્ઞાનીને ખબર નથી...ચૈતન્યસુખનો જે
સ્વાદ જ્ઞાનીના વેદનમાં આવ્યો છે તે સ્વાદની અજ્ઞાની વિષયલુબ્ધ પ્રાણીને બિચારાને ગંધ પણ નથી...એટલે
પોતાની દ્રષ્ટિએ જ્ઞાનીને જોવા જાય છે, પણ જ્ઞાનીની વાસ્તવિક દશાને તે ઓળખતો નથી.
સર્વાર્થસિદ્ધિના દેવ કરતાંય વધારે આનંદરસની ધારા ઉલ્લસી છે...સિદ્ધ ભગવાન જેવા પરમ આત્મસુખમાં તે
લીન છે...અહીં તો હજી શરીરને સિંહ ખાતો હોય ત્યાં તો અતીન્દ્રિય આનંદમાં લીનતા સહિત,
એકાવતારીપણે દેહ છોડીને મુનિ તો સિદ્ધની પાડોશમાં સર્વાર્થસિદ્ધિમાં ઉપજ્યા હોય! સિદ્ધશિલાથી
સર્વાર્થસિદ્ધિ ફક્ત બાર જોજન દૂર છે.
વ્યવહારમાં તો એમ કહેવાય કે તીર્થયાત્રા ન કરે તે આળસુ છે. શાંતિનાથ ભગવાનના માતાજી અચિરા–