Atmadharma magazine - Ank 213a
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 21

background image
: : આત્મધર્મ : ૨૧૩
– પરમ શાંતિ દાતારી –
અધ્યત્મ ભવન
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિ શતક’ ઉપર પૂ. ગુરુદેવના
અધ્યાત્મ ભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
(અંક ર૦૭ થી ચાલુ)
આ ‘સમાધિશતક’ ના રચનાર શ્રી પૂજ્યપાદ સ્વામીય લગભગ
૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા મહાન દિગંબર સંત છે, તેનું બીજું નામ
‘દેવનંદી’ હતું; તેઓ વિદેહક્ષેત્રે સીમંધર ભગવાન પાસે ગયા હતા–એવો
પણ શિલાલેખોમાં ઉલ્લેખ છે. તેમણે તત્ત્વાર્થસૂત્રની ‘સર્વાર્થસિદ્ધિ’ ટીકા
તથા જૈનેન્દ્ર વ્યાકરણ વગેરે મહાન ગ્રંથો રચ્યા છે. તેમની અગાધબુદ્ધિને
લીધે યોગીઓએ તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’ કહ્યા છે.–આવા મહાન આચાર્યના
રચેલા ‘સમાધિશતક’ ઉપરનાં આ પ્રવચનો છે.
‘આત્મધર્મ’ ના ઘણા જિજ્ઞાસુ વાંચકો તરફથી સહેલા લેખોની
માંગણી થતાં, અંક ૧પ૮ થી આ લેખમાળા શરૂ કરવામાં આવી છે. આ
પ્રવચનો અધ્યાત્મરસથી ભરપૂર હોવા છતાં સરળ અને સહેલાઈથી સમજી
શકાય તેવાં છે. આથી વાંચક વર્ગને આ લેખમાળા વિશેષ પસંદ પડી છે.
*
(૨૪૮૨ અષાડ સુદ સાતમ: સમાધિશતક ગા. પ૦)
જ્ઞાનીને પોતાના આત્માની જ પ્રીતિ ને આત્માનો જ વિશ્વાસ છે, સંયોગમાં તે સ્વપ્નેય સુખ માનતા
નથી, એમ ગાથા ૪૯ માં કહ્યું; ત્યાં હવે પ્રશ્ન થાય છે કે જો એમ છે તો ભોજન વગેરે કાર્યોમાં જ્ઞાનીની પ્રવૃત્તિ