વિષયોમાં જ અભ્યાસ છે, તેથી તે બાહ્ય વિષયોથી પાછા ખસીને આત્મ ભાવનામાં આવતાં કષ્ટ લાગે છે.
બાહ્ય વિષયો સહેલા થઈ ગયા છે ને અંતરનો ચૈતન્ય વિષય કઠણ લાગે છે, કેમકે કદી તેનો અનુભવ કર્યો
નથી. અંતરમાં એકાગ્રતાનો પ્રયત્ન કરનાર પૂછે છે કે પ્રભો! આમાં તો કષ્ટ લાગે છે! એમ પૂછવામાં કષ્ટ
કહીને તે છોડી દેવા નથી માગતો પણ ઉગ્ર પ્રયત્નવડે આત્માનો અનુભવ કરવા માગે છે. આચાર્યદેવ કહે છે
કે અરે ભાઈ! શરૂઆતમાં તને કષ્ટ જેવું લાગશે, પણ અંર્તપ્રયત્નથી આત્માનો અનુભવ થતાં એવો અપૂર્વ
આનંદ થશે કે તેના સિવાય બહારના બધા વિષયો કષ્ટરૂપ દુઃખરૂપ લાગશે.
આનંદનો અનુભવ ન હતો ત્યારે તો અંતરના અનુભવનો ઉદ્યમ કરવામાં કષ્ટ લાગતું ને બહારમાં સુખ
લાગતું; તેને આત્માના આનંદની રુચિ (–વ્યવહાર વિશ્વાસ) તો છે પણ હજી અનુભવ થયો નથી, તેથી કષ્ટ
જેવું લાગે છે. પણ જ્યાં અંતરમાં આનંદનો અનુભવ થયો–સ્વાદ ચાખ્યો ત્યાં બહારનો રસ ઊડી ગયો ને
ચૈતન્યના અનુભવમાં જ સુખ છે એટલે હવે તો તેને આત્માના ધ્યાનનો ઉત્સાહ આવ્યો...જેમ વધારે
એકાગ્રતા કરું તેમ વધારે આનંદ ને શાંતિનું વેદન થાય છે. આનંદનો સ્વાદ જ્યાંસુધી ચાખ્યો ન હતો ત્યાંસુધી
તેમાં કષ્ટ લાગતું, પણ હવે જ્યાં આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં ધર્મીને તેમાંથી બહાર નીકળવું કષ્ટરૂપ–દુઃખરૂપ
લાગે છે. અજ્ઞાનદશામાં અનાદિના સંસ્કારને લીધે વિષયો રુચિકર ભાસતા, પણ જ્યાં આત્મભાવનામાં
એકાગ્ર થઈને તેના આનંદનું વેદન કર્યું ત્યાં બાહ્ય સમસ્ત વિષયોની રુચિ છૂટી ગઈ; તેને ચૈતન્યના
અનુભવથી બહાર નીકળીને પરભાવમાં આવવું તે દુઃખ લાગે છે, ને ચૈતન્યસ્વરૂપની ભાવનામાં–એકાગ્રતામાં
જ સુખ લાગે છે. ચૈતન્યનો વારંવાર અભ્યાસ ને ભાવના કરતાં તે સહેલું લાગે છે...તેના આનંદની નિકટતા
થતાં બાહ્ય વિષયોની પ્રીતિ છૂટતી જાય છે, ને આત્માના આનંદનું વેદન થતાં બાહ્ય વિષયોમાંથી સુખબુદ્ધિ
છૂટી જાય છે;–માછલાંની જેમ. જેમ માછલાંની રુચિ શીતળ જળમાં પોષાણી છે, તેમાંથી બહાર તડકામાં કે
અગ્નિમાં આવતાં તે દુઃખથી તરફડે છે. તેમ ધર્માત્મા જ્ઞાનીની રુચિ પોતાના શાંત–ચૈતન્યસરોવરમાં જ
પોષાણી છે, તેની શાંતિના વેદનથી બહાર નીકળીને પુણ્ય કે પાપના ભાવમાં આવવું પડે તે તેમને દુઃખરૂપ
લાગે છે. જેણે આત્માની અતીન્દ્રિય શાંતિ કદી દેખી નથી ને બાહ્ય વિષયો જ દેખ્યા છે તેને આત્માના
અનુભવનો પ્રયત્ન કરતાં શરૂઆતમાં કષ્ટ લાગે છે. પણ જ્યાં તેનો અભ્યાસ અને ભાવના કરે છે ત્યાં તેમાં
ઉત્સાહ આવે છે. અભ્યાસદશામાં જરા કષ્ટ લાગે છે પણ જ્યાં પૂરો પ્રયત્ન કરીને આત્માના આનંદનો
અનુભવ કરે છે ત્યાં ચૈતન્યસુખના રસ પાસે તેને આખું જગત નીરસ લાગે છે, સમસ્ત વિષયો દુઃખરૂપ લાગે
છે. નરકમાં રહેલા કોઈ સમકિતી જીવને આત્માના અતીન્દ્રિય આનંદના વેદનની જે શાંતિ આવે છે, તેવી
શાંતિ મિથ્યાદ્રષ્ટિને સ્વર્ગના વૈભવમાં પણ નથી. અરે! સંયોગમાં શાંતિ હોય કે સ્વભાવમાં? ચૈતન્યના શાંત
જળમાંથી બહાર નીકળીને ઈન્દ્રિયવિષયો તરફ દોડે છે તે જ આકુળતા છે. ને અતી–