Atmadharma magazine - Ank 213a
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: : આત્મધર્મ : ૨૧૩
ન્દ્રિય ચૈતન્યમાં ઉપયોગ ઠરે છે તેમાં પરમ અનાકુળ શાંતિ છે. માટે ભાઈ! આત્માના આનંદનો વિશ્વાસ કરી
ને વારંવાર દ્રઢપણે તેમાં એકાગ્રતાનો ઉદ્યમ કર. જ્યાં સુધી આત્માના આનંદનો સ્વાદ અનુભવમાં ન આવે
ત્યાંસુધી જ બાહ્ય ઈંદ્રિયવિષયોમાં પ્રીતિ હોંસ ઉલ્લાસ–સુખ લાગે છે, ને આત્માના અનુભવમાં કષ્ટ લાગે છે;
પણ જ્યાં ચૈતન્યના આનંદનું વેદન થ્યું ત્યાં આત્માના આનંદની જ પ્રીતિ–હોંસ–ઉલ્લાસ–ને ભાવના થાય છે,
પછી તેમાં કષ્ટ નથી લાગતું; અને વિષયો તેને સુખકર નથી લાગતા પણ કષ્ટરૂપ લાગે છે, જ્યાં આનંદ અને
શાંતિનો સ્વાદ આવે તેમાં કષ્ટ કેમ લાગે? જેણે તે સ્વાદ ચાખ્યો નથી તેને જ કષ્ટ લાગે છે;
જેમ એક માણસ સદાય ખારું–ભાંભરું–મેલું–પાણી જ પીતો હોય, મીઠું–સ્વચ્છ પાણી દુર ઊંડે કૂવામાં
હોય તે કદી ચાખ્યું ન હોય; ખારા પાણીનો કૂવો ઘર આંગણે હોય; તે ખારું પાણી જ પીધું હોય તેથી દુરના કૂવા
સુધી જવું કષ્ટરૂપ લાગે છે. પણ જ્યાં એકવાર તે મીઠા કૂવાનું સ્વચ્છ પાણી ચાખ્યું ત્યાં ખારા પાણીનો સ્વાદ
ઊડી ગયો...ને હવે ઘર આંગણે મળતું ખારું પાણી છોડીને અડઘોગાઉ આઘે મીઠું પાણી લેવા જતાં તેને કષ્ટ
નથી લાગતું, વચ્ચે ટાઢ–તડકા તેને નથી નડતા; સ્વાદ ચાખ્યા પછી તેમાં કષ્ટ નથી લાગતું. તેમ અજ્ઞાની જીવે
અનાદિથી સદા બાહ્યઈંદ્રિયવિષયોના આકુળતારૂપ ખારા સ્વાદને જ ચાખ્યો છે, પણ આત્માના અતીન્દ્રિય
અનાકુળ મીઠા સ્વાદને–આનંદને ચાખ્યો નથી, તેથી તેના પ્રયત્નમાં તેને કષ્ટ લાગે છે. પણ જ્યાં અંતર્મુખ
ચૈતન્યકૂવામાં ઊંડે ઊતરીને વિષયાતીત આનંદનો સ્વાદ ચાખ્યો ત્યાં તેના વારંવાર પ્રયત્નમાં તેને કષ્ટ લાગતું
નથી, ઊલટું બાહ્ય વિષયો તેને ખારા લાગે છે–નીરસ લાગે છે. માટે આત્માની જ ભાવના કરવી.
।। પ૨।।
આત્માની ભાવના કઈ રીતે કરવી તે કહે છે–
तद्ब्रुयात् तत्परान् पृच्छेत् तदिच्छेत्त तत्परो भवेत् ।।
येनाऽविद्यामयं रूपं त्वक्तवा विद्यामयं व्रजेत् ।। ५३।।
જુઓ, આત્મભાવનાની કેવી સરસ ગાથા છે! આત્મા જેને વહાલો છે તેણે તેનું કથન કરવું.–બીજા
પાસે તેની ચર્ચા કરવી, બીજા આત્મ–અનુભવી પુરુષો–ધર્માત્મા જ્ઞાનીઓ પાસે જઈને તે આત્મસ્વરૂપ પૂછવું,
તેની જ અભિલાષા કરવી, અને આત્મસ્વરૂપની પ્રાપ્તિને જ પોતાનું ઈષ્ટ બનાવવું, તેમાં જ તત્પર થવું, તે
આત્મસ્વરૂપની ભાવનામાં સાવધાન થવું ને તેનો આદર વધારવો.–આ પ્રકારે આત્મસ્વરૂપની ભાવના
કરવાથી અજ્ઞાનમય બહિરાત્મપણું છૂટીને જ્ઞાનમય પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
જેને આત્માનો અનુભવ કરવો છે તેણે તો વારંવાર આત્મસ્વરૂપની જ ભાવના કરવી જોઈએ. તેની
જ કથા કરવી, સંતો પાસે તે જ પૂછવું, તેની જ ઈચ્છા–ભાવના કરવી અને તેમાં જ તત્પર થવું–તેમાં જ
ઉત્સાહિત થવું. જ્ઞાનમાં–શ્રદ્ધામાં–ઉત્સાહમાં–વિચારમાં બધાયમાં એક આત્માને જ વિષયરૂપ કરવો. તેને જ
આદરવો.–આમ કરવાથી પરિણતિ બીજેથી ખસીને આત્મા તરફ વળે છે.
યોગસાર’ માં પણ કહે છે કે–
(મંદાક્રાંતા)
अध्येतव्यं स्तिमितमनसा ध्येयमाराधनीयं,
पृच्छयं श्रव्यं भवति विदुषाभ्यस्यभावर्जनीयं ।
वेद्यं गद्यं किमपि तदिह प्रार्थनीयं विनेयं,
द्रश्यं स्पृश्यं प्रभवति यतः सर्वदात्मस्थिरत्वं।। ६–४९।।
વિદ્વાન પુરુષોએ એટલે કે આત્માના અર્થી મુમુક્ષુ જીવોએ ચૈતન્યસ્વરૂપ આત્મા નિશ્ચય મનથી પઢવા
યોગ્ય છે–૧, ધ્યાન કરવા યોગ્ય છે–ર, આરાધવા યોગ્ય છે–૩, પૂછવાયોગ્ય છે–૪, સુણવા યોગ્ય છે–પ,
અભ્યાસવાયોગ્ય છે–૬, ઉપાર્જન કરવાયોગ્ય છે–૭, જાણવાયોગ્ય છે–૮, કહેવાયોગ્ય છે–૯, પ્રાર્થવાયોગ્ય છે–
૧૦, શિક્ષા–ઉપદેશયોગ્ય છે–૧૧, દર્શનયોગ્ય છે–૧૨, અને સ્પર્શન (અનુભવન) યોગ્ય છે,–આમ તેર બોલથી
એટલે કે સર્વપ્રકારે આત્મ–