આદરવું. આમ સર્વપ્રકારથી આત્મસ્વરૂપના અનુભવનો પ્રયત્ન કરતાં જરૂર તેની પ્રાપ્તિ થાય છે, ને
અવિદ્યાનો નાશ થઈ જાય છે. અહીં તો અભ્યાસ, શ્રવણ, તત્પરતા, આરાધના, વાંચવું, પૂછવું, દેખવું,
જાણવું–ઈત્યાદિ ઘણા બોલ કહીને એ બતાવ્યું છે કે ખરા જિજ્ઞાસુને આત્મસ્વરૂપના અનુભવની ઝંખના ને
ધગશ કેટલી ઉગ્ર હોય? બીજે બધેયથી પાછો વળીવળીને સર્વ પ્રકારથી એક ચૈતન્યની જ ભાવનાનો પ્રયત્ન
કરે છે. જેમ એકનોએક વહાલો પુત્ર ખોવાઈ ગયો હોય ત્યાં માતા તેને કેવા કેવા પ્રકારે શોધે!! અને કોઈ
તેને તેનો પત્તો મળવાની વાત સંભળાવે તો કેવા ઉત્સાહથી સાંભળે!! તેમ જિજ્ઞાસુને આત્માના સ્વરૂપના
નિર્ણય માટે એવી લય લાગી છે કે વારંવાર તેનું જ શ્રવણ, તેની જ પૃચ્છા, તેની જ ઈચ્છા, તેમાં જ તત્પરતા,
તેનો જ વિચાર કરે છે, જગતના વિષયોનો રસ તેને છૂટતો જાય છે ને આત્માનો જ રસ વધતો જાય છે.–
આવા દ્રઢ અભ્યાસથી જ આત્માની પ્રાપ્તિ (અનુભવ) થાય છે.
જાણકારોને એ જ પૂછે કે ‘ક્્યાંય મારો પુત્ર દેખ્યો?’ એક મિનિટ પણ તેનો પુત્ર તેના ચિત્તમાંથી ખસતો
નથી, દિનરાત તેની પ્રાપ્તિ માટે તીવ્ર ઉત્સુકતાથી ઝૂરે છે...તેમ આત્મસ્વરૂપની જેને જિજ્ઞાસા જાગી છે તે
આત્માર્થી જીવ સત્સમાગમે તેને ઢૂંઢે છે, તેની જ વાત પૂછે છે કે ‘પ્રભો! આત્માનો અનુભવ કેમ થાય?’
આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાની ભાવના દિનરાત વર્તે છે, એક ક્ષણ પણ તેને ભૂલતો નથી...એક આત્માની જ
લય–લગની લાગી છે. આવી લગનીથી દ્રઢ પ્રયત્ન કરતાં જરૂર આત્માનો અનુભવ થાય છે. માટે તે જ કરવા
જેવું છે–એમ આચાર્યદેવનો ઉપદેશ છે.
અનુયાયી વીર્ય’ એટલે કે જેને આત્માની રુચિ જાગી હોય તેનો પ્રયત્ન વારંવાર આત્મા તરફ વળ્યા કરે છે.
એવી ઝૂરણા તે નિરંતર કર્યા કરે છે! તેમ આ ચૈતન્યસ્વરૂપ આત્માની જેને ખરેખરી પ્રીતિ છે તે તેની પ્રાપ્તિ
માટે દિનરાત ઝૂરે છે એટલે કે તેમાં જ વારંવાર પ્રયત્ન કર્યા કરે છે...વિષયકષાયો તેને રુચતા નથી...એક
ચૈતન્ય સિવાય બીજે ક્યાંય તેને ચેન પડતું નથી. એની જ ભાવના ભાવે છે...એની જ વાત જ્ઞાનીઓ પાસે
પૂછે છે... એના જ વિચાર કરે છે. જેમ માતાના વિયોગે નાનું બાળક ઝૂરે છે ને તેને ક્્યાંય ચેન પડતું નથી,
કોઈ પૂછે છે કે તારું નામ શું?–તો કહે છે કે “મારી બા!!! ’ ખાવાનું આપે તો કહે કે ‘મારી બા!!’ એમ
એક જ ઝૂરણા ચાલે છે...માતા વગર તેને ક્્યાંય જંપ વળતો નથી. કેમકે તેની રુચિ માતાની ગોદમાં જ
પોષાણી છે; તેમ જિજ્ઞાસુ આત્માર્થી જીવની રુચિ એક આત્મામાં જ પોષાણી