Atmadharma magazine - Ank 214
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 21
single page version

background image
ATMADHARM Regd. No. B 5669
ગુરુદેવે આપેલ જ્ઞાનમંત્ર
આધ્યાત્મિક કવિ દીપચંદજી “જ્ઞાનદર્પણ” ના નીચેના બે સવૈયા દ્વારા
શુભાશુભથી ભિન્ન જ્ઞાનચેતનાનું સ્વરૂપ બતાવીને કહે છે કે ગુરુદેવે દીધેલા આવા
જ્ઞાનમંત્રને ધ્યાવવાથી દુઃખ દૂર થઈ જાય છે:–
એક વન માહિં જૈસે રહતું પિશાચી દોઈ, એક નર તાકો તહાં અતિ દુઃખ દ્યાવે હૈ;
એક વૃદ્ધ વિકરાલ ભાવ ધરી ત્રાસ કરે, એક મહા સુંદર સુભાવકોં લિખાવે હૈ.
દેખી વિકરાલ તાકો મન માંહી ભય માને, સુંદર કો દેખી તાકો પીછે દૌરિ ધાવે હૈ;
અસો ખેદખિન્ન દેખી કાહૂ જન મંત્ર દીયો, તાકો ઉર આનિ વો નિઃશંક સુખ પાવૈ હૈ.
તૈસે યાહી ભવ જામેં સંપત્તિ વિપત્તિ દોઉ, મહા સુખ–દુઃખરૂપ જનકો કરતું હૈ;
ગુરુદેવે દીયો જ્ઞાનમંત્ર જબ જબ ધ્યાયે, તબ ન સતાવ દોઉ દુઃખકો હરતુ હૈ,
કરીકે વિચાર ઉર આનિએ અનુપ ભાવ, ચિદાનંદ દરસા: ભાવકો ધરતુ હૈ;
સુધાપાન કીએ ઔર સ્વાદકો ન ચાખે કોઉ કીએ સુધ રીતિ સુધ કારજ સરતુ હૈ.
।। ૪૮–૪૯।।
ભાવાર્થ:– જેમ એક વનમાં બે પિશાચી–ડાકણ રહે છે, અને ત્યાં એક
મનુષ્યને ઘણું દુઃખ દે છે; એક ડાકણ તો વૃદ્ધ–વિકરાળભાવ ધારણ કરીને
ત્રાસ આપે છે અને બીજી મહાસુંદર રૂપ દર્શાવીને લલચાવે છે. તેમાં તેના
વિકરાળ રૂપને દેખીને તો તે મનુષ્ય ભય પામે છે. અને સુંદર રૂપ દેખીને
તેની પાછળ દોડીને ફસાય છે.– એ રીતે તેને ખેદખિન્ન દેખીને કોઈ પુરુષે તેને
મંત્ર દીધો. તેને અંતરમાં ધારણ કરવાથી તે નિઃશંક–નિર્ભય થઈને સુખ
પામ્યો. તેમ આ વિકટ ભવવનમાં સંપત્તિ અને વિપત્તિ એ બે ડાકણ સમાન
સુખ અને દુઃખનું રૂપ ધારણ કરીને જીવને અતિશય ખેદખિન્ન કરે છે.–શુભના
ફળરૂપ અનુકૂળતામાં તો સુખ માનીને જીવ તેની પાછળ દોડે છે, ને
અશુભના ફળરૂપ પ્રતિકૂળતાથી અત્યંત ભયભીત થઈને ડરે છે. એ રીતે તે
મહા દુઃખી થાય છે. ત્યાં ગુરુદેવે કરુણા કરીને શુદ્ધ ચેતનારૂપ જ્ઞાનમંત્ર તેને
આપ્યો; ગુરુદેવે દીધેલા જ્ઞાનમંત્રને જ્યારે તે ધ્યાવે છે ત્યારે સંપત્તિ–વિપત્તિ
તેને સતાવી શકતી નથી ને તેનું દુઃખ દૂર થઈ જાય છે.–આ પ્રમાણે વિચાર
કરીને, ચિદાનંદ સ્વભાવરૂપ જ્ઞાનમંત્રને ધારણ કરો અને તેના
અનુપમભાવને પોતાના અંતરમાં પ્રગટ કરો. તે જ્ઞાનમંત્ર દ્વારા શુદ્ધ ચેતનાનું
સુધાપાન કર્યા પછી બીજા કોઈ સ્વાદને જીવ ચાખતો નથી. ચૈતન્ય રસના
સ્વાદ પાસે જગતનાં બીજા બધા સ્વાદ તેને નીરસ લાગે છે. શુદ્ધ ચેતના
ભાવરૂપ આ રીતે અંગીકાર કરવાથી જીવનું શુદ્ધ કાર્ય સરે છે.
શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી,
મુદ્રક અને પ્રકાશક : હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રેસ: ભાવનગર.