Atmadharma magazine - Ank 214
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૧૪
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અઢારમું : અંંક ૧૦ મો સંપાદક : ભાનુભાઈ મુળજીભાઈ લાખાણી શ્રાવણ માસ : ૨૪૮૭
સફળ જન્મ
આ સંસારમાં કોનો જન્મ સફળ છે?
દેહથી ભિન્ન ચિદાનંદ તત્ત્વને સમ્યક્ પ્રકારે જાણીને તેની જે ભાવના
કરે છે તેનો જન્મ સફળ છે. મુનિરાજ શ્રી પદ્મપ્રભસ્વામી નિયમસાર કલશ
૯૯ માં કહે છે કે:–
मुक्त्वा कायविकारं यः शुद्धात्मानं मुहुर्मुहुः ।
संभावयति तस्यैव सफलं जन्म संसृतौ ।।
કાયવિકારને છોડીને જે ફરીફરીને શુદ્ધાત્માની સંભાવના (એટલે કે
સમ્યક્ ભાવના) કરે છે, તેનો જ જન્મ સંસારમાં સફળ છે. પહેલાં તો કાયાથી
ભિન્ન ચિદાનંદ સ્વરૂપનું ભાન કર્યું છે, તે ઉપરાંત કાયાથી ઉપેક્ષિત થઈને
વારંવાર અંતરમાં શુદ્ધાત્માની સન્મુખ થઈને તેની ભાવના ભાવે છે, તે
ધર્માત્માનો અવતાર સફળ છે. તેણે જન્મીને આત્મામાં મોક્ષનો ધ્વનિ
પ્રગટાવ્યો, આત્મામાં મોક્ષના રણકાર પ્રગટ કર્યાં...તેથી તેનો જન્મ સફળ છે.
અજ્ઞાનપણે તો અનંત અવતાર કર્યા તે બધા નિષ્ફળ ગયા, તેમાં આત્માનું
કાંઈ હિત ન થયું. આ અવતારમાં ચિદાનંદ સ્વરૂપ આત્માનું ભાન કરીને
આત્માનું હિત કર્યું તેથી ધર્મીનો અવતાર સફળ છે.
(પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી)
[૨૧૪]

PDF/HTML Page 3 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૪
ગ્રાહકોને સુચના
‘આત્મધર્મ’ માસિકનું આપનું લવાજમ તા. ૮–૧૧–૬૧ ના રોજ પૂરું થશે તો આપને
વિનંતિ છે કે આપનું લવાજમ રૂા. ૪–૦૦ રૂપિયા ચાર પૂરા મનીઓર્ડરથી તે તારીખ પહેલાં
મોકલવા યોગ્ય કરશો. તે તારીખ સુધીમાં જો આપના લવાજમની રકમ નહિ જ આવે તો
લવાજમની રકમ સાથે રૂા. ૪/૬ર નું વી. પી. કરવામાં આવશે જે સ્વીકારી લેવા વિનંતિ છે.
મનીઓર્ડર ખર્ચ રૂા. ૦–૧પ નયા પૈસા આવે છે, જ્યારે વી. પી. ખર્ચ રૂા. ૦–૮૦ નયા પૈસા
થાય છે એટલે મ. ઓ. થી જ આપનું લવાજમ મોકલી આપશો એવી આશા છે.
આમ કરવાથી વી. પી. ના ખોટા ખર્ચમાંથી બચી શકાશે અને અંક આપને વખતસર
મળતો રહેશે.
આત્મધર્મ કાર્યાલય આપના સહકારની આશા સાથે,
સોનગઢ (સૌરાષ્ટ્ર) વ્યવસ્થાપક
આત્મધર્મ
મનીઓર્ડર અગર પત્ર વ્યવહાર કરતી વખતે ગ્રાહક નંબર અવશ્ય લખશો.
દસલક્ષણી પર્યુષણ પર્વ
સોનગઢમાં દર વર્ષની જેમ ભાદરવા સુદ ચોથને ગુરુવાર તા. ૧૪–૯–૬૧ થી શરૂ
કરીને ભાદરવા સુદ ૧૪ ને શનિવાર તા. ર૩–૯–૬૧ સુધીના દસ દિવસો દસલક્ષણીધર્મ
અર્થાત્ પર્યુષણ પર્વ તરીકે ઊજવાશે. આ દિવસો દરમિયાન દસલક્ષણ મંડળનું પૂજન. તેમજ
દસલક્ષણ ધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
ધાર્મિક પ્રવચના ખાસ દિવસો
શ્રાવણ વદ ને ગુરુવાર તા. ૭ સપ્ટેમ્બરથી ભાદરવા સુદ ૪ ને ગુરુવાર તા. ૧૪
સપ્ટેમ્બર સુધીના આઠ દિવસો દરમિયાન પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
વાર્ષિક બેઠક
શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક ભાદરવા સુદ બીજ ને મંગળવાર તા.
૧ર–૯–૬૧ ના રોજ મળશે; સૌ સભ્યોને હાજર રહેવા વિનંતિ છે. રસોડા અંગે ગયે વર્ષે
ચુંટાયેલા કાર્યવાહકોને પણ હાજર રહેવા વિનંતિ છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
શ્રાવણ : ૨૪૮૭ : :
એક.જ.માર્ગ
મોક્ષનો પારમાર્થિક પંથ શું છે?
અર્હંત ભગવાન જેવા પોતાના શુદ્ધાત્માના જ્ઞાન વડે મિથ્યાત્વનો ક્ષય કરીને,
પછી તેમાં જ એકાગ્રતારૂપ શુદ્ધોપયોગ વડે રાગ–દ્વેષ–મોહનો અત્યંત ક્ષય કરવો, તે જ
મોક્ષનો માર્ગ છે. આ જ એક, તીર્થંકર ભગવંતોએ પોતે અનુભવીને ભવ્યજીવોને
દર્શાવેલો મોક્ષનો માર્ગ છે.
કેવો છે મોક્ષમાર્ગ?
મોક્ષમાર્ગ ‘અદ્વૈત’ એટલે કે એક જ પ્રકારનો છે. તેમાં બીજો પ્રકાર નથી. જે અનંત
તીર્થંકરો થયા તે બધાય તીર્થંકરો આ એક જ પ્રકારે મોક્ષમાર્ગન્રું સેવન કરીને, અને એક
જ પ્રકારે મોક્ષમાર્ગનો ઉપદેશ કરીને, મુક્તિમાં સીધાવ્યા છે. આ કાળના મુમુક્ષુઓને માટે
કે ભવિષ્ય કાળના મુમુક્ષુઓને માટે આ એક જ માર્ગ ભગવાને ઉપદેશ્યો છે.
શુદ્ધોપયોગ જ મોક્ષમાર્ગ છે;–પરંતુ એમ નથી કે શુભરાગ પણ મોક્ષમાર્ગ છે.–બસ,
એક જ માર્ગ છે. શુભરાગ વ્યવહારથી તો મોક્ષમાર્ગ છે ને?–ના; મોક્ષમાર્ગમાં બીજા
પ્રકારનો અભાવ છે, મોક્ષમાર્ગ એક જ છે. ત્રણેકાળને માટે, અને બધાય મુમુક્ષુઓને માટે
બધાય તીર્થંકર ભગવંતોએ આ એક જ મોક્ષમાર્ગ ઉપદેશ્યો છે.
અહા, જુઓ નિઃશંકતા! આચાર્યદેવ પોતાના અભિપ્રાયની નિશંકતા સાથે
ત્રણકાળના તીર્થંકરોને ભેળવે છે. આટલુ્રં અભિપ્રાયનું ત્રિકાળી જોર છે.
શું અનંતકાળના તીર્થંકરોને તમે જાણી લીધા?
–હા; વર્તમાન સમ્યક્ અભિપ્રાયના જોરે ત્રણકાળના તીર્થંકરોનો નિર્ણય થઈ ગયો
છે. સ્વાનુભવના જોરે કહીએ છીએ કે પૂર્વે અનંતા તીર્થંકરોએ જે માર્ગ સાધ્યો ને જે
ઉપદેશ કર્યો તે જ માર્ગ અને તે જ ઉપદેશ આ પંચમકાળમાં પણ ચાલી રહ્યો છે.
ત્યારપછી, ૧૯૯ મી ગાથામાં આચાર્યદેવ કહે છે કે, જિનો, જિનેન્દ્રો અને શ્રમણો,
(અર્થાત્ કેવલી ભગવંતો, તીર્થંકરો અને મુનિઓ,) આ રીતે જ એટલે કે શુદ્ધાત્મામાં
પ્રવૃત્તિ વડે જ માર્ગમાં આરૂઢ થયા થકા સિદ્ધ થયા;–પરંતુ એમ નથી કે બીજી રીતે પણ
થયા હોય. તેથી નક્કી થાય છે કે આ એક જ મોક્ષનો માર્ગ છે,–બીજો નથી. અહો, અભેદ
નમસ્કાર હો શુદ્ધાત્મામાં પ્રવર્તેલા તે સિદ્ધોને, અને તેમણે સેવેલા મોક્ષમાર્ગને! અમે પણ
એ મોક્ષમાર્ગ અવધારિત કર્યો છે, અને તે મોક્ષમાર્ગને સાધવાનું કૃત્ય કરાય છે. હે
તીર્થંકરો! આપે સેવેલા માર્ગને સાધતો સાધતો હું પણ આપના પંથે ચાલ્યો આવું છું.
અહો, આવો સ્વાશ્રિત મોક્ષમાર્ગ ઉપદેશનારા તીર્થંકરોને–સંતોને નમસ્કાર હો.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૪
ભવના નાશ માટેની ભાવના
(ભાવપ્રાભૃત ગા. ૬ થી ૧૯ ઉપરના વૈરાગ્યપૂર્ણ પ્રવચનોમાંથી)
*
जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण ।
पंथिय! सिवपुरिपंथं जिणउवइठ्ठं पयत्तेण ।। ६।।
હે શિવપુરીના પથિક! તું સમ્યગ્દર્શનાદિ ભાવોને જાણ; ભાવરહિત એકલા બાહ્યલિંગથી કાંઈ સાધ્ય
નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે શિવપુરીનો પંથ, તે પ્રયત્ન વડે સધાય છે, એમ જિનભગવંતોએ કહ્યું
છે. માટે હે સિદ્ધપદના સાધક! પ્રથમ પ્રયત્ન વડે તું ભાવને જાણ. સમ્યગ્દર્શનાદિ ભાવોરૂપ મોક્ષમાર્ગ મહા
પ્રયત્ન વડે સિદ્ધ થાય છે. એક જગ્યાએ ગુરુ શિષ્યને કહે છે કે: હે શિષ્ય! ભગવાનની આજ્ઞામાં આળસ તને
ન હશો, અને ભગવાનની આજ્ઞા બહાર પ્રવર્તન તને ન હશો. હવે ભગવાનની આજ્ઞા શું છે? ભગવાનની
આજ્ઞા તો સ્વભાવ–સન્મુખ પ્રયત્ન કરવાની છે. સમ્યગ્દર્શન પણ પ્રયત્ન વગર થતું નથી. ચિદાનંદ સ્વભાવ
તરફના અપૂર્વ પ્રયત્નથી જ મોક્ષમાર્ગ સધાય છે. ક્રમનિયમિતપર્યાય છે માટે પુરુષાર્થ નથી–એમ નથી.
ક્રમનિયમિતનો નિર્ણય કરનાર જીવ પણ જ્ઞાનસ્વભાવની સન્મુખતાપૂર્વક જ તે નિર્ણય કરી શકે છે, ને તેમાં
સ્વસન્મુખ પ્રયત્ન આવી જ જાય છે.
આચાર્યદેવ કહે છે કે પ્રથમ તું સમ્યગ્દર્શનાદિ ભાવોને જાણ! કોને કહે છે?–શિવપુરીના પથિકને કહે છે.–
મીઠું સંબોધન કરીને આચાર્યદેવ કહે છે કે હે શિવપુરીના પથિક! હે મોક્ષનગરીના પ્રવાસી! તું મોક્ષના કારણરૂપ
સમ્યગ્દર્શનાદિ ભાવોને પ્રયત્નથી જાણ. એના વગર દ્રવ્યલિંગવડે કાંઈ પણ સાધ્ય નથી, એટલે કે સમ્યગ્દર્શન
વગર પંચમહાવ્રતાદિ પણ નિષ્ફળ છે, તેના વડે શિવપુરીમાં પહોંચાતું નથી, તે શિવપુરીનો માર્ગ નથી.
ભગવાને તો “સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રાણિ” મોક્ષમાર્ગ કહ્યો છે, પણ શરીરમય કે રાગમય એવા
બાહ્યલિંગને મોક્ષમાર્ગ કહ્યો નથી. ભગવાને દ્રવ્યલિંગને મોક્ષના સાધન તરીકે ઉપાસ્યું નથી પણ સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રની જ મોક્ષમાર્ગ તરીકે ઉપાસના સર્વ અર્હંતોએ કરી છે, ને તે જ મોક્ષમાર્ગ ઉપદેશ્યો છે. માટે હે
જીવ! પુરુષાર્થવડે તું આવા મોક્ષમાર્ગને જાણ.
હે શિવપુરીના પથિક! જિનવરોએ કહેલા પ્રયત્ન વડે તું ભાવલિંગને સાધ; સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ જે ભાવલિંગ તે અંતર્મુખ પ્રયત્નવડે સાધ્ય છે, ને તે જ શિવપુરીનો પંથ છે. રે પથિક! પહેલાં તું
પંથને જાણ. મોક્ષનો પંથ દેહની ક્રિયામાં નથી, રાગમાં નથી, પણ સમ્યગ્દર્શનપ્રધાન એવું જે ભાવલિંગ તે જ
મોક્ષનો પંથ છે સર્વ ભાવોમાં સાર એવો જે શુદ્ધભાવ–એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર, તે જ પરમ હિતરૂપ
છે, એવા ભાવને હે પથિક! તું પ્રયત્નવડે સાધ. આવા શુદ્ધભાવ વગર રે જીવ! તેં અનંતવાર બાહ્યલિંગો
ગ્રહ્યાં ને છોડ્યાં. આચાર્યદેવ કરુણાથી કહે છે કે હે સત્પુરુષ! શુદ્ધભાવને જાણ્યા વગર આ સંસારમાં
પરિભ્રમણ કરતાં તે મનુષ્ય થઈને અનંતવાર નિર્ગ્રંથ રૂપ અને પંચમહાવ્રત અંગીકાર કર્યા ને છોડ્યા, છતાં
શુદ્ધભાવ વગર તારું કલ્યાણ ન થયું, ને તું ચાર ગતિમાં ભમતો જ રહ્યો. જે હિત સાધવા

PDF/HTML Page 6 of 21
single page version

background image
શ્રાવણ : ૨૪૮૭ : :
માગે છે તેને સંબોધીને આચાર્યદેવ કહે છે કે હે સત્પુરુષ! તું શુદ્ધભાવ વગર ચારગતિમાં ઘણા ઘણા ભીષણ
દુઃખ પામ્યો. માટે હે જીવ! હવે તો સમ્યગ્દર્શન પ્રગટ કરીને તું જિનભાવના ભાવ!
ભયંકર નરકગતિમાં, ર્ત્યિંચગતિમાં, કુદેવ અને કુમનુષ્યોમાં ભીષણ દુઃખો જીવે ભોગવ્યા–કેમ? કે
જિનભાવના વગર! માટે હે જીવ! હવે તો તું દુઃખથી છૂટવા જિનભાવના ભાવ! ચૈતન્યસન્મુખ થઈને નિશ્ચય
સમ્યગ્દર્શનાદિની આરાધના કર.
લક્ષ્મણ જેવા અર્ધચક્રી રાજા, દેવો જેના સહાયક અને મિત્રો, જેના વૈભવનો પાર નહીં,–તે અત્યારે
નરકમાં છે, સીતાજી પ્રતીન્દ્ર થયા છે તે નરકના ભીષણ દુઃખોથી લક્ષ્મણને ઉગારવા જાય છે, પણ એ દુઃખથી
દેવ પણ જેને ઉગારી ન શક્્યા, જેવા બહાર લઈ જવા માટે ઉપાડ્યા કે તેનું શરીર પારાની જેમ વેરવિખેર
થઈ ગયું; –એવા નરકના દુઃખ અનંતવાર જીવે ભોગવ્યા. તિર્યંચમાં ભૂંડ વગેરેને જીવતેજીવતાં આખા ને
આખા શેકી નાખે એવા એવા ભીષણ દુઃખો ભોગવ્યા; અજ્ઞાનથી જરાક પુણ્ય બાંધે ને હલકો દેવ થાય ત્યાં
દેવગતિમાં અપમાનાદિ ભયાનક દુઃખો ભોગવે છે. ધર્મનો અનાદર અને અધર્મનો આદર કરીને, કદાચ જરાક
પુણ્યથી દેવ થયો તો ત્યાં મોટા દેવોના હુકમથી હાથી–ઘોડાના રૂપ ધારણ કરવા પડે ને તેના ઉપર બીજા દેવો
સવારી કરે, એ જ રીતે મનુષ્યમાં પણ આત્મભાન વગર જીવ મહાદુઃખો પામ્યો. માટે હે જીવ! તું
જિનભાવના ભાવ! જિનભાવના એટલે શુદ્ધ આત્માની ભાવના. એ જિન ભાવનાની વાત હજી ઘણીવાર
(ગાથા ૬૮, ૭ર, ૮૮, ૧૩૦ વગેરેમાં) આવશે. આહા! જિનભાવના તેં સંસારના સર્વ દુઃખથી છૂટવાનો
ઉપાય છે; હે જીવ! તું જિનભાવના વગર ચાર ગતિના અનંત દુઃખ પામ્યો. માટે હવે તો જિનેશ્વરદેવના
માર્ગનું શરણ લઈને, ભગવાને કહેલા શુદ્ધાત્માની ભાવના ભાવ. શુદ્ધાત્માની વારંવાર ભાવના કરવી તેનું
નામ જિનભાવના છે, તેનાથી સંસારભ્રમણ છૂટીને મુક્તિ થાય છે.
અરે, હજી તો જેને સંસારની ચાર ગતિમાં દુઃખ પણ ન લાગતું હોય, સંસારમાં જ સુખ લાગતું હોય
એવા જીવો જિનભાવના ક્યાંથી ભાવે? બહારની અનુકૂળતા હોય ત્યાં જાણે કે સુખી થઈ ગયા. પણ ભાઈ!
જરાક અંદરના ભાવને તો તું જો! અંદર તો આકુળતાની મોટી આગ લાગી છે. જેમ જમીનની અંદર
(ઝરીયાની ખાણ વગેરેમાં) મોટી આગ લાગે તે બહારથી ન દેખાય, તેમ અંદરમાં આત્માના ભાન વગર
દુઃખની મોટી આગ લાગી છે, તે દુઃખને અજ્ઞાની દેખતો નથી, તો તેનાથી છૂટવાનો પ્રયત્ન ક્યાંથી કરે? અહીં
તો કહે છે કે હે સત્પુરુષ! હે શિવપુરીના પથિક! જિનભાવના વગર સંસારમાં એકાંતદુઃખ છે–એમ જાણીને
તેનાથી છૂટવા માટે તું જિનભાવના ભાવ.
હે જીવ! સાત નરકભૂમિમાં દારુણ–ભયાનક તીવ્ર દુઃખો તે ભોગવ્યા!–કેટલો કાળ? ૩૩ સાગરોપમ!
એટલે? દસ ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય; અને એકેક પલ્યોપમમાં અસંખ્ય અબજો વર્ષ થાય.
અત્યારે આંકડાની ગણતરી પણ અઘરી પડે છતાં એટલા કાળના દુઃખો જીવે નરકમાં અનંતવાર ભોગવ્યા.
એક ક્ષણ પણ જ્યાં ચેન નથી તીવ્ર ભૂખ છતાં કરોડો અબજો વર્ષ સુધી અનાજનો કણ જ્યાં મળતો નથી,
દરિયાના પાણી પી જાઉં–એવી અત્યંત તૃષા છતાં પીવાના પાણીનું ટીપુ્રંય અબજો વર્ષ સુધી મળતું નથી, જ્યાં
ટાઢ કે તાપ એવા છે કે અહીં તેનો એક કણિયો આવે તો ઘણા માણસો મરી જાય! દુર્ગંધ એવી કે અહીં તેનો
કણિયો આવે તો તેની દુર્ગંધથી ઘણા યોજનના માણસો મરી જાય!–પણ જીવે એવા નરકના દુઃખો અનંતવાર
ભોગવ્યા. મરીને તે દુઃખથી છૂટવા માગે પણ આયુષ પૂરું થયા પહેલાં મરી ન શકે, એવા દુઃખો અસહ્યપણે
અનંતવાર ભોગવ્યાં. સમ્યગ્દર્શન વગર હે જીવ! તું આવા ભીષણ દુઃખો પામ્યો, માટે હવે તો સમ્યગ્દર્શનરૂપ
ભાવને ઓળખીને તેનો પ્રયત્ન કર.
વળી તિર્યંચગતિમાં પણ હે જીવ! તું અનંતવાર દુઃખ પામ્યો. પૃથ્વીકાયમાં જન્મીને કોદાળી વગેરેથી
ખોદાયો; અપકાયપણે જન્મ્યો ત્યાં અગ્નિથી ઊકળ્‌યો,–જેને વાચા નથી, જેને જીભ નથી, નાક નથી, આંખ નથી,

PDF/HTML Page 7 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૪
કાન નથી; અરે, સ્વતંત્ર શરીર પણ જેને નથી, અનંતા જીવો વચ્ચે એક જ શરીર, બટેટા, સકરકંદ વગેરેની એક
કણીમાં અસંખ્ય શરીરો છે ને એકેક શરીરમાં અનંતા જીવો છે. તેમાં જન્મીને અનંતવાર અગ્નિમાં બફાયો.
ચિદાનંદ તત્ત્વને સાથે ને સાથે રાખીને ચારગતિમાં ભમ્યો પણ તેં તારા ચિદાનંદતત્ત્વને ઓળખ્યું નહીં.
એકેન્દ્રિય વગેરેમાં તો નરક કરતાં ય અનંતગણું દુઃખ છે. પાણીરૂપે જન્મ્યો ને ભાજીમૂળારૂપે પણ જન્મ્યો.
બાપુ! તારા દુઃખ તો તેં ભોગવ્યાં ને ભગવાને જાણ્યા. એવા દુઃખોથી છૂટવાના ટાણા હવે આવ્યા છે, માટે હવે
તું ઊંધી રહીશ મા! સમ્યગ્દર્શનાદિ ભાવોને ઓળખીને પ્રયત્નવડે તે પ્રગટ કરજે! અરે, તું જગતનો સાક્ષી
જ્ઞાનઆનંદથી ભરેલો, તે અજ્ઞાનથી સંસારની ચારગતિમાં આવા ભયાનક દુઃખને પામ્યો, હવે તો આત્માને
ઓળખીને તેની ભાવના ભાવ! હવે તો જિનમાર્ગનું શરણું લે! અગ્નિકાય પવનકાય કે વનસ્પતિકાયમાં
એકેન્દ્રિયપણે જન્મીને મહાદુઃખ પામ્યો. શાસ્ત્રોથી છેદાયો, અગ્નિથી બફાયો–કાચેકાચો ખવાયો,–એવા અનંત
પ્રકારના દુઃખો પામ્યો;–એક સમ્યગ્દર્શનરૂપી ભાવ વગર! સમ્યગ્દર્શનરૂપી જિનભાવના તે સર્વદુઃખોથી છૂટવાનો
પરમ ઉપાય છે. એકેન્દ્રિયમાંથી અનંતકાળે બહાર નીકળીને ત્રસકાય પામીને વિકલેન્દ્રિય થયો–ઈયળ, કીડી,
મકોડા વગેરેમાં અવતર્યો, ત્યાં પણ છેદાયો, ભેદાયો; ત્યાં મન નહિ, ચૈતન્યશક્તિ ઘણી હારી ગયેલો, ને મહા
દુઃખો પામ્યો. કદીક પંચેન્દ્રિય તીર્યંચ થયો તો ત્યાં પણ તીવ્ર વેદના, ભૂખ, તૃષા વગેરેના દુઃખ પામ્યો.
અનાદિકાળથી તેં દુઃખ–દુઃખ ને દુઃખ જ વેદ્યાં છે, સુખની કણિકા પણ તું પામ્યો નથી. તે દુઃખોથી છૂટવા અને
આત્માનું સુખ પામવા તું જિનભાવના ભાવ! આત્માને ભૂલીને રાગદ્વેષની મલિનતામાં રગદોળાઈને તું દુઃખ
પામ્યો અરે, આત્માની સન્મુખ થાઉં તો સમ્યગ્દર્શનાદિ થાય ને તો જ દુઃખોથી છૂટાય–એવી વાત પણ પ્રીતિથી
કદી સાંભળી નથી. માટે હવે અનંતકાળના દુઃખથી છૂટવાનો આ અવસર આવ્યો છે, હવે તો તે દુઃખથી
છૂટવાનો માર્ગ લે! ભાઈ! જેમાં દુઃખની ગંધ પણ નથી એવા આત્મસ્વભાવની રુચિ કર, પ્રીતિ કર, ઓળખાણ
કર–જેથી દુઃખોથી તારો છૂટકારો થાય.
હે જીવ! ભવનો નાશ કરનારી ભાવના તેં પૂર્વે કદી ભાવી નથી, અને તેથી ચાર ગતિના ભવોમાં
અનંતકાળથી તું દુઃખ પામ્યો. નરક–તિર્યંચના અનંત દુઃખ પામ્યો; અનંતકાળે ક્્યારેક મનુષ્ય થયો ત્યારે પણ
આકસ્મિક, શારીરિક માનસિક અને સાહજિક–એટલે વિષયવાંછા વગેરેના તીવ્ર દુઃખો નિરંતર ભોગવી રહ્યો
છે. ચૈતન્યમાં શાંતિ અને પરમાત્મપદ પડ્યું છે તેના તરફ ઝૂકીને જિનભાવના ભાવે તો દુઃખનો નાશ થાય.
ચૈતન્યને ચૂકીને અનેક પ્રકારના વિષયોની વાંછા કરે પણ ઈષ્ટ વિષયો તો મળે નહિ, એટલે આકુળતાથી
દુઃખી દુઃખી થાય છે. પ્રથમ તો નવ માસ સુધી માતાના પેટમાં સંકોચાઈને રહ્યો તેમાં દુઃખ પામ્યો; કોઈને
માતા–પિતાનું દુઃખ, કોઈને સ્ત્રી–પુત્રનું દુઃખ, કોઈને શરીરનું દુઃખ, કોઈને મનનું દુઃખ–એમ બાહ્યવલણમાં
એકાંત દુઃખ, દુઃખ ને દુઃખ જ છે; અંતર વલણમાં જ સુખ છે. રાજાઓ પણ સુખી નથી, સુખી તો સંત–
ધર્માત્મા મુનિવરો છે. જિનભાવનાથી જેણે સમ્યગ્દર્શનાદિ પ્રગટ કર્યા છે તેઓ જ આ જગતમાં ખરેખર
ખરેખર સુખી છે. માટે હે ભાઈ! હવે તો તું જિનભાવના ભાવ, કે જેથી તારા ભવદુઃખનો નાશ થાય.
વળી સુરલોકમાં દેવ થયો ત્યારે પણ જીવ અનેક પ્રકારના માનસિક દુઃખો પામ્યો. આચાર્યદેવ કહે છે
કે હે મહાજસ! સ્વર્ગમાં પણ ચૈતન્યની ભાવના વગર એકલું દુઃખ જ છે. નાનો દેવ થાય તો બીજા મોટી
ઋદ્ધિવાળા દેવોને દેખીને અંતરમાં ઈર્ષાથી બળતરા થાય. અપ્સરા વગેરેનો વિયોગ થતાં દુઃખ થાય.
શુદ્ધભાવ–સમ્યગ્દર્શનાદિ પ્રગટ કર્યા વગર દ્રવ્યલિંગી સાધુપણું પાળે ને સ્વર્ગમાં જાય તો ત્યાં પણ આ જ
હાલત છે, વિષયોનો લોભી થઈને દુઃખમાં ઝૂલે છે, ચૈતન્યમાં ઝૂલનારા સંતો જ સુખી છે.
હે જીવ! દ્રવ્યલિંગી મુનિ થઈને પણ જો કાંદર્પિ વગેરે અશુભભાવનાઓ ભાવે છે અને સમ્યક્ત્વાદિની
ભાવના ભાવતો નથી, તે ભાવોને ઓળખતો પણ નથી તો ધર્મભાવના વગર તું સંસારમાં જ પરિભ્રમણ
કરીશ. જે દ્રવ્યલિંગી થઈને પણ ઈર્ષાળુતા વગેરે અશુભભાવના ભાવે છે તે ઢોલકાં વગાડનાર હલકા દેવ–
વ્યંતર–ભૂતડાં

PDF/HTML Page 8 of 21
single page version

background image
શ્રાવણ : ૨૪૮૭ : :
વગેરે થઈને સંસારમાં રખડે છે.
મુનિનો ભેષ ધારણ કરીને પણ જે જીવ ચૈતન્યની દરકાર કરતો નથી, ધર્મભાવના જાણતો નથી, ને
મકાન બાંધીને રહે, મઠ સ્થાપે, એવાને પાર્શ્વસ્થ કહેવાય છે, તે કુસાધુ છે. વળી જે જીવ સાધુ નામ ધરાવીને
તીવ્ર કષાયને આધીન થઈને વ્રતાદિથી ભ્રષ્ટ થાય, સંઘમાં બીજા મુનિઓનો તથા ધર્માત્માનો અનાદર કરે તે
કુશીલ છે. સાધુ નામ ધરાવીને જે જ્યોતિષ–વૈદિક મંત્રવિદ્યા વગેરે સાધનથી આજીવિકા કરે, રાજાનો સેવક
થઈને રાજખટપટમાં ઉતરે–એને સંસક્ત કહે છે. જિનસૂત્રથી વિરુદ્ધ વર્તન કરે, ચારિત્રથી ભ્રષ્ટ વર્તે એવા
આળસુ ભ્રષ્ટ સાધુને અવસન્ન કહે છે; અને ગુરુની આજ્ઞા બહાર, મિથ્યા સ્વચ્છંદપૂર્વક એકલો વર્તે, જિનઆજ્ઞા
લોપે–એવા ભેષધારી સાધુ તે મૃગાચારી છે–આવા પંચવિધ કુસાધુઓ સમ્યગ્દર્શનાદિરૂપ જિનભાવનાથી ભ્રષ્ટ
થઈને અશુભભાવનાઓ ભાવે છે, તેઓ દુઃખને જ પામે છે. સાધુ વેષ ધાર્યો તેથી કાંઈ જિનભાવના વગર
સુખી થઈ જાય–એમ બનતું નથી. સમ્યગ્દર્શન વગર અનંતવાર એવા ભેષ ધાર્યા, પણ ભવનો અંત ન આવ્યો.
સમ્યગ્દર્શનાદિની આરાધના વગર દેવ થયો ત્યારે પણ મહાઋદ્ધિવાળા દેવોને દેખીને મનમાં મહાદુઃખ
પામ્યો. ચૈતન્યઋદ્ધિનું માહાત્મ્ય જાણ્્યું નહિ ને સ્વર્ગાદિના વૈભવના મહાત્મ્યમાં મૂર્છાઈને બહુ માનસદુઃખ
પામ્યો. આ તો બહારના વ્યક્ત દુઃખોનું વર્ણન છે, આકુળતા હોય ત્યારે પણ અંતરમાં આકુળતાથી એકલા
વિકારને જ વેદતો થકો અજ્ઞાની જીવ પણ દુઃખી જ છે. સુખસાગર આત્મા તરફ જ્યાં વલણ નથી ત્યાં દુઃખ
જ છે,–ભલે અનુકૂળ સંયોગ હો કે પ્રતિકૂળ હો.
વળી મુનિ થઈને તપશ્ચરણાદિ કરવા છતાં ચાર પ્રકારની વિકથામાં તત્પર એવો જીવ ધર્મભાવના
ભૂલીને વિકથાથી હલકો કુદેવ થાય છે. વિકથા તો પાપ છે. પણ વ્રત–તપના કાંઈક શુભભાવ ભેગા હતા તેથી
કુદેવ થયો. ચૈતન્યની વીતરાગી કથાનો તો રસ નથી ને સ્ત્રીકથા, રાજકથા, ચોરકથા કે ભોજનકથા તેમાં
રસથી વર્તે છે,–તે ભલે મુનિ થઈને વ્રતાદિ પાળે–તોપણ હલકો દેવ થઈને દુઃખને જ પામે છે. અરે જીવ!
ચૈતન્યની મહત્તાને ભૂલીને તું આહારાદિની તૂચ્છ કથામાં ક્્યાં પડ્યો?
વળી મુનિ થઈને પણ ચૈતન્યને ભૂલીને, દેહબુદ્ધિથી જાતિમદ, કુળમદ, રૂપમદ, જાણપણાનો મદ,–એમ
અનેક પ્રકારના અભિમાનમાં પ્રવર્તે ને એવા મદસહિત તપશ્ચરણાદિ કરે તો હલકા દેવમાં જન્મે ને ત્યાં પણ
ઈર્ષાથી હાલકડોલક થઈને આકુળવ્યાકુળપણે દુઃખી જ થાય.
ધર્માત્મા સ્ત્રીવેદ છેદીને મોટો દેવ કે ઈન્દ્ર થાય, ને અજ્ઞાની મોટો ત્યાગી થઈને પણ હલકો દેવ થાય–ત્યાં
ઈર્ષાથી બળે. દેવમાંથી વળી આયુષ્ય પૂરું થતાં માતાના ગર્ભમાં ઘણા કાળ સુધી રહીને મહાદુઃખ પામ્યો. આવા
દુઃખો અજ્ઞાનથી પામ્યો. તે દુઃખોથી છૂટવા માટે હે જીવ! તું સમ્યગ્દર્શનાદિ ભાવોને ઓળખીને તેની ભાવના
કર...
શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ એવો જે તારો આત્મા તેની સન્મુખ થઈને જિનભાવના ભાવ. નિજભાવના તે જ
જિનભાવના છે, કેમકે “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ” જેવું શુદ્ધજિનપદ છે તેવું જ શુદ્ધ
નિજપદ છે, તેની ભાવનાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ પ્રગટે છે, ને તેનાથી જ ભવભવનાં દુઃખોનો
અંત આવીને પરમસુખની પ્રાપ્તિ થાય છે. માટે ફરીફરીને આચાર્યભગવાન ઉપદેશ આપે છે કે હે જીવ! તું
જિનભાવના ભાવ! સ્વસન્મુખ થઈને શુદ્ધાત્માની ભાવના ભાવ.
અરે જીવ! સંસારમાં નવા નવા જન્મ ધારણ કરી કરીને, નવી નવી માતાના દૂધ તેં એટલા પીધા કે
સમુદ્રના પાણીથી પણ તે અધિક થાય. ભૂંડના અવતારમાં ભૂંડણીના દૂધ પીધાં, સિંહના અવતારમાં સિંહણના
દૂધ પીધાં, હાથીના અવતારમાં હાથણીનાં દૂધ પીધાં, ગધેડાના અવતારમાં ગધેડીના દૂધ પીધાં–અને મનુષ્યના
અવતારમાં મનુષ્યની માતાના દૂધ પીધાં–એમ અનંત અવતારમાં અનંત દરિયા ભરાય એટલા દૂધ પીધાં.
એક માત્ર જિનભાવના વિના જીવે આવા અવતાર કર્યા.
જન્મીને જનેતાના દૂધ પીધાં ને મરીને માતાને રોવડાવી; મરીમરીને એટલી માતાને રોવડાવી કે જેના

PDF/HTML Page 9 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૧૪
આંસુના અનંતા દરિયા ભરાય! અરે, આત્માની ભાવના વગર તેં આવા અનંત જન્મ–મરણ કર્યા.
નાનપણમાં બાળકનો વિરહ થાય ત્યાં માતા રોવે; શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નને નાનપણમાં કોઈ વિદ્યાધર
ઉપાડી ગયેલો, તેની પાછળ તેની માતા રુકમિણી પુત્રના વિરહથી ઝૂરતી હતી. પ્રદ્યુમ્ન તો મોક્ષગામી
હતો પણ અજ્ઞાનદશામાં જીવે અનંતવાર આવી માતાઓને રોવડાવી, અને મરણ થતાં પણ માતાએ જે
રૂદન કર્યા તે આંસુના અનંત દરિયા ભરાય–એટલી માતાને તેં રોવડાવી! તું પોતે પણ અનંતવાર એવા
દુઃખ પામ્યો.
વળી હે જીવ! આ સંસારમાં અજ્ઞાનથી પરિભ્રમણ કરતાં તે એટલા શરીર ધારણ કર્યા કે તેના નખ–
કેશનો ઢગલો અનંતા મેરુપર્વત જેટલો થાય. અજ્ઞાનથી આવા અવતાર કર્યા માટે હવે તો જિનભાવના ભાવ!
એવો ઉપદેશ છે. તારા હિતને માટે આ અવસર આવ્યો છે.
તારા ચૈતન્યને ભૂલીને જળમાં ને સ્થળમાં, પર્વતમાં ને અગ્નિમાં, વનસ્પતિમાં ને વાયરામાં એમ
સર્વત્ર અનંતવાર તેં વાસ કર્યો, તેમાં જન્મ્યો ને તેમાં મર્યો–અરે જીવ! આવા આવા અનંત અવતારમાંથી તું
પસાર થયો–છતાં તું તે જ છો, તારી નિત્યતા સામે નજર તો કર! નિત્યતાને નીહાળતાં અનિત્ય એવા
શરીરમાંથી અહંભાવ છૂટી જશે.
વળી હે જીવ! આ સંસારમાં ભવભવમાં ભમતાં તે જગતનાં સર્વ ગ્રાહ્ય પુદ્ગલોને ફરી ફરી
અનંતવાર ગ્રહ્યા, ત્રણ ભુવનના ઉદરમાં રહેલા સર્વ પુદ્ગલોને તેં તારા ઉદરમાં ઠાલવ્યા–અનંતવાર ફરીફરીને
ભોગવ્યા! છતાં તને તૃપ્તિ ન થઈ. અને તરસથી પીડિત એવા તેં ત્રણ જગતના સર્વ પાણી પીધાં છતાં તારી
તૃષા શાંત ન થઈ, માટે હવે તું સંસારનું મંથન કરવા માટે નિશ્ચયરત્નત્રયનું ચિંતવન કર! નિશ્ચય
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના સેવનથી તારી અનંતકાળની ભૂખ ભાંગશે, શાંત ચૈતન્યજળથી અનંતકાળની
તારી તૃષા તૂટશે. તારા દુઃખ દેખીને આચાર્યદેવ દયાળુ થઈને વારંવાર ઉપદેશ આપે છે કે હે ભાઈ! આવા
દુઃખોથી છૂટવા તું મુક્તિનો ઉપાય કર...એટલે કે નિશ્ચયરત્નત્રયનું સેવન કર, ચૈતન્યસન્મુખ થઈને તું
જિનભાવના ભાવ!
એકત્વ ચિદાનંદ સ્વભાવની ભાવના તે આ જગતમાં સર્વત્ર સુંદર છે. તે એકત્વસ્વભાવને ભૂલીને
ભવબંધનમાં પડેલા જીવે દુઃખથી એટલા આંસુ પાડ્યા કે તે આંસુના અનંતા દરિયા ભરાય. એનું દુઃખ દેખીને
બીજાને જે આંસુ આવ્યા તેના પણ અનંત દરિયા ભરાય, ને તેણે પોતે રોઈરોઈને જે આંસુડાં પાડ્યા તેના
પણ અનંત દરિયા ભરાય. માટે અરે જીવ! હવે આવા ભવભવના દુઃખોથી છૂટવા તું તારા એકત્વસ્વભાવની
ભાવના ભાવ! જગતના આહાર તેં અનંતવાર ગ્રસ્યા પણ અનાહારી આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ
તેં કદી ન ચાખ્યો. જગતના પાણી તેં અનંતવાર પીધા, પણ ચૈતન્યના શાંતરસનું પાન તેં કદી ન કર્યું. હવે તો
તારા ચૈતન્યને ચાખ.
“કહૈ વિચક્ષણ પુરુષ સદા મેં એક હૂં,
અપને રસમેં ભર્યો અનાદિ ટેક હૂં;
મોહ કરમ મમ નાહીં, નાહીં ભ્રમરસ કૂપ હૈ,
શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ.”
વિચક્ષણ થઈને એટલે ભેદજ્ઞાની થઈને, તારા શુદ્ધ ચેતનાસમુદ્રમાં એકવાર ડૂબકી માર ને તારા
ચૈતન્યના નિજરસનો સ્વાદ અનુભવમાં લે. તેં તારા અનુભવના રસને ન ચાખ્યો ને આકુળતાના જ રસને
ભોગવ્યો. માટે હવે તો અંતર્મુખ થઈ, શુદ્ધાત્માની ભાવનારૂપ જિનભાવના ભાવ–જેથી અનંતકાળના દુઃખનો
અંત આવે, ને ચૈતન્યનો પરમ આનંદ તને પ્રાપ્ત થાય.–એમ ભગવાન આચાર્ય દેવનો ઉપદેશ છે.
* * * * *

PDF/HTML Page 10 of 21
single page version

background image
શ્રાવણ : ૨૪૮૭ : :
નિશ્ચય – વ્યવહાર મીમાંસા
(જૈન તત્ત્વ મીમાંસા અ. ૯ ચાલુ)
(મૂળ પુસ્તક પૃ. ર૩૮ થી અનુવાદ ચાલુ)
૧૦પ. સદ્ભૂત વ્યવહારનયથી જેમ આ અસદ્ભૂત વ્યવહારનય પણ બે પ્રકારનો છે. અનુપચરિત
અસદ્ભૂત વ્યવહારનય અને ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનય. અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયનું લક્ષણ
આપતાં પંચાધ્યાયીમાં કહ્યું છે–
अपि वासद्भूतो योऽनुपचरिताख्यो नयः स भवति यथा ।
क्रोधाद्या जीवस्य हि विवक्षिताश्चेदबुद्धिभवाः ।। १–५४६।।
અર્થ:– જે બુદ્ધિમાં ન પકડાય તેવા (અવ્યક્ત) ક્રોધાદિ ભાવ થાય છે એને જીવના સ્વીકારનાર નય
અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનય છે. ૧–પ૪૬.
મૂર્ત ક્રોધાદિને જીવના કહેવા એ અસદ્ભૂત વ્યવહારનય છે એ તો અમે પહેલાં જ બતાવી દીધું છે.
તેમાં પણ જે નય અન્ય વિશેષણથી રહિત થઈને જ તેમને જીવના સ્વીકારે છે, તેમાં વિશેષણ વડે અન્ય
ઉપચારને સ્થાન મળતું નથી. માટે અબુદ્ધિપૂર્વક ક્રોધાદિક સૂક્ષ્મ હોવાથી તે સમયનો જ્ઞાનોપયોગ તેમને જાણી
શકતો નથી તેથી તેને અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનય કહેવામાં આવેલ છે એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
૧૦૬. ઉક્ત કથનને ધ્યાનમાં રાખીને ઉપચરિતઅસદ્ભૂત વ્યવહારનયનું લક્ષણ પંચાધ્યાયીમાં આ
રીતે પ્રાપ્ત થાય છે.
उपचरितोऽसद्भूतो व्यवहारख्यो नयः स भवति यथा
क्रोधाद्याः औदयिकाश्चितश्वेद् बुद्धिजा विवक्ष्याः स्युः ।। १–५४९।।
बीजं विभावभावाः स्वपरोभयहेतवस्तथा नियमात्
सत्यपि शक्ति विशेषे न परनिमित्ताद्विना भवन्ति यतः ।। १–५५०।।
અર્થ:– જ્યારે જીવના ક્રોધાદિ ઔદયિક ભાવ બુદ્ધિ ગોચર થઈને વિવક્ષિત થાય છે ત્યારે તે રૂપે તેને
સ્વીકારનાર ઉપચરિત અસદ્ભૂત વ્યવહારનય હોય છે. ૧–પ૪૯. આ નયની પ્રવૃત્તિમાં આ કારણ છે કે જેટલા
વિભાવભાવ હોય છે તે નિયમથી સ્વ અને પરહેતુક હોય છે કેમકે દ્રવ્યમાં વિભાવરૂપે પરિણમન કરવાની
શક્તિ વિશેષ હોવા વિશેષ પણ તેઓ પર નિમિત્ત વિના થતા નથી. ૧–પપ૦.
૧૦૭. મૂળમાં બુદ્ધિજન્ય ક્રોધાદિને ઉપચરિતઅસદ્ભૂતવ્યવહારનયનું ઉદાહરણ કહ્યું છે તેથી અહીં
એમ સમજવું જોઈએ કે સમ્યગ્દ્રષ્ટિના ઉપયોગમાં જ્ઞાન અને બુદ્ધિપૂર્વક ક્રોધાદિ એ બન્ને અલગ અલગ જણાય
છે તોપણ તે ક્રોધાદિને જ્ઞાનના કહેવા એ ઉપચાર છે. એ જ ઉપચારને ધ્યાનમાં રાખીને ઉક્ત ઉદાહરણને
ઉપચરિત અસદ્ભૂતવ્યવહારનયનો વિષય માન્યો છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૧૪
૧૦૮. અહીં અન્ય દ્રવ્યના ગુણધર્મને અન્ય દ્રવ્યમાં મેળવવું તેને અસદ્ભૂતવ્યવહારનય કહ્યો છે. આ
ઉપરથી એ શંકા થાય છે કે આ રીતે તો ‘જીવ વર્ણાદિમાન છે’ એમ સ્વીકારનાર દ્રષ્ટિને પણ અસદ્ભૂત
વ્યવહારનય માનવો પડશે, કેમ કે આ ઉદાહરણમાં પણ અન્યદ્રવ્યના ગુણધર્મનો અન્ય દ્રવ્યમાં આરોપ
કરવામાં આવ્યો છે. પરંતુ વિચારીને જોતાં આ શંકા સાચી લાગતી નથી કેમકે વાસ્તવમાં નયનું લક્ષણ તો જે
વસ્તુના જે ગુણ ધર્મ છે તેમને તેના જ બતાવવા તે જ હોઈ શકે. જો કોઈ પણ નય એક વસ્તુના ગુણધર્મને
અન્ય વસ્તુના બતાવે તો તે નય જ નહિ થાય. માટે જીવ વર્ણાદિમાન છે એવા વિચારને સમ્યક્ નય માની
શકાય નહિ, કેમકે વર્ણાદિમાન તો પુદ્ગલ જ હોય છે, જીવ નહિ. જીવમાં તો તેમનો અત્યંતાભાવ જ છે છતાં
પણ અહીં અન્ય દ્રવ્યના ગ્રુણધર્મને અન્ય દ્રવ્યમાં આરોપ જેવાને અસદ્ભૂત વ્યવહારનય કહેવામાં આવેલ છે
તે કથનનો અભિપ્રાય જ જુદો છે. વાત એમ છે કે રાગાદિ ભાવ જીવમાં ઉત્પન્ન થવા છતાં પણ નૈમિત્તિક હોય
છે તેથી બન્ધપર્યાયની દ્રષ્ટિથી અતદ્ગુણ માનીને જેવી રીતે તેમનો જીવમાં આરોપ કરવાનું બને છે તેવી રીતે
પુદ્ગલ સાથે તાદાત્મ્ય પામેલ વર્ણાદિ ગુણોનો જીવમાં આરોપ કરવાનું ત્રણકાળમાં બની શકતું નથી. જો
વ્યવહારનો આશ્રય લઈને જીવને વર્ણાદિમાન માનવામાં પણ આવે તો તેને સ્વીકારનાર નય મિથ્યા નય જ
હશે. તેને સમ્યક્નય માનવો કોઈ પણ રીતે શક્્ય નથી કેમકે જે નય જુદી સત્તાવાળાં બે દ્રવ્યોમાં એકત્વ બુદ્ધિ
ઉત્પન્ન કરે તે સમ્યક્નય હોઈ શકે નહિ. જે પદાર્થ જે રૂપે અવસ્થિત છે તેને તે જ રૂપે સ્વીકારનાર જ્ઞાનને જ
પ્રમાણ માનવામાં આવ્યું છે અને નયજ્ઞાન પ્રમાણજ્ઞાનનો જ ભેદ છે. જો આ જ્ઞાનોમાં કોઈ અન્તર હોય તો
તે એટલું જ કે પ્રમાણજ્ઞાન અંશભેદ કર્યા વિના પદાર્થને સમગ્ર ભાવથી સ્વીકારે છે અને નયજ્ઞાન એક એક
અંશ વડે તેને સ્વીકારે છે. તેથી અહીં એમ જ સમજવું જોઈએ કે જે નયજ્ઞાન વિવક્ષિત પદાર્થના ગુણધર્મને
તેના જ બતાવે છે તે જ નયજ્ઞાન સમ્યક્ની ગણતરીમાં આવે છે, અન્ય નયજ્ઞાન નહિ.
૧૦૯. પંચાધ્યાયીમાં નયનું લક્ષણ તદ્ગુણ સંવિજ્ઞાનરૂપ કહેવાનું એ જ કારણ છે. જો એમ કહેવામાં
આવે કે જો એમ વાત હોય તો બીજી જગ્યાએ (અનગાર ધર્મામૃત અને આલાપ પદ્ધતિ આદિ ગ્રન્થોમાં)
અતદ્ગુણ આરોપને અસદ્ભૂત વ્યવહારનય બતાવીને ‘શરીર મારું છે’ એમ સ્વીકારનાર વિકલ્પ જ્ઞાનને
અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનય અને ‘ધન મારું છે’ એમ સ્વીકારનાર વિકલ્પજ્ઞાનને ઉપચરિત અસદ્ભૂત
વ્યવહારનય કેમ માનવામાં આવેલ છે? સમાધાન એ છે કે મિથ્યાદ્રષ્ટિને અજ્ઞાનવશ અને સમ્યગ્દ્રષ્ટિને
રાગવશ શરીરાદિ પરદ્રવ્યોમાં મમકારરૂપ વિકલ્પ થાય છે એમાં સંદેહ નથી. પણ શું એ વિકલ્પના થવા માત્રથી
જ તે અનાત્મભૂત શરીરાદિ પદાર્થ તેના આત્મભૂત થઈ જાય છે? જો એમ કહેવામાં આવે કે તે રહે છે તો
અનાત્મભૂત જ તે (શરીરાદિ પદાર્થ) આત્મભૂત ત્રણકાળમાં થઈ શકતા નથી. છતાં પણ મિથ્યાદ્રષ્ટિની વાત
છોડો, સમ્યગ્દ્રષ્ટિને પણ રાગવશ ‘આ મારા’ એવી જાતનો વિકલ્પ તો થાય જ છે. એને મિથ્યા કેવી રીતે માની
શકાય? સમાધાન એ છે કે સમ્યગ્દ્રષ્ટિને લોકવ્યવહારની દ્રષ્ટિથી રાગવશ ‘આ મારા’ એ જાતનો વિકલ્પ થાય
છે એમાં શંકા નથી. અહીં સમ્યગ્દ્રષ્ટિને એ જાતનો વિકલ્પ જ થતો નથી. અહીં એ બતાવવાનું પ્રયોજન નથી.
પણ અહીં જોવાનું એ છે કે જ્યાં સમ્યગ્દ્રષ્ટિના ‘આ મારા’ એવા વિકલ્પને પણ ‘સ્વ’ કહ્યો નથી ત્યાં શરીરાદિ
પરદ્રવ્યોને તેનું ‘સ્વ’ કેવી રીતે માની શકાય? અર્થાત્ ત્રણ કાળમાં માની શકાતું નથી.
૧૧૦. એ જ અભિપ્રાય ધ્યાનમાં રાખીને સમય પ્રાભૃતમાં કહ્યું પણ છે :–
अहमेदं एदमहं अहमेदस्सेव होमि मम एदं
अण्णं जं पर दव्वं सच्चित्ताचित्तमिस्सं वा ।। २०।।
आसि मम पुव्वमेदं एयस्स अहं पि आसि पुव्वं हि ।
होहिदि पुणोवि मज्झं एयस्स अहं पि होस्सामि ।। २१।।
एवं तु असब्भूदं आदवियप्पं करेदि संमूढो
भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ।। २२।।
અર્થ :– જે પુરુષ સચિત્ત, અચિત્ત અને મિશ્રરૂપ અન્ય પરદ્રવ્યોના આશ્રયથી એવો મિથ્યા આત્મવિકલ્પ

PDF/HTML Page 12 of 21
single page version

background image
શ્રાવણ : ૨૪૮૭ : ૧૧ :
કરે છે કે ‘હું’ આ શરીર (ધન અને મકાન આદિ) રૂપ છું, એ મારા સ્વરૂપ છે, હું એમનો છું, એ મારાં છે, એ
પહેલાં મારાં હતાં, હું પહેલાં એમનો હતો, એ મારાં ભવિષ્યમાં થશે અને હું પણ ભવિષ્યમાં એમનો થઈશ’ તે
મૂઢ છે, પણ જે પુરુષ ભૂતાર્થને જાણીને આવો મિથ્યા આત્મવિકલ્પ કરતો નથી તે જ્ઞાની છે. ૨૦–૨૨
૧૧૧. તેથી જેટલા કોઈ રાગાદિ વૈભાવિકભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે તેમને આત્માના માનવા તે
તો શ્રદ્ધામૂલક જ્ઞાનનયની અપેક્ષાએ અસદ્ભૂત વ્યવહારનયનો વિષય થઈ શકે છે. પરંતુ આ દ્રષ્ટિથી ‘શરીર
મારું’ અને ‘ધન મારું’ એ ઉદાહરણ અસદ્ભૂતવ્યવહારનયના વિષય થઈ શકતા નથી, પંચાધ્યાયીમાં આ જ
તથ્યનો વિવેક કરીને રાગાદિને અસદ્ભૂતવ્યવહારનયનું ઉદાહરણ કહેવામાં આવ્યું છે. શરીરાદિ અને ધનાદિ
પરદ્રવ્ય છે, તેથી તે તો આત્મામાં અસદ્ભૂત છે જ. એના સંબંધથી ‘આ મારાં’ એવી જાતનો જે આત્મવિકલ્પ
થાય છે તે પણ જ્ઞાયક સ્વભાવમાં અસદ્ભૂત છે. એ જ તથ્યને ધ્યાનમાં રાખીને આચાર્ય કુન્દકુન્દે એવો
વિકલ્પ કરનારને મૂઢ–અજ્ઞાની કહ્યો છે. અને એ વાત યોગ્ય પણ છે, કેમ કે જે પરદ્રવ્ય છે તેમાં આ જીવની
જો આત્મબુદ્ધિ બની રહે તો તે જ્ઞાની કેવી રીતે થઈ શકે?
૧૧૨. એટલું અવશ્ય છે કે સમ્યગ્દ્રષ્ટિને શરીરાદિ પરદ્રવ્યોમાં આત્મબુદ્ધિ તો હોતી નથી પણ જ્યાંસુધી
પ્રમાદદશા છે ત્યાં સુધી રાગ અવશ્ય થાય છે, તેનો નિષેધ નથી. જો કે આ રાગ પણ આત્માનો સ્વભાવ નથી
તેથી તેને પરભાવ કહ્યો છે પણ તે થાય છે આત્મામાં જ. દરેક સમ્યગ્દ્રષ્ટિ આ સત્યને જાણે છે. ફક્ત જાણતા
જ નથી, પણ એવી શ્રદ્ધા પણ હોય છે કે આ રાગ આત્મામાં ઉત્પન્ન થવા છતાં પણ કર્મ (અને નોકર્મ) ના
સંબંધથી જ ઉત્પન્ન થાય છે, તેમના અભાવમાં ઉત્પન્ન થતા નથી. માટે એ મારો સ્વભાવ ન હોવાથી પર છે,
તેથી જ હેય છે અને આ જે સમ્યક્ત્વાદિ સ્વભાવભૂત આત્માના ગુણ છે તે આત્માના સ્વભાવની સન્મુખ
થતાં જ ઉત્પન્ન થાય છે, પરનિમિત્તોનો આશ્રય લેવાથી ત્રણકાળમાં ઉત્પન્ન થતા નથી. માટે મારે
પરનિમિત્તોનું આલંબન છોડીને માત્ર પોતાના ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનું જ આલંબન લેવું કલ્યાણકારી છે.
સમ્યગ્દ્રષ્ટિની આવી શ્રદ્ધા હોવાને લીધે તે આત્મામાં રાગાદિ વૈભાવિક ભાવોનો સ્વીકાર તો કરે છે પણ
પરભાવરૂપે જ સ્વીકાર કરે છે. આ રીતે રાગાદિ પરભાવ છે છતાં પણ તેમને આત્મામાં સ્વીકારવામાં આવ્યા
તેથી જે અન્ય વસ્તુના ગુણધર્મને અન્યમાં આરોપિત કરે છે તે અસદ્ભૂત વ્યવહારનય છે. એ લક્ષણ પ્રમાણે
તો ‘રાગાદિ જીવના’ એને અસદ્ભૂતવ્યવહારનયનું ઉદાહરણ માનવું યોગ્ય છે પણ ‘શરીરાદિ મારાં અને
ધનાદિ મારાં’ એવા વિશેષણ યુક્ત વિકલ્પને અસદ્ભૂતવ્યવહારનયનું ઉદાહરણ માનવું યોગ્ય નથી, છતાં પણ
બીજી જગ્યાએ (અનગારધર્મામૃત અને આલાપપદ્ધતિ આદિમાં) ‘શરીર મારું, ધન મારું’ એને સ્વીકારનાર
જે અસદ્ભૂતવ્યવહારનય કહ્યો છે તે સમ્યગ્દ્રષ્ટિના લૌકિક વ્યવહારને સ્વીકારનાર જ્ઞાનની મુખ્યતાથી કહ્યો
છે, શ્રદ્ધા ગુણની મુખ્યતાથી નહિ.
૧૧૩. વાત એ છે કે લોકમાં ‘આ શરીર મારું, આ ધન અથવા અન્ય પદાર્થ મારાં’ એવો
અજ્ઞાનમૂલક બહુજન સમ્મત વ્યવહાર હોય છે અને સમ્યગ્દ્રષ્ટિ પણ એને જાણે છે. જો કે એ વ્યવહાર મિથ્યા
છે, કેમ કે જે શરીરાદિના આશ્રયથી લોકમાં આ વ્યવહાર પ્રવર્તે છે તેનો આત્મામાં અત્યન્તાભાવ છે. છતાં
પણ સમ્યગ્દ્રષ્ટિના જ્ઞાનમાં લોકમાં એવો વ્યવહાર હોય છે તેનો સ્વીકાર છે. બસ એ જ વાત ધ્યાનમાં રાખીને
બીજે ‘શરીર મારું, ધન મારું’ એ વ્યવહારને સ્વીકારનાર નયને અસદ્ભૂત વ્યવહારનય કહેવામાં આવેલ છે.
૧૧૪. લોકમાં આ જ જાતના બીજા પણ ઘણા વ્યવહાર પ્રચલિત છે. જેમ કે પરદ્રવ્યના આશ્રયે કર્તા–
કર્મ વ્યવહાર, ભોક્તા–ભોગ્યવ્યવહાર અને આધાર–આધેય વ્યવહાર આદિ. આ બધા વ્યવહારોના સંબંધમાં
પણ આ જ દ્રષ્ટિકોણથી વિચાર કરી લેવો જોઈએ. શ્રદ્ધાગુણની દ્રષ્ટિથી જો વિચાર કરવામાં આવે તો ન તો’
આત્મા કર્તા છે અને અન્ય પદાર્થ તેનું કર્મ છે’–એ વ્યવહાર બને છે, ન ‘આત્મા ભોક્તા છે અને અન્ય પદાર્થ
ભોગ્ય છે’– એ વ્યવહાર બને છે, તથા ન ‘ઘટાદિ પદાર્થ આધાર છે

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૧૪
અને જલાદિ પદાર્થ આધેય છે’–એ વ્યવહાર બને છે કેમ કે એક પદાર્થનો બીજા પદાર્થમાં અત્યન્તાભાવ
હોવાથી નિશ્ચયથી બધા પદાર્થો સ્વતન્ત્ર છે, કર્તા–કર્મ આદિરૂપ જે કોઈ વ્યવહાર હોય છે તે પોતાનામાં જ
હોય છે. બે દ્રવ્યોના આશ્રયે આ જાતનો વ્યવહાર ત્રણ કાળમાં બની શકતો નથી તેથી તે પોતાની શ્રદ્ધામાં
આ બધા વ્યવહારોને પરમાર્થરૂપે સ્વીકારતા નથી. પરંતુ નિમિત્તાદિની દ્રષ્ટિથી આ વ્યવહાર હોય છે એમ તે
જાણે છે એટલું અવશ્ય છે. માટે શ્રદ્ધાની અપેક્ષાએ આ બધા વ્યવહારોનો કોઈ નયમાં સમાવેશ ન હોવા છતાં
પણ જ્ઞાનની અપેક્ષાએ એનો અસદ્ભૂત વ્યવહારનયમાં સમાવેશ થાય છે. પંચાધ્યાયીમાં આ વ્યવહારોને
સ્વીકારનાર નયને નયાભાસ કહેવાનું અને બીજે એને નયરૂપે સ્વીકારવાનું એ જ કારણ છે.
૧૧પ. આ રીતે મોક્ષમાર્ગની દ્રષ્ટિથી નિશ્ચયનય અને વ્યવહારનયનું સ્વરૂપ શું છે એનો વિચાર કર્યો.
એથી જ આપણને એ જ્ઞાન થાય છે કે જીવનસંશોધનમાં નિશ્ચયનય શામાટે ઉપાદેય છે અને વ્યવહારનય કેમ
હેય છે? આચાર્ય કુન્દકુન્દ મોક્ષમાર્ગમાં ઉપાદેયરૂપે વ્યવહારનયનો આશ્રય કરનાર જીવને પર્યાયમૂઢ કહે છે
તેનું કારણ પણ એ જ છે. તેઓ પ્રવચનસારમાં પોતાનો આ ભાવ વ્યક્ત કરતાં કહે છે:–
अत्थो खलु दव्यमओ दव्याणि गुणप्पगाणि भणिदानि ।
तेहिं पुणो यज्जाया पज्जयमूढा हि परसमया ।। ९३।।
અર્થ:– પ્રત્યેક પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે, દ્રવ્ય ગુણાત્મક કહેવામાં આવ્યાં છે અને તે બન્નેથી પર્યાય થાય છે.
જે પર્યાયમાં મૂઢ છે તે પરસમય છે. ૯૩.
૧૧૬. પ્રવચનસારની ઉક્ત ગાથા દ્વારા એ જ્ઞાન કરાવવામાં આવ્યું છે કે વસ્તુસ્વરૂપનો નિર્ણય કરતી
વખતે જેમ અભેદગ્રાહી દ્રવ્યાર્થિક (નિશ્ચય) નય ઉપયોગી છે તેવી જ રીતે ભેદગ્રાહી (પર્યાયાર્થિક) નય પણ
ઉપયોગી છે એમાં શંકા નથી. પણ આ સંસારી જીવ અનાદિકાળથી પોતાના નિશ્ચયરૂપ આત્મસ્વરૂપને ભૂલીને
માત્ર પર્યાયમૂઢ થઈ રહ્યો છે અર્થાત્ પર્યાયને જ પોતાનું સ્વરૂપ સમજી રહ્યો છે. એક તો અજ્ઞાનવશ તે
પોતાના સ્વરૂપને જાણતો જ નથી. જ્યારે જે મનુષ્યાદિ પર્યાય મળે છે તેને આત્મા માનીને એ એના જ
રક્ષણમાં પ્રયત્નશીલ રહે છે. જો તેની હાનિ થાય છે તો એ પોતાની હાનિ માને છે અને તેની પ્રાપ્તિમાં
પોતાનો લાભ માને છે. કોઈ સમયે તેને આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં આવે પણ છે તોપણ તે
પોતાની જૂની ટેવ છોડવામાં સમર્થ થતો નથી. ફળ સ્વરૂપે આ જીવ અનાદિકાળથી પર્યાયમૂઢ બની રહ્યો છે
અને જ્યાં સુધી પર્યાયમૂઢ રહ્યા કરશે ત્યાં સુધી તેને સંસારની જ વૃદ્ધિ થયા કરશે. તેથી આ જીવને તે
પર્યાયોમાં અભેદરૂપ અનાદિઅનંત એક ભાવ જે ચેતન દ્રવ્ય છે તેને ગ્રહણ કરીને અને તેને નિશ્ચયનયનો
વિષય કહીને જીવદ્રવ્યનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે અને પર્યાયાશ્રિત ભેદનયને ગૌણ કરવામાં આવેલ છે.
સાથોસાથ અભેદદ્રષ્ટિમાં તે ભેદો દેખાતા નથી, તેથી અભેદદ્રષ્ટિની દ્રઢ શ્રદ્ધા કરાવવા માટે કહેવામાં આવ્યું છે
કે જે પર્યાયનય છે તે વ્યવહાર છે, અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. તે મોક્ષમાર્ગમાં અનુસરવા યોગ્ય નથી
અર્થાત્ મોક્ષમાર્ગમાં લક્ષ્યરૂપે સ્વીકારવા યોગ્ય નથી. એ જ રીતે નિમિત્તાદિની અપેક્ષાએ જે વ્યવહારની
પ્રવૃત્તિ થાય છે તે પણ ઉપચરિત હોવાથી મોક્ષમાર્ગમાં અનુસરવા યોગ્ય નથી. જો કે એ તો અમે માનીએ
છીએ કે નિમિત્તાદિની અપેક્ષાએ લોકમાં જે વ્યવહાર થાય છે તે ઉપચરિત હોવા છતાં પણ ઈષ્ટ અર્થનો બોધ
કરાવવામાં સહાયક બને છે. જેમ ‘ઘીનો ઘડો’ કહેતાં તે જ ઘડાની શ્રદ્ધા થાય છે કે જેમાં ઘી ભરવામાં આવ્યું
છે, અથવા તો ‘કુંભારને બોલાવી લાવો’ એમ કહેતાં તે જ મનુષ્યની પ્રતીતિ થાય છે કે જે ઘડાની ઉત્પત્તિમાં
નિમિત્ત હોય છે. પરંતુ આ વ્યવહારને મોક્ષમાર્ગમાં ઉપાદેયરૂપે સ્વીકારતાં સ્વાવલંબી વૃત્તિનો અંત આવીને
માત્ર પરાવલંબી વૃત્તિને જ આશ્રય મળે છે. માટે અભૂતાર્થ (અસત્યાર્થ) હોવાથી એ વ્યવહાર પણ
અનુસરવા યોગ્ય માનવામાં આવ્યો નથી.
૧૧૭. અહીં એમ સમજવું જોઈએ કે જેણે અભેદદ્રષ્ટિનો આશ્રય કરીને પર્યાયદ્રષ્ટિ અને ઉપાચારદ્રષ્ટિને
હેય સમજી લીધી છે તે પોતાની શ્રદ્ધામાં તો એમ જ માને

PDF/HTML Page 14 of 21
single page version

background image
શ્રાવણ : ૨૪૮૭ : ૧૩ :
છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા વગેરે ત્રણકાળમાં થઈ શકતું નથી. જે મારી સંસાર પર્યાય થઈ રહી છે તેનો
કર્તા એક માત્ર હું છું અને મોક્ષ પર્યાય હું જ મારા પુરુષાર્થથી પ્રગટ કરીશ. એમાં બીજા પદાર્થો અકિંચિત્કર
છે. છતાં પણ જ્યાંસુધી તેના વિકલ્પ જ્ઞાનની પ્રવૃત્તિ થયા કરે છે ત્યાંસુધી તેને તે ભૂમિકામાં સ્થિત રહેવાને
માટે અન્ય સુદેવ, સુગુરુ અને આપ્ત ઉપદિષ્ટ આગમ વગેરે નિમિત્ત હોય છે. ત્યારે તો તેમના મુખમાંથી આવી
વાણી નીકળે છે –
मुझ कारज के कारण सु आप,
शिव करहु हरदु मम मोहताप
આચાર્ય કુન્દકુન્દે પણ આજ ભાવ વ્યક્ત કરતાં સમયપ્રાભૃતમાં કહ્યું છે :–
सुद्धो सुद्धादेसो णायव्वो परमभावदरिसीहिं ।
ववहार देसिया पुण जे दु अपरमे ट्ठिदा भावे ।। १२।।
જે શુદ્ધનય સુધી પહોંચીને શ્રદ્ધા સાથે પૂર્ણજ્ઞાન અને ચારિત્રવાન થઈ ગયા છે તેમને તો શુદ્ધ
(આત્મા) નો ઉપદેશ કરનાર શુદ્ધનય જાણવા યોગ્ય છે અને જે અપરમ ભાવમાં અર્થાત્ શ્રદ્ધા, જ્ઞાન ચારિત્રના
પૂર્ણભાવને નહિ પહોંચેલા સાધક અવસ્થામાં જ સ્થિત છે તે વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. ૧૨.
૧૧૮. આશય એ છે કે જેઓ અભેદ રત્નત્રયરૂપ અવસ્થાને પામ્યા છે તેમને પુદ્ગલ સંયોગના
નિમિત્તથી થતી અનેકરૂપતાને કહેનાર–બતાવનાર વ્યવહારનય કાંઈ કામનો નથી. પરંતુ અશુદ્ધનયનું કથન
યથા પદવી વિક્લ્પ દશામાં જ્ઞાન કરાવવા માટે પ્રયોજનવાન છે એટલું અવશ્ય છે. તાત્પર્ય એ છે કે અનુત્કૃષ્ટ
(મધ્યમ) ભાવનો જે અનુભવ કરે છે તે સાધક જીવને પરિપૂર્ણ શુદ્ધનય (કેવળજ્ઞાન) ની પ્રાપ્તિ ન થાય ત્યાં
સુધી શ્રદ્ધામાં સ્વભાવ દ્રષ્ટિની જ મુખ્યતા રહે છે. તે ભૂલ્યે ચૂકયે પણ વ્યવહારદ્રષ્ટિને ઉપાદેય માનતો નથી.
વ્યવહારધર્મરૂપ પ્રવૃત્તિ હોવી એ બીજી વાત છે અને વ્યવહારધર્મને આત્મકાર્ય અથવા મોક્ષમાર્ગ માનવો એ
બીજી વાત છે. સમ્્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગ તો સ્વભાવદ્રષ્ટિની પ્રાપ્તિ અને તેમાં સ્થિતિને જ માને છે. જો એને આ
દ્રષ્ટિ ન રહે તો તે સમ્યગ્દ્રષ્ટિ જ હોઈ શકે નહિ એ જ કારણ છે કે મોક્ષમાર્ગમાં વ્યવહારદ્રષ્ટિ આશ્રય કરવા
યોગ્ય નથી એમ કહેવામાં આવ્યું છે.
૧૧૯. આ વાત જરા વિચિત્ર તો લાગે છે કે સ્વભાવદ્રષ્ટિના સદ્ભાવમાં સમ્યગ્દ્રષ્ટિની પ્રવૃત્તિ પ્રાથમિક
અવસ્થામાં રાગરૂપ હોય છે, પરંતુ એમાં વિચિત્રતાની કોઈ વાત નથી. કેમ કે જેવી રીતે કોઈ વિદ્યાર્થીને
ભણવાનું લક્ષ્ય હોવા છતાં પણ તે સુવે છે, ખાય છે, હાલે ચાલે છે, અને મનોવિનોદનાં બીજા કાર્યો પણ કરે છે
છતાં પણ તે પોતાના લક્ષ્યથી ચ્યુત થતો નથી તેવી જ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ મોક્ષની ઉપાયભૂત
સ્વભાવદ્રષ્ટિને જ પોતાનું લક્ષ્ય બનાવે છે. કોઈવાર તેને રાગના આશ્રયે સાચા દેવ, ગુરુ અને શાસ્ત્રની
ઉપાસનાના ભાવ થાય છે, કોઈ વાર ધર્મોપદેશ આપવા અને સાંભળવાના ભાવ થાય છે, કોઈ વાર નિર્વાહના
સાધનો મેળવવાના ભાવ થાય છે અને કોઈ વાર અન્ય ભોજનાદિ કાર્યોમાં પણ તેની રુચિ થાય છે છતાં પણ
તે પોતાના ધ્યેયથી ચ્યુત થતા નથી. જો તે પોતાના ધ્યેયથી ચ્યુત થઈને બીજા કાર્યોને જ ઉપાદેય માનવા લાગે
તો જેવી રીતે લક્ષ્યને ચૂકતો વિદ્યાર્થી કદી પણ વિદ્યા મેળવવામાં સફળ થતો નથી તેવી જ રીતે મોક્ષ પ્રાપ્તિની
ઉપાયભૂત સ્વભાવદ્રષ્ટિથી ચ્યુત થતો સમ્યગ્દ્રષ્ટિ કદી પણ મોક્ષરૂપ આત્મકાર્ય સાધવામાં સફળ થતો નથી અને
ત્યારે તો જેમ વિદ્યાપ્રાપ્તિરૂપ લક્ષ્યથી ચ્યુત થયેલ વિદ્યાર્થી વિદ્યાર્થી રહેતો નથી તેવી જ રીતે મોક્ષપ્રાપ્તિની
ઉપાયભૂત સ્વભાવદ્રષ્ટિથી ભ્રષ્ટ થયેલ સયગ્દ્રષ્ટિ સમ્યગ્દ્રષ્ટિ જ રહેતો નથી. માટે અહીં એમ સમજવું જોઈએ કે
સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારનય જ્ઞાન કરાવવા માટે યથાપદવી પ્રયોજનવાન હોવા છતાં પણ તે મોક્ષકાર્યની સિદ્ધિમાં
રંચ માત્ર પણ આશ્રય કરવા યોગ્ય નથી. આચાર્યોએ જ્યાં પણ વ્યવહારદ્રષ્ટિને બંધમાર્ગ અને સ્વભાવદ્રષ્ટિને
મોક્ષમાર્ગ કહ્યો છે ત્યાં આ જ અભિપ્રાય કહ્યો છે. એનો જો કોઈ એમ અર્થ કરે કે આ રીતે વ્યવહારદ્રષ્ટિ
બન્ધમાર્ગ સિદ્ધ થતાં ન તો સમ્યગ્દ્રષ્ટિને દેવપૂજા, ગુરુસેવા દાન અને ઉપદેશ વગેરે દેવાના ભાવ જ થવા
જોઈએ તેમ

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૧૪
જ ન એને વ્યવહારધર્મરૂપ પ્રવૃત્તિ જ હોવી જોઈએ. તો એનો આવો અર્થ કરવો બરાબર નથી કેમ કે
સમ્યગ્દ્રષ્ટિને સ્વભાવદ્રષ્ટિ હોવા છતાં પણ રાગરૂપ પ્રવૃત્તિ થતી નથી એમ તો કહી શકાતું નથી કારણ કે જ્યાં
સુધી તેને રાગાંશ વિદ્યમાન છે ત્યાંસુધી તેને રાગરૂપ પ્રવૃત્તિ થતી રહે છે અને જ્યાંસુધી તેને રાગરૂપ પ્રવૃત્તિ થતી
રહે છે ત્યાંસુધી તેના ફળરૂપે દેવ પૂજાદિ વ્યવહારધર્મનો ઉપદેશ દેવાના ભાવ પણ થતાં રહે છે અને તે રૂપ
આચરણ કરવાના પણ ભાવ થતાં રહે છે. છતાં પણ તે પોતાની શ્રદ્ધામાં તેને મોક્ષમાર્ગ માનતા નથી તેથી તેના
કર્તા થતા નથી.
૧૨૦. આગમમાં સમ્યગ્દ્રષ્ટિને અબંધક કહ્યા છે તે સ્વભાવદ્રષ્ટિની અપેક્ષાએ જ કહેલ છે, રાગરૂપ
વ્યવહારધર્મની અપેક્ષાએ નહિ. સમ્યગ્દ્રષ્ટિ એક જ કાળે બંધક પણ છે અને અબંધક પણ છે. એ વિષયને
સ્વયં આગમમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં કહે છે :–
येनांशेन सुद्रष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।। २१२।।
येनांशेन ज्ञानं तेनांशेनास्य बन्धनं नास्ति
येनांशेन तुं रागस्तेनांशेनाय बन्धनं भवति ।। २१३।।
येनांशेन चरित्रं तेनांशेनास्य बन्धनं नास्ति
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।। २१४।।
અર્થ:– જે અંશથી આ જીવ સમ્યગ્દ્રષ્ટિ છે તે અંશથી તેને બન્ધન નથી, પણ જે અંશથી રાગ છે તે
અંશથી તેને બન્ધન છે. ૨૧૨ જે અંશથી આ જીવ જ્ઞાન છે તે અંશથી તેને બંધન નથી, પણ જે અંશથી રાગ
છે તે અંશથી તેને બંધન છે. ૨૧૩ જે અંશથી આ જીવ ચારિત્ર છે તે અંશથી તેને બંધન નથી, પણ જે
અંશથી રાગ છે તે અંશથી તેને બંધન છે. ૨૧૪
૧૨૧. આ રીતે નિશ્ચયનય અને વ્યવહારનયના વિવેચનથી એ નિર્ણય થઈ જતાં કે મોક્ષમાર્ગમાં માત્ર
નિશ્ચયનય કેમ ઉપાદેય છે અને યથાપદવી જાણવા માટે પ્રયોજનવાન હોવા છતાં પણ વ્યવહારનય કેમ ઉપાદેય નથી,
અહીં એના આશ્રયે ઉપદેશ દેવાની પદ્ધતિની મીમાંસા કરવાની છે. એ તો અમે પહેલાં જ બતાવી આવ્યા છીએ કે
નિશ્ચયનયમાં અભેદકથનની મુખ્યતા હોવાથી તે પરથી ભિન્ન ધ્રુવસ્વભાવી એકમાત્ર આત્માને જ સ્વીકારે છે.
૧૨૨. અસલમાં પરનું પેટ ઘણું મોટું છે. તેમાં સ્વ આત્મા સિવાય અન્ય દ્રવ્યો પોતાના ગુણ–પર્યાય સહિત
તો સમાયેલા છે જ, સાથો સાથ જેમને વ્યવહાર નય (પર્યાયાર્થિકનય) સ્વાત્મારૂપે સ્વીકારે છે તે પણ આ નયમાં
પર છે, તેથી નિશ્ચયનય સ્વાત્મારૂપે ન તો ગુણભેદને સ્વીકારે છે, ન પર્યાયભેદને સ્વીકારે છે અને ન નિમિત્તાશ્રિત
વિભાવભાવોને પણ સ્વીકારે છે. સંયોગ ઉપર એની દ્રષ્ટિ જ નથી. એ બધા એની દ્રષ્ટિમાં પર છે તેથી તે આ બધા
વિકલ્પોથી રહિત અભેદરૂપ અને નિત્ય એકમાત્ર જ્ઞાયકસ્વભાવ આત્માને જ સ્વીકારે છે.
૧૧૩. કાર્યકારણ પદ્ધતિની અપેક્ષાએ વિચાર કરતાં જ્યારે તે જ્ઞાયક સ્વભાવ આત્મા સિવાય બીજા
બધાને પર માને છે ત્યારે તે બીજાના આશ્રયે કાર્ય થાય છે એ દ્રષ્ટિકોણને કેવી રીતે સ્વીકારી શકે અર્થાત્ ન
સ્વીકારી શકે, તેથી તેની અપેક્ષાએ એક માત્ર એ જ પ્રતિપાદન કરવામાં આવે છે કે જે કોઈ પણ કાર્ય થાય છે
તે પોતાના ઉપાદાનથી જ થાય છે. તે જ તેનો નિજ ભાવ છે અને તે જ પોતાના પરિણમનરૂપ સામર્થ્યદ્વારા
કાર્યરૂપ પરિણમે છે. નિમિત્ત છે અને તે બીજાનું કાંઈ કરે છે એ કથન એને માન્ય જ નથી. એ તો નિશ્ચયનયની
તત્ત્વવિવેચનની પદ્ધતિ છે. પણ વ્યવહારનયની તત્ત્વવિવેચનની પદ્ધતિ એનાથી ભિન્ન પ્રકારની છે. એ ગુણભેદ
અને પર્યાયભેદરૂપ તો આત્માને સ્વીકારે જ છે. સાથો સાથ જે વિભાવભાવ અને સંયોગી અવસ્થા છે તે રૂપે
પણ આત્માને માને છે. આ નયનું બળ નિમિત્તો પર અધિક છે, તેથી આ નયની અપેક્ષાએ આ કાર્ય આ
નિમિત્તોથી થયું એમ કહેવામાં આવે છે. આ કથન આ જ નયમાં શોભે છે કે ‘જો નિમિત્ત ન હોય તો કાર્ય પણ
નહિ થાય,’ નિશ્ચયનયમાં નહિ. નિશ્ચયનયથી તો એમ જ કહેવામાં આવશે કે જ્યાંસુધી નિશ્ચયરત્નત્રયની
પ્રાપ્તિ થતી નથી ત્યાંસુધી પૂર્વના કોઈ પણ ભાવને વ્યવહાર રત્નત્રય કહેવા તે બરાબર નથી. અને

PDF/HTML Page 16 of 21
single page version

background image
શ્રાવણ : ૨૪૮૭ : ૧પ :
જ્યારે નિશ્ચયરત્નત્રયની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે તેની પહેલાં જે નવતત્ત્વોની શ્રદ્ધા, અને જ્ઞાન આદિ ભાવ
હોય છે તેને પણ ભૂત નૈગમનયથી વ્યવહાર રત્નત્રય કહેવાય છે. કારણ કે જ્યાંસુધી નિશ્ચય પ્રગટ થતો નથી
ત્યાંસુધી વ્યવહાર કોનો?
૧૨૪. અભવ્યોએ અનંતવાર દ્રવ્ય મુનિપદ ધારણ કર્યું પણ એમનું ચિત્ત રાગમાં અટકી રહેવાથી
તેમને ઈષ્ટ અર્થની પ્રાપ્તિ થઈ નહિ. માટે વ્યવહાર રત્નત્રય કાર્યસિદ્ધિમાં વસ્તુત: સાધક છે એવી શ્રદ્ધા છોડીને
ત્રિકાળી દ્રવ્યસ્વભાવની ઉપાસના વડે નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ કરવી જોઈએ. આ જીવને નિશ્ચય રત્નત્રયની
પ્રાપ્તિ થતાં વ્યવહાર રત્નત્રય હોય જ છે. તેને પ્રાપ્ત કરવા માટે જુદો પ્રયત્ન કરવો પડતો નથી. વ્યવહાર
રત્નત્રય સ્વયં ધર્મ નથી, નિશ્ચય રત્નત્રયના સદ્ભાવમાં તેના ઉપર ધર્મનો આરોપ કરાય છે એટલું અવશ્ય
છે. તેવી જ રીતે રૂઢિવશે જે જે કાર્યનું નિમિત્ત કહેવાય છે તેના સદ્ભાવમાં પણ ત્યાંસુધી કાર્યની સિદ્ધિ થતી
નથી કે જ્યાં સુધી જે કાર્યનું તે નિમિત્ત કહેવામાં આવે છે તેને અનુરૂપ ઉપાદાનની તૈયારી ન હોય. માટે
કાર્યસિદ્ધિમાં નિમિત્તોનું હોવું અકિંચિત્કર છે.
૧૨પ. જે સંસારી પ્રાણી નિમિત્તો મેળવવાના ભાવ તો કરે છે પણ ઉપાદાનની સંભાળ કરતા નથી તેઓ
ઈષ્ટાર્થની સિદ્ધિમાં સફળ થતા નથી અને અનંત સંસારના પાત્ર બની રહે છે. માટે નિમિત્ત કાર્યસિદ્ધિમાં સાધક
છે એવી શ્રદ્ધા છોડીને પોતાના ઉપાદાનને મુખ્યરૂપે લક્ષમાં લેવું જોઈએ. ઉપાદાનની યોગ્યતા થતાં નિમિત્ત મળે
જ છે, તેને મેળવવાં પડતાં નથી નિમિત્ત પોતે કાર્યસાધક નથી, પરંતુ ઉપાદાન કાર્યને અનુરૂપ વ્યાપાર કરતાં જે
બાહ્ય સામગ્રી તેમાં હેતુ થાય છે તેમાં નિમિત્તપણાનો વ્યવહાર કરવામાં આવે છે. નિમિત્ત–નૈમિત્તિકભાવની આ
વ્યવસ્થા અનાદિકાળથી બની રહી છે. કોઈ તેમાં ફેરફાર કરી શકતું નથી. તેથી જ પ્રત્યેક કાર્ય સ્વકાળે ઉપાદાન
અનુસાર પોતાના પુરુષાર્થથી થાય છે એ જ શ્રદ્ધા કરવી હિતકારી છે. આ રીતે બન્ને નયોની અપેક્ષાએ વિવેચન
કરવાની આ પદ્ધતિ છે માટે જ્યાં જે નયની અપેક્ષાએ વિવેચન કરવામાં આવ્યું હોય તેને તે જ રૂપે ગ્રહણ કરવું
જોઈએ. તેમાં અન્યથા કલ્પના કરવી તે ઉચિત નથી. નિશ્ચયકથન યથાર્થ છે અને વ્યવહાર કથન ઉપચરિત
(અયથાર્થ) છે, માટે ઉપચરિત કથનથી દ્રષ્ટિને હઠાવવા માટે જો વક્તા મોક્ષપ્રાપ્તિમાં પરમ સાધક
નિશ્ચયરત્નત્રયની દ્રષ્ટિથી તત્ત્વનું વિવેચન કરે છે તો તેનાથી વ્યવહારધર્મનો કેવી રીતે લોપ થાય છે એ
અમારી સમજમાં આવતું નથી. જ્યારે વસ્તુસ્થિતિ આવી છે કે નિશ્ચયરત્નત્રયને અનુરૂપ તત્ત્વનો નિર્ણય થઈ
જતાં તેની ભૂમિકા પ્રમાણે ઉપાસના કરનાર વ્યક્તિની જે વ્યવહાર ધર્મરૂપ પ્રવૃત્તિ હોય છે તે શુભરૂપ પુણ્યવર્ધક
જ હોય છે. પ્રાય: અશુભમાં તો તેની પ્રવૃત્તિ થતી જ નથી. આ રીતે નિશ્ચયનય અને વ્યવહારનય શું છે, તે
અનુસાર તત્ત્વવિવેચનની પદ્ધતિ શું છે અને મોક્ષમાર્ગમાં નિશ્ચયનય શા માટે આશ્રય કરવા યોગ્ય છે અને
વ્યવહારનય કેમ આશ્રય કરવા યોગ્ય નથી એનો સાંગોપાંગ ઊહાપોહ કર્યો.
*

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૧૪
સ્વભાવની ઉપલબ્ધિથી
ભવભ્રમણ ટળે છે


જીવ અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, પણ નિજ સ્વભાવની ઉપલબ્ધિ નહિ હોવાથી તે દુઃખી છે.
સ્વભાવની ઉપલબ્ધિ કેમ નથી?
–કેમકે જીવ પોતાના સ્વભાવને અનુસરતો નથી, ને બહાર નજર કરીને કર્મને અનુસરે છે, તેથી તે
પોતાના સ્વભાવને ઉપલબ્ધ કરતો નથી, એટલે તેને પોતાના આનંદનો અનુભવ થતો નથી. પણ વિકારી
ભાવની આકુળતાનો અનુભવ કરતો થકો તે ચાર ગતિના ભવમાં ભ્રમણ કરે છે.
તે ભ્રમણ કેમ ટળે?
જો પોતે પોતાના સ્વભાવને જ અનુસરે તો નિર્મળધર્મરૂપે પરિણમે; અને નિર્મળધર્મમાં ચાર ગતિનું
ફળ હોતું નથી, તે ધર્મ ચારે ગતિને નિષ્ફળ કરીને સિદ્ધપદને પમાડે છે. આ રીતે સ્વભાવની ઉપલબ્ધિથી
ભવભ્રમણ ટળે છે ભાઈ, તું અતીન્દ્રિય આનંદસ્વભાવથી ભરેલો છો, તે સ્વભાવને અનુસરતાં આનંદનો
સ્વાદ આવે; પણ પરને અનુસરતાં તો તારો આનંદનો સ્વાદ આકુળતાને લીધે બેસ્વાદ થઈ જાય છે. તારે
ચાર ગતિ ન જોઈતી હોય તો તું સ્વભાવને જ અનુસર. સ્વભાવને અનુસરવાના ફળમાં સંસારની ચાર ગતિ
ન હોય, તેમાં તો આનંદનો અનુભવ જ હોય. દેવગતિ મળે કે મનુષ્યગતિ મળે તે કાંઈ ધર્મનું ફળ નથી, તે
તો વિકારનું ફળ છે. ધર્મનું ફળ તો સ્વભાવની પ્રાપ્તિ અર્થાત્ મોક્ષ છે.
(પ્રવચનમાંથી)
આ જન્મનું કર્તવ્ય
ક્ષણિક પ્રસંગથી ચિત્તમાં વૈરાગ્ય લાવી એમ નક્કી કરવું કે આ જ
મનુષ્યભવમાં દેવ–ગુરુની ભક્તિના ભાવ અપૂર્વ પ્રગટાવી, આત્માની અપૂર્વ
રુચિ પ્રગટાવી, ભવનો અભાવ થઈને આત્માનું સુખ જે રીતે પ્રાપ્ત થાય–એવું
આ જન્મમાં કરવું છે.–એવી ભાવના જરૂર કરવી.

PDF/HTML Page 18 of 21
single page version

background image
શ્રાવણ : ર૪૮૭ : ૧૭ :
ત્ત્દ્રિષ્ટ જા ?
સમયસાર ગાથા ૩૭ર માં યથાર્થ વસ્તુસ્થિતિ પ્રસિદ્ધ કરીને
આચાર્યદેવ કહે છે કે હે જીવો! તમે આ પ્રમાણે જાણો; આવી
વસ્તુસ્થિતિ જાણતાં જ તમારું અજ્ઞાન અસ્ત થઈ જશે...ને અપૂર્વ
જ્ઞાનપ્રકાશ પ્રગટ થશે.
(ઉપરોક્ત ગાથા ઉપરનું પૂ. ગુરુદેવનું આ પ્રવચન છે.)
અહીં આચાર્યદેવ મહાસિદ્ધાંત સમજાવે છે કે ભાઈ, તારી પર્યાયના ઉત્પાદમાં પરદ્રવ્ય જરાપણ
પ્રતિભાસતું નથી. જગતમાં કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને ઉપજાવી શકતું નથી. પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે–
એમ દેખવું તે તત્ત્વદ્રષ્ટિ નથી; કેમકે તત્ત્વદ્રષ્ટિથી જોતાં રાગ–દ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું
નથી; સર્વ દ્રવ્યોની (–પર્યાયની) ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે.
જુઓ, આ તત્ત્વદ્રષ્ટિ! ભાઈ, એકવાર નક્કી તો કર કે તે–તે પર્યાયરૂપે પરિણમવું તે તારો પોતાનો
ધર્મ છે, કાંઈ પરદ્રવ્ય તારી પર્યાયને ઉપજાવતું નથી. રાગ પરદ્રવ્ય કરાવે–એમ દેખનાર જીવને તત્ત્વદ્રષ્ટિની
ખબર નથી. જગતમાં આ તો અત્યંત પ્રગટ દેખાય છે કે દરેક દ્રવ્ય પોતાના સ્વભાવથી જ પોતાની પર્યાયરૂપે
ઊપજે છે. ભગવાન! તારા બંધમાં કે મોક્ષમાં તું એકલો જ છો; તું તારી પ્રજ્ઞાના અપરાધથી જ સંસારમાં
રખડ્યો, ને પોતાની પ્રજ્ઞાના ગુણથી જ તું મોક્ષ પામે છે. તારા સુખને કે દુઃખને બીજું કોઈ ઉપજાવતું નથી
આચાર્યદેવ ગાથામાં સ્પષ્ટપણે વસ્તુસ્થિતિ પ્રકાશે છે કે –
કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,
તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઉપજે ખરે. ૩૭૨.
રાગાદિભાવો જીવના સ્વભાવમાં નથી, તેમજ પરદ્રવ્યમાં પણ નથી.–વળી અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યના
ગુણ કે પર્યાયને ઉત્પન્ન કરી શકાતા નથી. સર્વે દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ ઉપજે છે,–એ સિદ્ધાંત છે.
માટે, જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે–એમ શંકા ન કરવી કોઈ વસ્તુમાં એવી યોગ્યતા જ નથી કે પરની
અવસ્થાને તે ઉપજાવી શકે. પોતાની પર્યાયરૂપ જે પોતાનો સ્વભાવ તે રૂપે વસ્તુ પોતે જ ઉપજે છે. શું
રાગપણે પરદ્રવ્ય ઉપજે છે?–ના; તો પરદ્રવ્ય

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૧૪
ઘડાની ઉત્પત્તિ માટીના સ્વરૂપે જોવામાં આવે છે, પણ ઘડાની ઉત્પત્તિ કુંભારના સ્વરૂપે જોવામાં
ભાઈ, તું વિચારપૂર્વક જો તો ખરો કે આ જગતમાં સ્વપરિણામ પર્યાયરૂપે ઉપજતી બધી વસ્તુઓ
નિમિત્તભૂત જે અન્યદ્રવ્ય છે તેને સ્પર્શ્યા વગર જ દરેક દ્રવ્ય પોતાની પર્યાયપણે ઉપજે છે. ભાઈ,
આચાર્યદેવ કહે છે કે અહો! આવા ભેદજ્ઞાનવડે યથાર્થ વસ્તુસ્થિતિ વિદિત થાઓ...અને અજ્ઞાન
અસ્ત થઈ જાઓ. ‘હું તો જ્ઞાન છું’–એવા અનુભવમાં રાગાદિની ઉત્પત્તિ થતી નથી. પરદ્રવ્ય કાંઈ એમ
પ્રેરણા નથી કરતું કે તું મારા ઉપર રાગ કર, કે તું અમારા ઉપર દ્વેષ કર.–તો પછી પરદ્રવ્યનો વાંક શા
માટે કાઢીએ? જીવ પોતે પોતાના જ્ઞાનસ્વભાવથી વિમુખ થઈને રાગ–દ્વેષરૂપે પરિણમે છે. જો પોતે
પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને પરિણમે તો રાગ–દ્વેષ થતા નથી. હે જીવો! તમે આ પ્રમાણે
જાણો: આવી વસ્તુ સ્થિતિ જાણતાં જ તમારું અજ્ઞાન અસ્ત થઈ જશે ને અપૂર્વ જ્ઞાનપ્રકાશનો ઉદય થશે.–
એમ આચાર્ય ભગવાનનો ઉપદેશ છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
શ્રાવણ : ૨૪૮૭ : ૧૯ :
ધર્મીનો ધર્મ
જેટલી શુદ્ધાત્મપરિણતિ છે તેટલો જ ધર્મ છે; જે શુભોપયોગ છે તે–ભલે
ધર્મીનો હોય તો પણ–ધર્મ નથી.
સાધકજીવની પરિણતિમાં શુદ્ધતારૂપ ધર્મ, અને શુભ ઉપયોગ–એ બંને સાથે
રહી શકે છે; તે બંને સાથે હોવા છતાં તેમાં જે શુદ્ધતા છે તે જ ધર્મ છે, જે શુભોપયોગ
છે તે કાંઈ ધર્મ નથી, તે શુભને કારણે કાંઈ ધર્મ કે સાધકદશા ટકેલી નથી.
છઠ્ઠાગુણસ્થાનવર્તી મુનિને શુભયુક્ત કહ્યા તેથી કાંઈ તે શુભરાગને કારણે મુનિદશા
ટકેલી છે એમ નથી. ત્યાં પણ જે શુદ્ધપરિણતિ છે તેનાથી જ મુનિદશા ટકેલી છે
શુદ્ધપરિણતિ વગરનો એકલો શુભ– ઉપયોગ હોય તો તેને કાંઈ મુનિદશા કે ધર્મ
હોતો નથી. ધર્મરૂપે પરિણમેલા મુનિઓને (કે બીજા સમ્યગ્દ્રષ્ટિ જીવોને) શુભ
ઉપયોગ હોય છે–એમ કહ્યું તેથી કાંઈ તે શુભઉપયોગ પોતે ધર્મ નથી. હા, એટલું ખરું
કે સાધકને એક જ પર્યાયમાં ધર્મ અને શુભોપયોગ એ બંને સાથે રહી શકવામાં
વિરોધ નથી. જેમ સમ્યક્શ્રદ્ધા અને મિથ્યાશ્રદ્ધા સાથે રહી શકતી નથી, કેમકે તેમને
સાથે રહેવામાં વિરોધ છે; પરંતુ તેમ શુદ્ધપરિણતિરૂપ ધર્મ અને શુભઉપયોગને સાથે
રહેવામાં વિરોધ નથી, તે બંને સાથે રહી શકે છે. ભલે સાથે રહેવામાં વિરોધ ન હોય
છતાં જે શુભરાગ છે તે શુદ્ધતાનો વિરોધી જ છે; કેમકે શુદ્ધતા તો સંવર નિર્જરાનું
કારણ છે ને શુભરાગ તો આસ્રવનું કારણ છે શુદ્ધોપયોગદશા તો નિરાસ્રવ, શાંત,
અકષાયરૂપ છે, ને શુભોપયોગ તે સાસ્રવ, કષાયકલેશથી સહિત છે. શુભોપયોગી
છઠ્ઠાગુણસ્થાનવર્તી મુનિ પણ રત્નત્રયસહિત હોવાથી શ્રમણ તો છે જ, પણ તે મુખ્ય
નથી, મુખ્ય તો શુદ્ધોપયોગી શ્રમણો જ છે, તેઓ સાક્ષાત્ ધર્મરૂપ પરિણમેલા છે;
શુભોપયોગી શ્રમણો તેમની પાછળ છે,– ગૌણ છે; તેઓ શુદ્ધોપયોગના કિનારે રહેલા
છે. સાતમા ગુણસ્થાનવાળા શ્રમણો તો સાક્ષાત્ શુદ્ધોપયોગમાં લીન છે, ને છઠ્ઠા
ગુણસ્થાનવાળા શ્રમણોને હજી શુભ વૃત્તિ હોવા છતાં તેઓ પણ શુદ્ધપરિણતિરૂપ ધર્મ
સહિત હોવાથી, ક્ષણમાં વિકલ્પ તોડીને શુદ્ધોપયોગ પ્રગટ કરશે. આ રીતે
શુદ્ધપરિણતિ સહિત હોવાથી તે પણ શ્રમણ છે, મોક્ષમાર્ગી છે.
આ રીતે શુદ્ધાત્મપરિણતિ તે જ ધર્મ છે; તેની સાથે ધર્મીને જે શુભ ઉપયોગ
હોય તે કાંઈ ધર્મ નથી.
(પ્રવચનસાર ગાથા: ર૪પ ના પ્રવચનમાંથી.)