: ૧૦ : આત્મધર્મ : ૨૧૪
૧૦૮. અહીં અન્ય દ્રવ્યના ગુણધર્મને અન્ય દ્રવ્યમાં મેળવવું તેને અસદ્ભૂતવ્યવહારનય કહ્યો છે. આ
ઉપરથી એ શંકા થાય છે કે આ રીતે તો ‘જીવ વર્ણાદિમાન છે’ એમ સ્વીકારનાર દ્રષ્ટિને પણ અસદ્ભૂત
વ્યવહારનય માનવો પડશે, કેમ કે આ ઉદાહરણમાં પણ અન્યદ્રવ્યના ગુણધર્મનો અન્ય દ્રવ્યમાં આરોપ
કરવામાં આવ્યો છે. પરંતુ વિચારીને જોતાં આ શંકા સાચી લાગતી નથી કેમકે વાસ્તવમાં નયનું લક્ષણ તો જે
વસ્તુના જે ગુણ ધર્મ છે તેમને તેના જ બતાવવા તે જ હોઈ શકે. જો કોઈ પણ નય એક વસ્તુના ગુણધર્મને
અન્ય વસ્તુના બતાવે તો તે નય જ નહિ થાય. માટે જીવ વર્ણાદિમાન છે એવા વિચારને સમ્યક્ નય માની
શકાય નહિ, કેમકે વર્ણાદિમાન તો પુદ્ગલ જ હોય છે, જીવ નહિ. જીવમાં તો તેમનો અત્યંતાભાવ જ છે છતાં
પણ અહીં અન્ય દ્રવ્યના ગ્રુણધર્મને અન્ય દ્રવ્યમાં આરોપ જેવાને અસદ્ભૂત વ્યવહારનય કહેવામાં આવેલ છે
તે કથનનો અભિપ્રાય જ જુદો છે. વાત એમ છે કે રાગાદિ ભાવ જીવમાં ઉત્પન્ન થવા છતાં પણ નૈમિત્તિક હોય
છે તેથી બન્ધપર્યાયની દ્રષ્ટિથી અતદ્ગુણ માનીને જેવી રીતે તેમનો જીવમાં આરોપ કરવાનું બને છે તેવી રીતે
પુદ્ગલ સાથે તાદાત્મ્ય પામેલ વર્ણાદિ ગુણોનો જીવમાં આરોપ કરવાનું ત્રણકાળમાં બની શકતું નથી. જો
વ્યવહારનો આશ્રય લઈને જીવને વર્ણાદિમાન માનવામાં પણ આવે તો તેને સ્વીકારનાર નય મિથ્યા નય જ
હશે. તેને સમ્યક્નય માનવો કોઈ પણ રીતે શક્્ય નથી કેમકે જે નય જુદી સત્તાવાળાં બે દ્રવ્યોમાં એકત્વ બુદ્ધિ
ઉત્પન્ન કરે તે સમ્યક્નય હોઈ શકે નહિ. જે પદાર્થ જે રૂપે અવસ્થિત છે તેને તે જ રૂપે સ્વીકારનાર જ્ઞાનને જ
પ્રમાણ માનવામાં આવ્યું છે અને નયજ્ઞાન પ્રમાણજ્ઞાનનો જ ભેદ છે. જો આ જ્ઞાનોમાં કોઈ અન્તર હોય તો
તે એટલું જ કે પ્રમાણજ્ઞાન અંશભેદ કર્યા વિના પદાર્થને સમગ્ર ભાવથી સ્વીકારે છે અને નયજ્ઞાન એક એક
અંશ વડે તેને સ્વીકારે છે. તેથી અહીં એમ જ સમજવું જોઈએ કે જે નયજ્ઞાન વિવક્ષિત પદાર્થના ગુણધર્મને
તેના જ બતાવે છે તે જ નયજ્ઞાન સમ્યક્ની ગણતરીમાં આવે છે, અન્ય નયજ્ઞાન નહિ.
૧૦૯. પંચાધ્યાયીમાં નયનું લક્ષણ તદ્ગુણ સંવિજ્ઞાનરૂપ કહેવાનું એ જ કારણ છે. જો એમ કહેવામાં
આવે કે જો એમ વાત હોય તો બીજી જગ્યાએ (અનગાર ધર્મામૃત અને આલાપ પદ્ધતિ આદિ ગ્રન્થોમાં)
અતદ્ગુણ આરોપને અસદ્ભૂત વ્યવહારનય બતાવીને ‘શરીર મારું છે’ એમ સ્વીકારનાર વિકલ્પ જ્ઞાનને
અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનય અને ‘ધન મારું છે’ એમ સ્વીકારનાર વિકલ્પજ્ઞાનને ઉપચરિત અસદ્ભૂત
વ્યવહારનય કેમ માનવામાં આવેલ છે? સમાધાન એ છે કે મિથ્યાદ્રષ્ટિને અજ્ઞાનવશ અને સમ્યગ્દ્રષ્ટિને
રાગવશ શરીરાદિ પરદ્રવ્યોમાં મમકારરૂપ વિકલ્પ થાય છે એમાં સંદેહ નથી. પણ શું એ વિકલ્પના થવા માત્રથી
જ તે અનાત્મભૂત શરીરાદિ પદાર્થ તેના આત્મભૂત થઈ જાય છે? જો એમ કહેવામાં આવે કે તે રહે છે તો
અનાત્મભૂત જ તે (શરીરાદિ પદાર્થ) આત્મભૂત ત્રણકાળમાં થઈ શકતા નથી. છતાં પણ મિથ્યાદ્રષ્ટિની વાત
છોડો, સમ્યગ્દ્રષ્ટિને પણ રાગવશ ‘આ મારા’ એવી જાતનો વિકલ્પ તો થાય જ છે. એને મિથ્યા કેવી રીતે માની
શકાય? સમાધાન એ છે કે સમ્યગ્દ્રષ્ટિને લોકવ્યવહારની દ્રષ્ટિથી રાગવશ ‘આ મારા’ એ જાતનો વિકલ્પ થાય
છે એમાં શંકા નથી. અહીં સમ્યગ્દ્રષ્ટિને એ જાતનો વિકલ્પ જ થતો નથી. અહીં એ બતાવવાનું પ્રયોજન નથી.
પણ અહીં જોવાનું એ છે કે જ્યાં સમ્યગ્દ્રષ્ટિના ‘આ મારા’ એવા વિકલ્પને પણ ‘સ્વ’ કહ્યો નથી ત્યાં શરીરાદિ
પરદ્રવ્યોને તેનું ‘સ્વ’ કેવી રીતે માની શકાય? અર્થાત્ ત્રણ કાળમાં માની શકાતું નથી.
૧૧૦. એ જ અભિપ્રાય ધ્યાનમાં રાખીને સમય પ્રાભૃતમાં કહ્યું પણ છે :–
अहमेदं एदमहं अहमेदस्सेव होमि मम एदं ।
अण्णं जं पर दव्वं सच्चित्ताचित्तमिस्सं वा ।। २०।।
आसि मम पुव्वमेदं एयस्स अहं पि आसि पुव्वं हि ।
होहिदि पुणोवि मज्झं एयस्स अहं पि होस्सामि ।। २१।।
एवं तु असब्भूदं आदवियप्पं करेदि संमूढो ।
भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ।। २२।।
અર્થ :– જે પુરુષ સચિત્ત, અચિત્ત અને મિશ્રરૂપ અન્ય પરદ્રવ્યોના આશ્રયથી એવો મિથ્યા આત્મવિકલ્પ