Atmadharma magazine - Ank 214
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
શ્રાવણ : ૨૪૮૭ : ૧૧ :
કરે છે કે ‘હું’ આ શરીર (ધન અને મકાન આદિ) રૂપ છું, એ મારા સ્વરૂપ છે, હું એમનો છું, એ મારાં છે, એ
પહેલાં મારાં હતાં, હું પહેલાં એમનો હતો, એ મારાં ભવિષ્યમાં થશે અને હું પણ ભવિષ્યમાં એમનો થઈશ’ તે
મૂઢ છે, પણ જે પુરુષ ભૂતાર્થને જાણીને આવો મિથ્યા આત્મવિકલ્પ કરતો નથી તે જ્ઞાની છે. ૨૦–૨૨
૧૧૧. તેથી જેટલા કોઈ રાગાદિ વૈભાવિકભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે તેમને આત્માના માનવા તે
તો શ્રદ્ધામૂલક જ્ઞાનનયની અપેક્ષાએ અસદ્ભૂત વ્યવહારનયનો વિષય થઈ શકે છે. પરંતુ આ દ્રષ્ટિથી ‘શરીર
મારું’ અને ‘ધન મારું’ એ ઉદાહરણ અસદ્ભૂતવ્યવહારનયના વિષય થઈ શકતા નથી, પંચાધ્યાયીમાં આ જ
તથ્યનો વિવેક કરીને રાગાદિને અસદ્ભૂતવ્યવહારનયનું ઉદાહરણ કહેવામાં આવ્યું છે. શરીરાદિ અને ધનાદિ
પરદ્રવ્ય છે, તેથી તે તો આત્મામાં અસદ્ભૂત છે જ. એના સંબંધથી ‘આ મારાં’ એવી જાતનો જે આત્મવિકલ્પ
થાય છે તે પણ જ્ઞાયક સ્વભાવમાં અસદ્ભૂત છે. એ જ તથ્યને ધ્યાનમાં રાખીને આચાર્ય કુન્દકુન્દે એવો
વિકલ્પ કરનારને મૂઢ–અજ્ઞાની કહ્યો છે. અને એ વાત યોગ્ય પણ છે, કેમ કે જે પરદ્રવ્ય છે તેમાં આ જીવની
જો આત્મબુદ્ધિ બની રહે તો તે જ્ઞાની કેવી રીતે થઈ શકે?
૧૧૨. એટલું અવશ્ય છે કે સમ્યગ્દ્રષ્ટિને શરીરાદિ પરદ્રવ્યોમાં આત્મબુદ્ધિ તો હોતી નથી પણ જ્યાંસુધી
પ્રમાદદશા છે ત્યાં સુધી રાગ અવશ્ય થાય છે, તેનો નિષેધ નથી. જો કે આ રાગ પણ આત્માનો સ્વભાવ નથી
તેથી તેને પરભાવ કહ્યો છે પણ તે થાય છે આત્મામાં જ. દરેક સમ્યગ્દ્રષ્ટિ આ સત્યને જાણે છે. ફક્ત જાણતા
જ નથી, પણ એવી શ્રદ્ધા પણ હોય છે કે આ રાગ આત્મામાં ઉત્પન્ન થવા છતાં પણ કર્મ (અને નોકર્મ) ના
સંબંધથી જ ઉત્પન્ન થાય છે, તેમના અભાવમાં ઉત્પન્ન થતા નથી. માટે એ મારો સ્વભાવ ન હોવાથી પર છે,
તેથી જ હેય છે અને આ જે સમ્યક્ત્વાદિ સ્વભાવભૂત આત્માના ગુણ છે તે આત્માના સ્વભાવની સન્મુખ
થતાં જ ઉત્પન્ન થાય છે, પરનિમિત્તોનો આશ્રય લેવાથી ત્રણકાળમાં ઉત્પન્ન થતા નથી. માટે મારે
પરનિમિત્તોનું આલંબન છોડીને માત્ર પોતાના ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનું જ આલંબન લેવું કલ્યાણકારી છે.
સમ્યગ્દ્રષ્ટિની આવી શ્રદ્ધા હોવાને લીધે તે આત્મામાં રાગાદિ વૈભાવિક ભાવોનો સ્વીકાર તો કરે છે પણ
પરભાવરૂપે જ સ્વીકાર કરે છે. આ રીતે રાગાદિ પરભાવ છે છતાં પણ તેમને આત્મામાં સ્વીકારવામાં આવ્યા
તેથી જે અન્ય વસ્તુના ગુણધર્મને અન્યમાં આરોપિત કરે છે તે અસદ્ભૂત વ્યવહારનય છે. એ લક્ષણ પ્રમાણે
તો ‘રાગાદિ જીવના’ એને અસદ્ભૂતવ્યવહારનયનું ઉદાહરણ માનવું યોગ્ય છે પણ ‘શરીરાદિ મારાં અને
ધનાદિ મારાં’ એવા વિશેષણ યુક્ત વિકલ્પને અસદ્ભૂતવ્યવહારનયનું ઉદાહરણ માનવું યોગ્ય નથી, છતાં પણ
બીજી જગ્યાએ (અનગારધર્મામૃત અને આલાપપદ્ધતિ આદિમાં) ‘શરીર મારું, ધન મારું’ એને સ્વીકારનાર
જે અસદ્ભૂતવ્યવહારનય કહ્યો છે તે સમ્યગ્દ્રષ્ટિના લૌકિક વ્યવહારને સ્વીકારનાર જ્ઞાનની મુખ્યતાથી કહ્યો
છે, શ્રદ્ધા ગુણની મુખ્યતાથી નહિ.
૧૧૩. વાત એ છે કે લોકમાં ‘આ શરીર મારું, આ ધન અથવા અન્ય પદાર્થ મારાં’ એવો
અજ્ઞાનમૂલક બહુજન સમ્મત વ્યવહાર હોય છે અને સમ્યગ્દ્રષ્ટિ પણ એને જાણે છે. જો કે એ વ્યવહાર મિથ્યા
છે, કેમ કે જે શરીરાદિના આશ્રયથી લોકમાં આ વ્યવહાર પ્રવર્તે છે તેનો આત્મામાં અત્યન્તાભાવ છે. છતાં
પણ સમ્યગ્દ્રષ્ટિના જ્ઞાનમાં લોકમાં એવો વ્યવહાર હોય છે તેનો સ્વીકાર છે. બસ એ જ વાત ધ્યાનમાં રાખીને
બીજે ‘શરીર મારું, ધન મારું’ એ વ્યવહારને સ્વીકારનાર નયને અસદ્ભૂત વ્યવહારનય કહેવામાં આવેલ છે.
૧૧૪. લોકમાં આ જ જાતના બીજા પણ ઘણા વ્યવહાર પ્રચલિત છે. જેમ કે પરદ્રવ્યના આશ્રયે કર્તા–
કર્મ વ્યવહાર, ભોક્તા–ભોગ્યવ્યવહાર અને આધાર–આધેય વ્યવહાર આદિ. આ બધા વ્યવહારોના સંબંધમાં
પણ આ જ દ્રષ્ટિકોણથી વિચાર કરી લેવો જોઈએ. શ્રદ્ધાગુણની દ્રષ્ટિથી જો વિચાર કરવામાં આવે તો ન તો’
આત્મા કર્તા છે અને અન્ય પદાર્થ તેનું કર્મ છે’–એ વ્યવહાર બને છે, ન ‘આત્મા ભોક્તા છે અને અન્ય પદાર્થ
ભોગ્ય છે’– એ વ્યવહાર બને છે, તથા ન ‘ઘટાદિ પદાર્થ આધાર છે