હોવાથી નિશ્ચયથી બધા પદાર્થો સ્વતન્ત્ર છે, કર્તા–કર્મ આદિરૂપ જે કોઈ વ્યવહાર હોય છે તે પોતાનામાં જ
હોય છે. બે દ્રવ્યોના આશ્રયે આ જાતનો વ્યવહાર ત્રણ કાળમાં બની શકતો નથી તેથી તે પોતાની શ્રદ્ધામાં
આ બધા વ્યવહારોને પરમાર્થરૂપે સ્વીકારતા નથી. પરંતુ નિમિત્તાદિની દ્રષ્ટિથી આ વ્યવહાર હોય છે એમ તે
જાણે છે એટલું અવશ્ય છે. માટે શ્રદ્ધાની અપેક્ષાએ આ બધા વ્યવહારોનો કોઈ નયમાં સમાવેશ ન હોવા છતાં
પણ જ્ઞાનની અપેક્ષાએ એનો અસદ્ભૂત વ્યવહારનયમાં સમાવેશ થાય છે. પંચાધ્યાયીમાં આ વ્યવહારોને
સ્વીકારનાર નયને નયાભાસ કહેવાનું અને બીજે એને નયરૂપે સ્વીકારવાનું એ જ કારણ છે.
હેય છે? આચાર્ય કુન્દકુન્દ મોક્ષમાર્ગમાં ઉપાદેયરૂપે વ્યવહારનયનો આશ્રય કરનાર જીવને પર્યાયમૂઢ કહે છે
તેનું કારણ પણ એ જ છે. તેઓ પ્રવચનસારમાં પોતાનો આ ભાવ વ્યક્ત કરતાં કહે છે:–
तेहिं पुणो यज्जाया पज्जयमूढा हि परसमया ।। ९३।।
ઉપયોગી છે એમાં શંકા નથી. પણ આ સંસારી જીવ અનાદિકાળથી પોતાના નિશ્ચયરૂપ આત્મસ્વરૂપને ભૂલીને
માત્ર પર્યાયમૂઢ થઈ રહ્યો છે અર્થાત્ પર્યાયને જ પોતાનું સ્વરૂપ સમજી રહ્યો છે. એક તો અજ્ઞાનવશ તે
પોતાના સ્વરૂપને જાણતો જ નથી. જ્યારે જે મનુષ્યાદિ પર્યાય મળે છે તેને આત્મા માનીને એ એના જ
રક્ષણમાં પ્રયત્નશીલ રહે છે. જો તેની હાનિ થાય છે તો એ પોતાની હાનિ માને છે અને તેની પ્રાપ્તિમાં
પોતાનો લાભ માને છે. કોઈ સમયે તેને આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં આવે પણ છે તોપણ તે
પોતાની જૂની ટેવ છોડવામાં સમર્થ થતો નથી. ફળ સ્વરૂપે આ જીવ અનાદિકાળથી પર્યાયમૂઢ બની રહ્યો છે
અને જ્યાં સુધી પર્યાયમૂઢ રહ્યા કરશે ત્યાં સુધી તેને સંસારની જ વૃદ્ધિ થયા કરશે. તેથી આ જીવને તે
પર્યાયોમાં અભેદરૂપ અનાદિઅનંત એક ભાવ જે ચેતન દ્રવ્ય છે તેને ગ્રહણ કરીને અને તેને નિશ્ચયનયનો
વિષય કહીને જીવદ્રવ્યનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે અને પર્યાયાશ્રિત ભેદનયને ગૌણ કરવામાં આવેલ છે.
સાથોસાથ અભેદદ્રષ્ટિમાં તે ભેદો દેખાતા નથી, તેથી અભેદદ્રષ્ટિની દ્રઢ શ્રદ્ધા કરાવવા માટે કહેવામાં આવ્યું છે
કે જે પર્યાયનય છે તે વ્યવહાર છે, અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. તે મોક્ષમાર્ગમાં અનુસરવા યોગ્ય નથી
અર્થાત્ મોક્ષમાર્ગમાં લક્ષ્યરૂપે સ્વીકારવા યોગ્ય નથી. એ જ રીતે નિમિત્તાદિની અપેક્ષાએ જે વ્યવહારની
પ્રવૃત્તિ થાય છે તે પણ ઉપચરિત હોવાથી મોક્ષમાર્ગમાં અનુસરવા યોગ્ય નથી. જો કે એ તો અમે માનીએ
છીએ કે નિમિત્તાદિની અપેક્ષાએ લોકમાં જે વ્યવહાર થાય છે તે ઉપચરિત હોવા છતાં પણ ઈષ્ટ અર્થનો બોધ
કરાવવામાં સહાયક બને છે. જેમ ‘ઘીનો ઘડો’ કહેતાં તે જ ઘડાની શ્રદ્ધા થાય છે કે જેમાં ઘી ભરવામાં આવ્યું
છે, અથવા તો ‘કુંભારને બોલાવી લાવો’ એમ કહેતાં તે જ મનુષ્યની પ્રતીતિ થાય છે કે જે ઘડાની ઉત્પત્તિમાં
નિમિત્ત હોય છે. પરંતુ આ વ્યવહારને મોક્ષમાર્ગમાં ઉપાદેયરૂપે સ્વીકારતાં સ્વાવલંબી વૃત્તિનો અંત આવીને
માત્ર પરાવલંબી વૃત્તિને જ આશ્રય મળે છે. માટે અભૂતાર્થ (અસત્યાર્થ) હોવાથી એ વ્યવહાર પણ
અનુસરવા યોગ્ય માનવામાં આવ્યો નથી.