શ્રાવણ : ૨૪૮૭ : ૧૩ :
છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કર્તા વગેરે ત્રણકાળમાં થઈ શકતું નથી. જે મારી સંસાર પર્યાય થઈ રહી છે તેનો
કર્તા એક માત્ર હું છું અને મોક્ષ પર્યાય હું જ મારા પુરુષાર્થથી પ્રગટ કરીશ. એમાં બીજા પદાર્થો અકિંચિત્કર
છે. છતાં પણ જ્યાંસુધી તેના વિકલ્પ જ્ઞાનની પ્રવૃત્તિ થયા કરે છે ત્યાંસુધી તેને તે ભૂમિકામાં સ્થિત રહેવાને
માટે અન્ય સુદેવ, સુગુરુ અને આપ્ત ઉપદિષ્ટ આગમ વગેરે નિમિત્ત હોય છે. ત્યારે તો તેમના મુખમાંથી આવી
વાણી નીકળે છે –
“मुझ कारज के कारण सु आप,
शिव करहु हरदु मम मोहताप”
આચાર્ય કુન્દકુન્દે પણ આજ ભાવ વ્યક્ત કરતાં સમયપ્રાભૃતમાં કહ્યું છે :–
सुद्धो सुद्धादेसो णायव्वो परमभावदरिसीहिं ।
ववहार देसिया पुण जे दु अपरमे ट्ठिदा भावे ।। १२।।
જે શુદ્ધનય સુધી પહોંચીને શ્રદ્ધા સાથે પૂર્ણજ્ઞાન અને ચારિત્રવાન થઈ ગયા છે તેમને તો શુદ્ધ
(આત્મા) નો ઉપદેશ કરનાર શુદ્ધનય જાણવા યોગ્ય છે અને જે અપરમ ભાવમાં અર્થાત્ શ્રદ્ધા, જ્ઞાન ચારિત્રના
પૂર્ણભાવને નહિ પહોંચેલા સાધક અવસ્થામાં જ સ્થિત છે તે વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. ૧૨.
૧૧૮. આશય એ છે કે જેઓ અભેદ રત્નત્રયરૂપ અવસ્થાને પામ્યા છે તેમને પુદ્ગલ સંયોગના
નિમિત્તથી થતી અનેકરૂપતાને કહેનાર–બતાવનાર વ્યવહારનય કાંઈ કામનો નથી. પરંતુ અશુદ્ધનયનું કથન
યથા પદવી વિક્લ્પ દશામાં જ્ઞાન કરાવવા માટે પ્રયોજનવાન છે એટલું અવશ્ય છે. તાત્પર્ય એ છે કે અનુત્કૃષ્ટ
(મધ્યમ) ભાવનો જે અનુભવ કરે છે તે સાધક જીવને પરિપૂર્ણ શુદ્ધનય (કેવળજ્ઞાન) ની પ્રાપ્તિ ન થાય ત્યાં
સુધી શ્રદ્ધામાં સ્વભાવ દ્રષ્ટિની જ મુખ્યતા રહે છે. તે ભૂલ્યે ચૂકયે પણ વ્યવહારદ્રષ્ટિને ઉપાદેય માનતો નથી.
વ્યવહારધર્મરૂપ પ્રવૃત્તિ હોવી એ બીજી વાત છે અને વ્યવહારધર્મને આત્મકાર્ય અથવા મોક્ષમાર્ગ માનવો એ
બીજી વાત છે. સમ્્યગ્દ્રષ્ટિ મોક્ષમાર્ગ તો સ્વભાવદ્રષ્ટિની પ્રાપ્તિ અને તેમાં સ્થિતિને જ માને છે. જો એને આ
દ્રષ્ટિ ન રહે તો તે સમ્યગ્દ્રષ્ટિ જ હોઈ શકે નહિ એ જ કારણ છે કે મોક્ષમાર્ગમાં વ્યવહારદ્રષ્ટિ આશ્રય કરવા
યોગ્ય નથી એમ કહેવામાં આવ્યું છે.
૧૧૯. આ વાત જરા વિચિત્ર તો લાગે છે કે સ્વભાવદ્રષ્ટિના સદ્ભાવમાં સમ્યગ્દ્રષ્ટિની પ્રવૃત્તિ પ્રાથમિક
અવસ્થામાં રાગરૂપ હોય છે, પરંતુ એમાં વિચિત્રતાની કોઈ વાત નથી. કેમ કે જેવી રીતે કોઈ વિદ્યાર્થીને
ભણવાનું લક્ષ્ય હોવા છતાં પણ તે સુવે છે, ખાય છે, હાલે ચાલે છે, અને મનોવિનોદનાં બીજા કાર્યો પણ કરે છે
છતાં પણ તે પોતાના લક્ષ્યથી ચ્યુત થતો નથી તેવી જ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ મોક્ષની ઉપાયભૂત
સ્વભાવદ્રષ્ટિને જ પોતાનું લક્ષ્ય બનાવે છે. કોઈવાર તેને રાગના આશ્રયે સાચા દેવ, ગુરુ અને શાસ્ત્રની
ઉપાસનાના ભાવ થાય છે, કોઈ વાર ધર્મોપદેશ આપવા અને સાંભળવાના ભાવ થાય છે, કોઈ વાર નિર્વાહના
સાધનો મેળવવાના ભાવ થાય છે અને કોઈ વાર અન્ય ભોજનાદિ કાર્યોમાં પણ તેની રુચિ થાય છે છતાં પણ
તે પોતાના ધ્યેયથી ચ્યુત થતા નથી. જો તે પોતાના ધ્યેયથી ચ્યુત થઈને બીજા કાર્યોને જ ઉપાદેય માનવા લાગે
તો જેવી રીતે લક્ષ્યને ચૂકતો વિદ્યાર્થી કદી પણ વિદ્યા મેળવવામાં સફળ થતો નથી તેવી જ રીતે મોક્ષ પ્રાપ્તિની
ઉપાયભૂત સ્વભાવદ્રષ્ટિથી ચ્યુત થતો સમ્યગ્દ્રષ્ટિ કદી પણ મોક્ષરૂપ આત્મકાર્ય સાધવામાં સફળ થતો નથી અને
ત્યારે તો જેમ વિદ્યાપ્રાપ્તિરૂપ લક્ષ્યથી ચ્યુત થયેલ વિદ્યાર્થી વિદ્યાર્થી રહેતો નથી તેવી જ રીતે મોક્ષપ્રાપ્તિની
ઉપાયભૂત સ્વભાવદ્રષ્ટિથી ભ્રષ્ટ થયેલ સયગ્દ્રષ્ટિ સમ્યગ્દ્રષ્ટિ જ રહેતો નથી. માટે અહીં એમ સમજવું જોઈએ કે
સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારનય જ્ઞાન કરાવવા માટે યથાપદવી પ્રયોજનવાન હોવા છતાં પણ તે મોક્ષકાર્યની સિદ્ધિમાં
રંચ માત્ર પણ આશ્રય કરવા યોગ્ય નથી. આચાર્યોએ જ્યાં પણ વ્યવહારદ્રષ્ટિને બંધમાર્ગ અને સ્વભાવદ્રષ્ટિને
મોક્ષમાર્ગ કહ્યો છે ત્યાં આ જ અભિપ્રાય કહ્યો છે. એનો જો કોઈ એમ અર્થ કરે કે આ રીતે વ્યવહારદ્રષ્ટિ
બન્ધમાર્ગ સિદ્ધ થતાં ન તો સમ્યગ્દ્રષ્ટિને દેવપૂજા, ગુરુસેવા દાન અને ઉપદેશ વગેરે દેવાના ભાવ જ થવા
જોઈએ તેમ