: ૧૪ : આત્મધર્મ : ૨૧૪
જ ન એને વ્યવહારધર્મરૂપ પ્રવૃત્તિ જ હોવી જોઈએ. તો એનો આવો અર્થ કરવો બરાબર નથી કેમ કે
સમ્યગ્દ્રષ્ટિને સ્વભાવદ્રષ્ટિ હોવા છતાં પણ રાગરૂપ પ્રવૃત્તિ થતી નથી એમ તો કહી શકાતું નથી કારણ કે જ્યાં
સુધી તેને રાગાંશ વિદ્યમાન છે ત્યાંસુધી તેને રાગરૂપ પ્રવૃત્તિ થતી રહે છે અને જ્યાંસુધી તેને રાગરૂપ પ્રવૃત્તિ થતી
રહે છે ત્યાંસુધી તેના ફળરૂપે દેવ પૂજાદિ વ્યવહારધર્મનો ઉપદેશ દેવાના ભાવ પણ થતાં રહે છે અને તે રૂપ
આચરણ કરવાના પણ ભાવ થતાં રહે છે. છતાં પણ તે પોતાની શ્રદ્ધામાં તેને મોક્ષમાર્ગ માનતા નથી તેથી તેના
કર્તા થતા નથી.
૧૨૦. આગમમાં સમ્યગ્દ્રષ્ટિને અબંધક કહ્યા છે તે સ્વભાવદ્રષ્ટિની અપેક્ષાએ જ કહેલ છે, રાગરૂપ
વ્યવહારધર્મની અપેક્ષાએ નહિ. સમ્યગ્દ્રષ્ટિ એક જ કાળે બંધક પણ છે અને અબંધક પણ છે. એ વિષયને
સ્વયં આગમમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં કહે છે :–
येनांशेन सुद्रष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति ।
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।। २१२।।
येनांशेन ज्ञानं तेनांशेनास्य बन्धनं नास्ति ।
येनांशेन तुं रागस्तेनांशेनाय बन्धनं भवति ।। २१३।।
येनांशेन चरित्रं तेनांशेनास्य बन्धनं नास्ति ।
येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति ।। २१४।।
અર્થ:– જે અંશથી આ જીવ સમ્યગ્દ્રષ્ટિ છે તે અંશથી તેને બન્ધન નથી, પણ જે અંશથી રાગ છે તે
અંશથી તેને બન્ધન છે. ૨૧૨ જે અંશથી આ જીવ જ્ઞાન છે તે અંશથી તેને બંધન નથી, પણ જે અંશથી રાગ
છે તે અંશથી તેને બંધન છે. ૨૧૩ જે અંશથી આ જીવ ચારિત્ર છે તે અંશથી તેને બંધન નથી, પણ જે
અંશથી રાગ છે તે અંશથી તેને બંધન છે. ૨૧૪
૧૨૧. આ રીતે નિશ્ચયનય અને વ્યવહારનયના વિવેચનથી એ નિર્ણય થઈ જતાં કે મોક્ષમાર્ગમાં માત્ર
નિશ્ચયનય કેમ ઉપાદેય છે અને યથાપદવી જાણવા માટે પ્રયોજનવાન હોવા છતાં પણ વ્યવહારનય કેમ ઉપાદેય નથી,
અહીં એના આશ્રયે ઉપદેશ દેવાની પદ્ધતિની મીમાંસા કરવાની છે. એ તો અમે પહેલાં જ બતાવી આવ્યા છીએ કે
નિશ્ચયનયમાં અભેદકથનની મુખ્યતા હોવાથી તે પરથી ભિન્ન ધ્રુવસ્વભાવી એકમાત્ર આત્માને જ સ્વીકારે છે.
૧૨૨. અસલમાં પરનું પેટ ઘણું મોટું છે. તેમાં સ્વ આત્મા સિવાય અન્ય દ્રવ્યો પોતાના ગુણ–પર્યાય સહિત
તો સમાયેલા છે જ, સાથો સાથ જેમને વ્યવહાર નય (પર્યાયાર્થિકનય) સ્વાત્મારૂપે સ્વીકારે છે તે પણ આ નયમાં
પર છે, તેથી નિશ્ચયનય સ્વાત્મારૂપે ન તો ગુણભેદને સ્વીકારે છે, ન પર્યાયભેદને સ્વીકારે છે અને ન નિમિત્તાશ્રિત
વિભાવભાવોને પણ સ્વીકારે છે. સંયોગ ઉપર એની દ્રષ્ટિ જ નથી. એ બધા એની દ્રષ્ટિમાં પર છે તેથી તે આ બધા
વિકલ્પોથી રહિત અભેદરૂપ અને નિત્ય એકમાત્ર જ્ઞાયકસ્વભાવ આત્માને જ સ્વીકારે છે.
૧૧૩. કાર્યકારણ પદ્ધતિની અપેક્ષાએ વિચાર કરતાં જ્યારે તે જ્ઞાયક સ્વભાવ આત્મા સિવાય બીજા
બધાને પર માને છે ત્યારે તે બીજાના આશ્રયે કાર્ય થાય છે એ દ્રષ્ટિકોણને કેવી રીતે સ્વીકારી શકે અર્થાત્ ન
સ્વીકારી શકે, તેથી તેની અપેક્ષાએ એક માત્ર એ જ પ્રતિપાદન કરવામાં આવે છે કે જે કોઈ પણ કાર્ય થાય છે
તે પોતાના ઉપાદાનથી જ થાય છે. તે જ તેનો નિજ ભાવ છે અને તે જ પોતાના પરિણમનરૂપ સામર્થ્યદ્વારા
કાર્યરૂપ પરિણમે છે. નિમિત્ત છે અને તે બીજાનું કાંઈ કરે છે એ કથન એને માન્ય જ નથી. એ તો નિશ્ચયનયની
તત્ત્વવિવેચનની પદ્ધતિ છે. પણ વ્યવહારનયની તત્ત્વવિવેચનની પદ્ધતિ એનાથી ભિન્ન પ્રકારની છે. એ ગુણભેદ
અને પર્યાયભેદરૂપ તો આત્માને સ્વીકારે જ છે. સાથો સાથ જે વિભાવભાવ અને સંયોગી અવસ્થા છે તે રૂપે
પણ આત્માને માને છે. આ નયનું બળ નિમિત્તો પર અધિક છે, તેથી આ નયની અપેક્ષાએ આ કાર્ય આ
નિમિત્તોથી થયું એમ કહેવામાં આવે છે. આ કથન આ જ નયમાં શોભે છે કે ‘જો નિમિત્ત ન હોય તો કાર્ય પણ
નહિ થાય,’ નિશ્ચયનયમાં નહિ. નિશ્ચયનયથી તો એમ જ કહેવામાં આવશે કે જ્યાંસુધી નિશ્ચયરત્નત્રયની
પ્રાપ્તિ થતી નથી ત્યાંસુધી પૂર્વના કોઈ પણ ભાવને વ્યવહાર રત્નત્રય કહેવા તે બરાબર નથી. અને