દુઃખ પામ્યો. માટે હે જીવ! હવે તો સમ્યગ્દર્શન પ્રગટ કરીને તું જિનભાવના ભાવ!
સમ્યગ્દર્શનાદિની આરાધના કર.
દેવ પણ જેને ઉગારી ન શક્્યા, જેવા બહાર લઈ જવા માટે ઉપાડ્યા કે તેનું શરીર પારાની જેમ વેરવિખેર
થઈ ગયું; –એવા નરકના દુઃખ અનંતવાર જીવે ભોગવ્યા. તિર્યંચમાં ભૂંડ વગેરેને જીવતેજીવતાં આખા ને
આખા શેકી નાખે એવા એવા ભીષણ દુઃખો ભોગવ્યા; અજ્ઞાનથી જરાક પુણ્ય બાંધે ને હલકો દેવ થાય ત્યાં
દેવગતિમાં અપમાનાદિ ભયાનક દુઃખો ભોગવે છે. ધર્મનો અનાદર અને અધર્મનો આદર કરીને, કદાચ જરાક
પુણ્યથી દેવ થયો તો ત્યાં મોટા દેવોના હુકમથી હાથી–ઘોડાના રૂપ ધારણ કરવા પડે ને તેના ઉપર બીજા દેવો
સવારી કરે, એ જ રીતે મનુષ્યમાં પણ આત્મભાન વગર જીવ મહાદુઃખો પામ્યો. માટે હે જીવ! તું
જિનભાવના ભાવ! જિનભાવના એટલે શુદ્ધ આત્માની ભાવના. એ જિન ભાવનાની વાત હજી ઘણીવાર
(ગાથા ૬૮, ૭ર, ૮૮, ૧૩૦ વગેરેમાં) આવશે. આહા! જિનભાવના તેં સંસારના સર્વ દુઃખથી છૂટવાનો
ઉપાય છે; હે જીવ! તું જિનભાવના વગર ચાર ગતિના અનંત દુઃખ પામ્યો. માટે હવે તો જિનેશ્વરદેવના
માર્ગનું શરણ લઈને, ભગવાને કહેલા શુદ્ધાત્માની ભાવના ભાવ. શુદ્ધાત્માની વારંવાર ભાવના કરવી તેનું
નામ જિનભાવના છે, તેનાથી સંસારભ્રમણ છૂટીને મુક્તિ થાય છે.
જરાક અંદરના ભાવને તો તું જો! અંદર તો આકુળતાની મોટી આગ લાગી છે. જેમ જમીનની અંદર
(ઝરીયાની ખાણ વગેરેમાં) મોટી આગ લાગે તે બહારથી ન દેખાય, તેમ અંદરમાં આત્માના ભાન વગર
દુઃખની મોટી આગ લાગી છે, તે દુઃખને અજ્ઞાની દેખતો નથી, તો તેનાથી છૂટવાનો પ્રયત્ન ક્યાંથી કરે? અહીં
તો કહે છે કે હે સત્પુરુષ! હે શિવપુરીના પથિક! જિનભાવના વગર સંસારમાં એકાંતદુઃખ છે–એમ જાણીને
તેનાથી છૂટવા માટે તું જિનભાવના ભાવ.
અત્યારે આંકડાની ગણતરી પણ અઘરી પડે છતાં એટલા કાળના દુઃખો જીવે નરકમાં અનંતવાર ભોગવ્યા.
એક ક્ષણ પણ જ્યાં ચેન નથી તીવ્ર ભૂખ છતાં કરોડો અબજો વર્ષ સુધી અનાજનો કણ જ્યાં મળતો નથી,
દરિયાના પાણી પી જાઉં–એવી અત્યંત તૃષા છતાં પીવાના પાણીનું ટીપુ્રંય અબજો વર્ષ સુધી મળતું નથી, જ્યાં
ટાઢ કે તાપ એવા છે કે અહીં તેનો એક કણિયો આવે તો ઘણા માણસો મરી જાય! દુર્ગંધ એવી કે અહીં તેનો
કણિયો આવે તો તેની દુર્ગંધથી ઘણા યોજનના માણસો મરી જાય!–પણ જીવે એવા નરકના દુઃખો અનંતવાર
ભોગવ્યા. મરીને તે દુઃખથી છૂટવા માગે પણ આયુષ પૂરું થયા પહેલાં મરી ન શકે, એવા દુઃખો અસહ્યપણે
અનંતવાર ભોગવ્યાં. સમ્યગ્દર્શન વગર હે જીવ! તું આવા ભીષણ દુઃખો પામ્યો, માટે હવે તો સમ્યગ્દર્શનરૂપ
ભાવને ઓળખીને તેનો પ્રયત્ન કર.