ATMADHARME Regd. No. B 5669
વૈ રા ગ સ મા ચા ર
રાજકોટના આગેવાન શેઠ શ્રી મૂળજીભાઈ ચત્રભુજ લાખાણીના સુપુત્ર શ્રી ભાનુભાઈ ૩૨ વર્ષની
ભરયુવાન વયે રાજકોટમાં તા. ૨૮–૯–૬૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ તત્ત્વ જિજ્ઞાસુ હતા અને પૂ
ગુરુદેવ પ્રત્યે અત્યંત ભક્તિભાવ ધરાવતા હતા. પૂ. ગુરુદેવ જ્યારે રાજકોટ પધારતા ત્યારે તેમનાં પ્રવચનો
અત્યંત ઉલ્લાસ ભાવે શ્રવણ કરતા હતા અને અવારનવાર સોનગઢ આવીને પણ લાભ લેતા હતા, તથા
રાજકોટના વાંચનમાં પણ હાજરી આપતા હતા. છેલ્લા થોડા સમયથી તેઓ ‘આત્મધર્મ’ ના સંપાદક હતા.
આ આઘાતજનક પ્રસંગે શેઠશ્રી મૂળજીભાઈ અને તેમના કુટુંબીજનો પ્રત્યે હાર્દિક દિલસોજી વ્યક્ત
કરીએ છીએ અને અનિત્ય વસ્તુસ્થિતિના વૈરાગ્યમય ચિંતનવડે તેઓનું દુઃખ ઓછું થાય તથા ભાનુભાઈનો
આત્મા પણ સદ્ધર્મની આરાધના કરીને આત્મકલ્યાણને સાધે એમ ભાવના ભાવીએ છીએ. સંસારનું સ્વરૂપ
જ એવું છે કે તેમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાના પ્રસંગ તો આવે જ, તેવા પ્રસંગમાં આત્માર્થને ન ચૂકવો ને
વૈરાગ્ય ભાવના દ્રઢ કરવી–એવો ગુરુજનોનો ઉપદેશ છે. પૂ ગુરુદેવ ઘણીવાર વૈરાગ્યથી કહે છે કે જ્યાં
નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા જ સુખદાયક માનવી. ગુરુદેવના વચન અનુસાર શેઠ શ્રી મૂળજીભાઈ
વગેરેને સહનશીલતા પ્રાપ્ત થાય–એવી ભાવના પૂર્વક અમે તેમના પર આવી પડેલા આ દુઃખમાં સમવેદના
પ્રગટ કરીએ છીએ.
જૈન સાહિત્યની પ્રભાવના માટે યોજના
શ્રી દિગંબર જિનમંદિરો તથા સ્વાધ્યાય મંદિરોને શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
તરફથી પ્રસિદ્ધ થયેલ સત્સાહિત્ય મુંબઈના એક ઉદાર સદ્ગૃહસ્થ તરફથી યોગ્ય લાગે તે મુજબ ભેટ અગર
અર્ધમૂલ્યથી આપવામાં આવશે.
જેમને આવશ્યકતા હોય તેઓ તે તે શહેરના દિગંબર જૈનસમાજના બે અગ્રગણ્ય સભ્યોની સહી સાથે
નીચેના સરનામે પત્રવ્યવહાર કરે. સાહિત્ય વિના મૂલ્યે જોઈએ છે કે અર્ધા મૂલ્યે–તે પણ જણાવે.
ઉપરોક્ત યોજના સં. ૨૦૧૮ ના માગસર સુદ પુનમ સુધી અમલમાં રહેશે; તો તે દરમિયાન જે જે
સાહિત્યની આવશ્યકતા હોય તે મંગાવી લેવું. અહીંથી પ્રસિદ્ધ થયેલ સત્સાહિત્યની નામાવલિની જરૂર હોય
તેમણે અહીંથી પોસ્ટદ્વારા મંગાવી લેવી.
શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
ગ્રાહકોને જરૂરી સૂચના
આગામી અંકે આત્મધર્મનું વર્ષ પૂરું થશે, અને ચાલુ સાલના બધા ગ્રાહકોનાં લવાજમ પણ પૂરાં થશે.
નવા વર્ષનું લવાજમ રૂા. ચાર આપે ન ભર્યા હોય તો તુરત ભરી દેવા વિનંતિ છે. પોતાના ગામના
મુમુક્ષુમંડળમાં પણ લવાજમ ભરી શકાય છે.
વી. પી. દ્વારા મંગાવવું હોય તેમણે તે સંબંધી સૂચના લખી મોકલવા વિનંતિ છે.
જેઓ ગ્રાહક તરીકે ચાલુ રહેવા ન ઈચ્છતા હોય તેઓ કાર્યાલયને ખબર આપે એવી વિનંતિ કરવામાં
આવે છે.–જેથી સંસ્થા વી. પી. ના ખર્ચમાંથી બચી શકે.
લવાજમ મોકલવાનું સરનામું:– શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ (સૌરાષ્ટ્ર)
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી મુદ્રક–પ્રકાશક હરિલાલ દેવચંદ શેઠ આનંદ પ્રિન્ટીંગ પ્રેસ–ભાવનગર.