Atmadharma magazine - Ank 215
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 25

background image
૩. પૂ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામીની વાણીનો વિશેષ પ્રચાર થઈ શકે તે માટે નીચે
મુજબની યોજના મંજુર કરવામાં આવી–
ઘણા લાંબા સમયથી અનેક સ્થાનોથી એવી માગણી કરવામાં આવે છે કે યોગ્ય
વ્યક્તિને વાંચન માટે મોકલો. કેટલાંક કારણોથી અનેક જિજ્ઞાસુઓ સોનગઢ આવીને પૂ.
ગુરુદેવની સાક્ષાત્ વાણીનો લાભ લેવા અસમર્થ હોય છે તેથી આવશ્યકતા પ્રમાણે સમય
સમય પર યોગ્ય વ્યક્તિ અલ્પ સમય માટે જો તેવા સ્થાને જઈ શકે તો પ્રભાવનાનું કારણ
થાય; તેથી આ કાર્યને માટે નીચે મુજબ વ્યવસ્થા નક્કી કરવામાં આવી–
જે જે ગામમાં હાલ વાંચન વગેરે ચાલી રહ્યાં છે ત્યાં હાલમાં કોણ ભાઈ વાંચન કરે છે,
તથા તેઓ હિંદી વગેરે કઈ ભાષા જાણે છે. તેની યોગ્યતા સહિત પૂરો પરિચય મંગાવવો અને
તેમાંથી યોગ્ય વ્યક્તિને ચૂંટીને યોગ્ય સ્થાન પર મોકલવામાં આવે. અને તે ભાઈને નિવેદન
કરવામાં આવે કે તેઓ વર્ષમાં ઓછામાં ઓછું એક વખત અને ઓછામાં ઓછા ૧૦ દિવસ
આ યોજનાની પૂર્તિ કરવા માટે પોતાની અનુકૂળતા મુજબ ટાઈમ આપવાનું મંજુર કરે.
ઉપરોક્ત કાર્યમાં સહયોગ દેવાને સમર્થ હોય એવા ભાઈઓનું સમ્મેલન વર્ષમાં
એકવાર સોનગઢમાં કરવામાં આવે અને તેમાં તેઓની યોગ્યતાનો પરિચય પ્રાપ્ત કરવામાં
આવે તથા તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે.
ઉપરની યોજનાની પૂર્તિ માટે યોગ્ય વ્યક્તિનું નામ તથા તેમનું સરનામું તે તે ગામના
મંડળના પ્રમુખ કે સેક્રેટરી દ્વારા તુરત મોકલવા કૃપા કરવી, જેથી આ દિશામાં પ્રગતિ થઈ શકે.
ગત માસમાં ધાર્મિક દિવસો દરમિયાન સમયસારની ૩૮મી ગાથાથી ૪૯મી ગાથા
ઉપર સુંદર પ્રવચનો થયા. તથા પદ્મનંદીપચ્ચીસીમાંથી ઉપાસકસંસ્કાર અથવા શ્રાવકાચાર
નામના છઠ્ઠા અધિકાર ઉપર પ્રવચનો થયા. તેમાં શ્રાવકના ધર્મનું અને દરરોજના કર્તવ્યનું
સુંદર ભાવભીનું વર્ણન સાંભળતાં જિજ્ઞાસુઓને પ્રમોદ થતો હતો. આ ઉપરાંત દસ લક્ષણી પર્વ
દરમિયાન દરરોજ ભગવાન શ્રી અકલંકસ્વામીરચિત તત્ત્વાર્થરાજવાર્તિકમાંથી દસ લક્ષણધર્મનું
વિવેચન થતું હતું.
શ્રાવણ માસમાં પ્રૌઢ શિક્ષણવર્ગમાં ૬૨ ગામના ૧પ૦ જેટલા જિજ્ઞાસુઓ આવ્યા હતા.
અને શિક્ષણવર્ગની પૂર્ણતા પ્રસંગે ઘણા ભાઈઓએ પૂ. ગુરુદેવ પ્રત્યે ગદ્ય–પદ્યમાં ભક્તિભાવ
વ્યક્ત કર્યો હતો.
દસલક્ષણીપર્વ આનંદથી ઊજવાયું હતું. દરરોજ દસલક્ષણ મંડલમાં ઉત્તમ ક્ષમાદિનું
પૂજન થતું હતું. દસવર્ષ પહેલાં ૩પ જેટલા બહેનોએ શરૂ કરેલ સુગંધદશમી વિધાન આ વર્ષે
સમાપ્ત થતું હોવાથી તેનું ઉદ્યાપન કરવામાં આવ્યું હતું. ઉદ્યાપન નિમિત્તે ભેટની વસ્તુઓ
લઈને જુલૂસરૂપે સૌ બેનો જિનમંદિર આવ્યા હતા. ત્યારબાદ દસ પૂજન તથા દસ સ્તોત્ર
પૂર્વક ભક્તિથી દસવર્ષનું વિધાન પૂર્ણ થયું હતું. સાંજે સર્વે મંદિરમાં ધૂપક્ષેપણ થયું હતું.
ભાદરવા સુદ ચોથે (પર્યુષણના પહેલા દિવસે) ભગવાનની રથયાત્રા નીકળી હતી.
ભાદરવા સુદ ત્રીજે શ્રુતપૂજા થઈ હતી. ભાદરવા સુદ પાંચમે શાસ્ત્રજીની રથયાત્રા નીકળી
હતી. ભાદરવા સુદ પુનમે દસ લક્ષણપર્વની પૂર્ણતાના હર્ષોપલક્ષમાં ભગવાનની રથયાત્રા
નીકળી હતી. અને ભાદરવા વદ એકમની સાંજે ક્ષમાવણી–પૂજન બાદ શ્રી જિનેન્દ્ર ભગવાનનો
મહાઅભિષેક થયો હતો. દરરોજ જિનમંદિરમાં ભાવભીની ભક્તિ થતી હતી. આમ પૂજ્ય
ગુરુદેવના મંગલ પ્રતાપે ધામિકપર્વ વિધવિધ કાર્યક્રમપૂર્વક આનંદથી ઊજવાયું હતું.