Atmadharma magazine - Ank 215
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
: ૨૨ : આત્મધર્મ : ૨૧પ
સં સ્થા સ મા ચા ર
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર (સોનગઢ) ના ટ્રસ્ટીઓ તરફથી પ્રકાશિત નિવેદન
અનુસાર તા. ૧૦–૯–૬૧ તથા ૧૧–૯–૬૧ના રોજ સોનગઢમાં એક સાધારણ સભા થઈ; આ
માટે ૭૦ ગામે આમંત્રણ મોકલવામાં આવેલ તેમાંથી લગભગ ૪૨ ગામનાં મુમુક્ષુમંડળો
તરફથી પ્રતિનિધિઓ આવ્યા હતા; હિન્દીભાષીક્ષેત્રમાંથી પણ ખંડવા, સનાવદ, કિસનગઢ,
આગ્રા, ભોપાલ, ઉજ્જૈન, ગુના વગેરે અનેક સ્થાનોના પ્રતિનિધિઓ આવ્યા હતા. મુંબઈના
શેઠશ્રી નવનીતલાલ સી. ઝવેરીની અધ્યક્ષતામાં સભાની કાર્યવાહી કરવામાં આવી હતી, અને
તેમાં નીચે પ્રમાણે કાર્ય કરવાનો નિર્ણય થયો હતો–
૧. શ્રી દિ. જૈન મુમુક્ષુમહામંડળની સ્થાપના કરવામાં આવી. આ મહામંડળનો
ઉદે્શ પૂજ્ય શ્રી કાનજીસ્વામી દ્વારા ઉપદેશિત યથાર્થ દિગંબર જૈનધર્મનો વિશેષ પ્રચાર અને
પ્રસાર કરવાનો, તથા સોનગઢના દિ. જૈન સ્વાધ્યાય મંદિર–ટ્રસ્ટ અંતર્ગત સમસ્ત પ્રવૃત્તિઓને
વિશેષ વ્યવસ્થિત પ્રકારે ચલાવવાનો રહેશે; તેમજ ઉપરોક્ત ઉદ્દેશની પૂર્તિમાં લાગેલી બધી
સંસ્થાઓના એકીકરણનો ઉદ્દેશ રહેશે.
ઉપરોક્ત ઉપદેશમાં શ્રદ્ધા રાખનારા સંઘ સંસ્થા અથવા મંડળ તે મહામંડળના સભ્ય બની
શકશે. તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આ મંડળની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. અને
તે બધા પ્રતિનિધિઓ મળીને એક કાર્યવાહક કમિટીની ચૂંટણી કરશે, તે કમિટી ઉપરોક્ત ઉદ્દેશની
પૂર્તિને માટે યોગ્ય વ્યવસ્થા કરશે. (જે જે ગામના સંઘે કે મંડળે સભ્યોની નોંધ હજુ સુધી ન
મોકલાવી હોય તેઓ તુરત જ સોનગઢ નોંધ મોકલાવી આપે એવી વિનંતિ છે.)
૨. ઉપરોક્ત મહામંડળનું વિધાન (ધારાધોરણ) તૈયાર કરીને સર્વ સંમતિથી
પસાર કરવામાં આવ્યું છે, અને હવે તે વિધાન બધા ગામનાં મુમુક્ષુમંડળોની પાસે મોકલવામાં
આવશે, અને તે વિધાન અનુસાર જે કોઈ મંડળ વગેરે સંસ્થા તે મહામંડળના સભ્ય થવા
ઈચ્છશે તેમને એક પ્રતિજ્ઞાપત્ર મોકલવામાં આવશે. વિધાન અનુસાર પ્રતિજ્ઞાપત્ર આવ્યા
બાદ, યોગ્ય અવસરે બધા પ્રતિનિધિઓની એક સભા બોલાવવામાં આવશે. અને તેમાં કાયમી
કાર્યવાહક કમિટી વગેરેની ચૂંટણી કરવામાં આવશે. ત્યાં સુધી વચગાળાના સમયમાં કાર્ય
કરવા માટે નીચે જણાવ્યા મુજબનાં કાર્યો માટે કેટલીક વિભાગીય કમિટીના તથા તેના
સભ્યોની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી છે.
પુસ્તકપ્રકાશન વિભાગ :
આત્મધર્મ માસિક અને વાર્ષિક રિપોર્ટ
પ્રચારવિભાગ
વહીવટ અને હિસાબી કામકાજ:
શ્રી જિનમંદિરને લગતું કામકાજ:
બીલ્ડીંગને લગતું કામકાજ:
જૈન અતિથિ સેવા સમિતિને સહાય કરવાને લગતું કામકાજ:
આ સંબંધમાં પૂજ્ય શ્રી કાનજી સ્વામી દ્વારા ઉપદેશિત યથાર્થ માર્ગમાં રુચિ રાખનારા
બધા સંઘો તથા મંડળો વગેરેને નિવેદન કરવામાં આવે છે કે તેઓ પોતપોતાના સંઘની માહિતી
તથા પૂરું ઠેકાણું મોકલાવી આપે, જેથી તેમની પાસે વિધાન–ધારાધોરણ–મોકલી શકાય.