Atmadharma magazine - Ank 215
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
ભાદરવો : ૨૪૮૭ : ૨૧ :
વ્યાખ્યાન પ્રસંગે ઉદાહરણપૂર્વક આ નયોનો ખૂલાસે કરતા લખ્યું છે :–
मनोवचनकायव्यापारक्रियारहित निज शुद्धात्मतत्त्वभावनाशून्यः सन्नुपचरितासद्भूतव्यवहारेण
ज्ञानावरणादि द्रव्य कर्मणां ‘आदि’ शब्देनौदारिक वैक्रियिकाहारक शरीरत्रयाहारादि षट् पर्याप्तियोग्य
पुद्गल पिण्डरूपनोकर्मणां तथैवोपचरिता सद्भूत व्यवहारेण बहिर्विषय घट–पटादीनां च कर्ता भवति।
મન, વચન અને કાયાના વ્યાપારથી થવાવાળી ક્રિયાથી રહિત્ એવું જે નિજ શુદ્ધાત્મતત્ત્વ તેની ભાવનાથી
રહિત થકો આ જીવ અનુપચરિતઅસદ્ભૂત વ્યવહારની અપેક્ષાએ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોનો, આદિ શબ્દથી
ઔદારિક, વૈક્રિયિક અને આહારકરૂપ ત્રણ શરીર અને આહાર આદિ છ પર્યાપ્તિઓને યોગ્ય પુદ્ગલ પિંડરૂપ
નોકર્મોનો તથા ઉપચરિત અસદ્ભૂતવ્યવહારનયની અપેક્ષાએ બાહ્ય વિષય ઘટ–પટ આદિનો કર્તા થાય છે.
૭. ઉક્ત કથનનું તાત્પર્ય છે કે પરમાર્થથી કર્મ, નોકર્મ અને ઘટ પટ આદિનો જીવ કર્તા હોય અને
તે તેના કર્મ હોય એમ નથી. પરંતુ જેમ નયચક્રમાં બતાવ્યું છે તે પ્રમાણે એક દ્રવ્યના ગુણોને બીજા દ્રવ્યના
કહેનાર જે ઉપચરિત કે અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનય છે તે અપેક્ષાએ અહીં જીવને પુદ્ગલ કર્મો નોકર્મો
અને ઘટ પટાદિનો કર્તા કહેવામાં આવ્યો છે. તથા પુદ્ગલકર્મ, નોકર્મ અને ઘટ–પટ આદિ તેના કર્મો કહેવામાં
આવ્યા છે.
૮. આથી સ્પષ્ટ છે કે જ્યાં શાસ્ત્રોમાં ભિન્ન કર્તા–કર્મ આદિનો વ્યવહાર કર્યો છે ત્યાં તેને ઉપચરિત
(અયથાર્થ) જ જાણવું જોઈએ. કેમ કે કોઈ એક દ્રવ્યના કર્તૃત્વ અને કર્મત્વ આદિ છ કારકરૂપ ધર્મોનો બીજા
દ્રવ્યમાં અત્યન્ત અભાવ છે. અને એ યોગ્ય પણ છે કેમ કે જ્યાં ‘એક દ્રવ્યની વિવક્ષિત પર્યાય અન્ય દ્રવ્યની
વિવક્ષિત પર્યાયમાં નિમિત્ત છે’ એ કથન પણ વ્યવહારનયનો વિષય છે ત્યાં ભિન્ન કર્તૃ–કર્મ આદિ રૂપ
વ્યવહારને વાસ્તવિક કેવી રીતે માની શકાય? તાત્પર્ય એ છે કે જ્યાં બે દ્રવ્યોની વિવક્ષિત પર્યાયોમાં કર્તા–કર્મ
આદિ રૂપ વ્યવહાર કરે છે ત્યાં જેમાં કર્તૃત્વ આદિ ધર્મોનો ઉપચાર કરવામાં આવે છે તે સ્વતંત્ર દ્રવ્ય છે અને
જેમાં કર્મત્વ આદિ ધર્મોનો ઉપચાર કરવામાં આવે છે તે સ્વતંત્ર દ્રવ્ય છે. તે બન્ને દ્રવ્યોનો પરસ્પર તાદાત્મ્ય
સંબંધ ન હોવાથી વ્યાપ્ય–વ્યાપકભાવ પણ નથી તથા તેમાં એકબીજાના કર્તૃત્વ અને કર્મત્વ આદિ રૂપ ધર્મ પણ
ઉપલબ્ધ થતા નથી. છતાં પણ લોકાનુરોધ વશે તેમાં આ આનો કર્તા છે અને આ આનું કર્મ છે ઈત્યાદિરૂપ
વ્યવહાર થતો જોવામાં આવે છે. એથી જણાય છે કે શાસ્ત્રોમાં આવા વ્યવહારને જે અસદ્ભૂતવ્યવહારનો
વિષય કહ્યો છે તે યોગ્ય જ કહેલ છે. સ્પષ્ટ છે કે આ વ્યવહાર ઉપચરિત જ છે પરમાર્થભૂત નથી. આ જ તથ્યને
બીજા શબ્દોમાં સ્પષ્ટ કરતા શ્રી દેવસેનાચાર્ય પણ પોતાના શ્રુતભવનદીપક નયચક્રમાં
व्यवहारोऽभूयत्थो
ઈત્યાદિ ગાથાઓના વ્યાખ્યાનના પ્રસંગે શું કહે છે એ એમના જ શબ્દોમાં વાંચીએ–
૯. उपनयोपजनितो व्यवहारः प्रमाण–नय–निक्षेपात्मा। भेदोपचाराभ्यां वस्तु व्यवहरतीति
व्यवहारः। कथमुपनयस्तस्य जनक इति चेत्? सद्भूतो भेदोत्पादकत्वात् असद्भूतस्तु
उपचारोत्पादकत्वात् उपचरितासदभूतस्तु उपचारादपि उपचारोत्पादकत्वात्। योऽसौ
भेदोपचारलक्षणोऽर्थः सोऽपरमार्थः।
.... अतएव व्यवहारोऽपरमार्थप्रतिपादकत्वादपरमार्थः।
અર્થ :– પ્રમાણ, નય અને નિક્ષેપાત્મક જેટલો કોઈ વ્યવહાર છે તે બધો ઉપનયથી ઉપજનિત છે.
ભેદદ્વારા અને ઉપચાર દ્વારા વસ્તુ વ્યવહાર પદવીને પ્રાપ્ત થાય છે, તેથી તેની વ્યવહાર સંજ્ઞા છે.
(ચાલુ)