: ૨૦ : આત્મધર્મ : ૨૧પ
૨. અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને પરિણમાવે છે અથવા તેમાં અતિશય ઉત્પન્ન કરે છે.
૩. અન્ય દ્રવ્યની વિવક્ષિત પર્યાય અન્ય દ્રવ્યની વિવક્ષિત પર્યાય થવામાં હેતુ છે. તેના વિના તે કાર્ય થતું નથી.
૪. શરીર મારું છે તથા દેશ, ધન અને સ્ત્રીપુત્રાદિ મારાં છે વગેરે.
આ ઉપચરિત કથનનાં કેટલાંક ઉદાહરણો છે. એના આશ્રયે ફક્ત દર્શન અને ન્યાયના ગ્રન્થોમાં જ
નહિ પણ અન્ય અનુયોગના ગ્રન્થોમાં પણ ખૂબ વિસ્તારથી કથન કરવામાં આવ્યું છે. તથા જે મુખ્યપણે
અધ્યાત્મનું પ્રતિપાદન કરનારા ગ્રન્થો છે તેમાં પણ જ્યાં ખાસ પ્રયોજનવશ ઉપચારકથનની મુખ્યતાથી
પ્રતિપાદન કરવાનું ઈષ્ટ જણાયું છે ત્યાં પણ આ પદ્ધતિ સ્વીકારી છે. તેથી આ જાતના કથનને ચારે
અનુયોગોના શાસ્ત્રોમાં સ્થાન મળ્યું નથી એમ તો કહી શકાતું નથી. છતાં પણ આ કથન કેમ અસત્યાર્થ છે
એની અહીં મીમાંસા કરવાની છે.
૩. એ દ્રવ્યનો સ્વભાવ છે કે કોઈ કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાન મુખ્ય (અનુપચરિત) નિશ્ચય હેતુ
થાય છે. અને અન્ય દ્રવ્ય વ્યવહાર (ઉપચરિત) હેતુ થાય છે. તે પ્રમાણે જેણે પોતાની બુદ્ધિમાં એ નિર્ણય કર્યો
છે કે જે ઉપાદાન છે તે કર્તા છે અને જે કાર્ય છે તે તેનું કર્મ છે. તેનો તેવો નિર્ણય કરવો પરમાર્થરૂપ છે. કેમ કે
જીવાદિ પ્રત્યેક દ્રવ્યમાં હમેશાં છ કારકરૂપ શક્તિઓ તાદાત્મ્યભાવે વિદ્યમાન રહે છે. જેના આધારે તે તે
દ્રવ્યમાં કર્તૃત્વ આદિ ધર્મોની પોતાના જ આશ્રયે સિદ્ધિ થાય છે. છતાં પણ અન્ય દ્રવ્યની વિવક્ષિત પર્યાય
અન્ય દ્રવ્યની વિવક્ષિત પર્યાય થવામાં વ્યવહાર હેતુ છે એ જોઈને અનાદિરૂઢ લોકવ્યવહારવશ પૃથક્
સત્તાવાળા દ્રવ્યોમાં કર્તા કર્મ આદિરૂપ વ્યવહાર કરવામાં આવે છે આજ તથ્યને (સત્યને) સ્પષ્ટ કરતા
૪. કુન્દકુન્દાચાર્ય સમયપ્રાભૃતમાં કહે છે :–
जीवम्हि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणाम
जीवेण कदं कम्मं भण्णदि उवचारमतेण ।। १०५।।
અર્થ:– જીવ નિમિત્ત થતાં બન્ધના પરિણામને જોઈને જીવે કર્મ કર્યું એ ઉપચાર માત્રથી કહેવામાં આવે
છે. આજ અર્થને સ્પષ્ટ કરતાં ઉક્ત ગાથાની ટીકામાં અમૃતચન્દ્રાચાર્ય કહે છે:–
इह खलु पौद्गलिककर्मंणः स्वभावादनिमित्तभूतेऽप्यात्मन्यनादेरज्ञानानात्तन्निमित्तभूतेनाज्ञानभावेन
परणमनान्निमित्तीभूते सति सम्पद्यमानत्वात्पौद्गलिकं कर्मात्मना कृतमिति निर्विकल्पविज्ञानघन भ्रष्टानांं
विकल्पपराणां परेषामस्ति विकल्पः। स तूपचार एव न तु परमार्थः।। ।। १०५।।
આ લોકમાં આત્મા નિશ્ચયથી સ્વભાવે પુદ્ગલ કર્મનો નિમિત્તભૂત નથી તો પણ અનાદિકાળના
અજ્ઞાનવશ તેના નિમિત્તભૂત અજ્ઞાનભાવરૂપ પરિણમન કરવાથી પુદ્ગલ કર્મના નિમિત્તરૂપ થતાં પુદ્ગલ
કર્મની ઉત્પત્તિ થાય છે. તેથી આત્માએ કર્મ કર્યું એવો વિકલ્પ તે જીવોને થાય છે જે નિર્વિકલ્પ વિજ્ઞાનઘનથી
ભ્રષ્ટ થઈને વિકલ્પપરાયણ થઈ રહ્યા છે. પરંતુ આત્માએ કર્મ કર્યું એ ઉપચાર જ છે પરમાર્થ નથી. ૧૦પ.
પ. આ કુન્દકુન્દાચાર્ય અને અમૃતચન્દ્રાચાર્યનું કથન છે. પણ તેમણે એને ઉપચરિત કેમ કહ્યું એનો
કોઈ હેતુ તો હોવો જ જોઈએ. માટે એનો જ અહીં સાંગોપાંગ નયદ્રષ્ટિથી વિચાર કરીએ છીએ. શાસ્ત્રોમાં
લૌકિક વ્યવહારને સ્વીકારનાર જ્ઞાનનયની અપેક્ષાએ (શ્રદ્ધામૂલક જ્ઞાનનયની અપેક્ષાએ નહિ)
અસદ્ભૂતવ્યવહારનયનું લક્ષણ આપતાં લખ્યું છે કે જે અન્ય દ્રવ્યના ગુણોને અન્ય દ્રવ્યના કહે છે તે
અસદ્ભૂતવ્યવહારનય છે. નયચક્રમાં કહ્યું પણ છે–
૬. अण्णेसिं अण्णगुणो भणह असव्भूद.....।। २२३ ।। એનાં મુખ્ય બે ભેદ છે–
ઉપચરિતઅસદ્ભૂત– વ્યવહારનય અને અનુપચરિતઅસદ્ભૂતવ્યવહારનય. બૃહત્દ્રવ્ય સંગ્રહ ગા. ૮માં
‘पुग्गलकम्मादीणं कत्ता’ આ ગાથામાં