Atmadharma magazine - Ank 215
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
ભાદરવો : ૨૪૮૭ : ૧૯ :
ત્ત્
વિષય – પ્રવેશ
કરિ પ્રણામ જિનદેવકો, મોક્ષમાર્ગઅનુરૂપ;
વિવિધ અર્થ ગર્ભિત મહા કહીએ તત્ત્વસ્વરૂપ,
હૈ નિમિત્ત ઉપચારવિધિ, નિશ્ચય હૈ પરમાર્થ;
તજી વ્યવહાર, નિશ્ચય ગહિ સાધો સદા નિજાર્થ.

૧. આ લોકમાં એવું એક પણ પ્રાણી નથી જે દુઃખનિવૃત્તિ અને સુખપ્રાપ્તિનો ઈચ્છક ન હોય. એજ
કારણ છે કે ધર્મતીર્થના પ્રવર્તક તીર્થંકર અનાદિકાળથી સુખપ્રાપ્તિના પ્રધાન સાધનભૂત મોક્ષમાર્ગનો ઉપદેશ
દેતા આવ્યા છે મોક્ષમાર્ગ કહો, સુખપ્રાપ્તિનો માર્ગ કહો કે દુઃખથી નિવૃત્તિ થવાનો માર્ગ કહો એ બધાનો એક
જ અર્થ છે. જે માર્ગનું અનુસરણ કરીને આ જીવ ચાર ગતિના દુઃખથી નિવૃત્ત થાય છે તે મોક્ષમાર્ગ છે, એ
ઉક્ત કથન કરવાનું તાત્પર્ય છે. મોક્ષમાર્ગ એ અંતરગર્ભ નિષેધવાચક વચન છે. પરંતુ જ્યારે કોઈ ધર્મનો
નિષેધ કરવામાં આવે છે ત્યારે તેની પ્રતિપક્ષભૂત વિધિ પોતાની મેળે સિદ્ધ થઈ જાય છે. માટે જે
દુઃખનિવૃત્તિનો માર્ગ છે તે જ સુખપ્રાપ્તિનો પણ માર્ગ છે એમ અહીં સમજવું જોઈએ.
૨. આ પ્રસંગથી અહીં એ વિચાર કરવાનો છે કે તીર્થંકરોનો જે ઉપદેશ ચારે અનુયોગો સંકલિત છે
તેને વચનવ્યવહારની દ્રષ્ટિથી કેટલા ભાગમાં વહેંચી શકાય છે? વિવિધ પ્રમાણોના પ્રકાશમાં વિચાર કરતાં
જણાય છે કે તેને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ છીએ–ઉપચરિત કથન અને અનુપચરિત કથન.
જે કથનનો પ્રતિપાદ્ય અર્થ તો અસત્યાર્થ છે (જે કહેવામાં આવ્યું તેવો પદાર્થ નથી) પરંતુ તેનાથી
પરમાર્થભૂત અર્થનું જ્ઞાન થઈ જાય છે તેને ઉપચરિત કથન કહે છે, અને જે કથનથી જે પદાર્થ જેવો છે તેનું
તેજ રૂપે જ્ઞાન થાય છે તેને અનુપચરિત કથન કહે છે. આ વિષયને સ્પષ્ટ કરતાં પોતાની સુબોધ ભાષામાં
પંડિત પ્રવર ટોડરમલજી મોક્ષમાર્ગ પ્રકાશકમાં લખે છે–
तहां जिन आगम विषैं निश्चय व्यवहाररूप वर्णन है। तिन विषै यथार्थका नाम निश्चय है,
उपचारका नाम व्यवहार है।
[अधिकार ७ पृ. ૨૮૭] ગુજરાતીપૃ. ૨૦૦
व्यवहार अभूतार्थ है। सत्य स्वरूपके न निरूपै है। किसी अपेक्षा उपचार करि अन्यथा निरूपै
है। बहुरि शुद्धनय जो निश्चय है सो भूतार्थ है जैसा वस्तुका स्वरूप है तैसा निरूपै है। [अधिकार ७
पृ
. ३६९] ગુજ. પૃ. ૨પ૪ एक ही द्रव्यके भावकौ तिस स्वरूप ही निरूपण करना सो निश्चय नय है
उपचार करि तिस द्रव्यके भावकौं अन्य द्रव्यके भावस्वरूप निरूपण करना सो व्यवहार है [अधिकार
७ पृ
. ३६९] આ પંડિત પ્રવર ટોડરમલ્લજીનું કથન છે. એથી સ્પષ્ટ છે કે જિનાગમમાં વચનવ્યવહારની
દ્રષ્ટિએ બે પ્રકારનું કથન મળે છે. તેમાં સૌથી પહેલાં અહીં ઉપચરિત કથનના કેટલાંક ઉપયોગી ઉદાહરણો રજુ
કરીને તેઓ ઉપચરિત કેમ છે એની મીમાંસા કરીએ છીએ.
ઉપચરિત કથનના કેટલાક ઉદાહરણ :–
૧. એક દ્રવ્ય પોતાની વિવક્ષિત પર્યાયદ્વારા બીજા દ્રવ્યનું કર્તા છે અને બીજા દ્રવ્યની તે પર્યાય તેનું કર્મ છે.