: ૨ : આત્મધર્મ : ૨૧પ
રેકોર્ડિંગ રીલ પ્રવચન પ્રચાર તથા વિદ્વાનો દ્વારા પ્રવચન પ્રચાર
સોનગઢમાં તા–૧૧–૯–૬૧ ના રોજ શ્રીદિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ અંતર્ગત મુમુક્ષુ મહામંડલની
સ્થાપના થઈ છે, તેનો ઉદેશ તથા નિયમાવલિ દરેક ગામના મુમુક્ષુ મંડલને મોકલાવવામાં આવશે.
તે મીટીંગ વખતે આ મહામંડલની કેટલીક પેટા સમિતિઓ નીમવામાં આવી છે. તે મધ્યે એક પ્રચાર
સમિતિ પણ છે. તેનો ઉદેશ એ છે કે પરમપૂજ્ય સુદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી જે જૈનતત્ત્વ જ્ઞાનનો સદુપદેશ
તેમની અમોઘ, આત્મસ્પર્શી, અમૃતમય વાણી દ્વારા આપી રહ્યા છે તેનો વિશ્વમાં ખૂબ ફેલાવો થાય. એ
ઉદેશને સફળ બનાવવા માટે નીચે મુજબ યોજનાઓ વિચારવામાં આવી છે.
(૧) સમયસારાદિ જેવાં પરમાગમો ઉપર પૂજ્ય ગુરુદેવશ્રી જે મહત્વપૂર્ણ પ્રવચનો આપે છે તેનાં
ટેઈપ રેકોડિંગ રીલો ઉતારવાં. તે રીલો દ્વારા પ્રચાર માટે નીચેની યોજના છે.
अ. જે ગામના મુમુક્ષુ મંડલ પાસે રેકોડિંગ મશીન હોય તેઓ પોતાના ગામમાં વગાડવા માટે જેટલાં
રીલો મંગાવશે તેટલાં તેમને મોકલી આપવામાં આવશે. તે રીલો જરાપણ બગડે નહિ એવી સાવધાની પૂર્વક
તેનો ઉપયોગ કરવાનો રહેશે. આવા દરેક રીલ દીઠ ડીપોઝીટ તરીકે રૂા. ૨પ લેવામાં આવશે ને રીલો પાછાં
આવી જશે ત્યારે ડીપોઝીટની રકમ ખર્ચ કાપીને પાછી આપવામાં આવશે. એકીસાથે આઠ રીલો મોકલી
શકાશે. તે દરેકમાં ચાર ચાર વ્યાખ્યાનો ઉતારેલાં હોય છે એટલે કુલ ૩૨ વ્યાખ્યાનોનો લાભ મળી શકશે.
રીલો વગાડી લીધાં પછી તુરત જ પાછાં અહીં મોકલી આપવાં ને બીજાં રીલોની જરૂર હોય તો મંગાવવાં.
ब. જે ગામના મુમુક્ષુ મંડળ પાસે રેકોડિંગ મશીન ન હોય પણ ટેઈપ રેકોડિંગ રીલ પ્રવચનોનું શ્રવણ
કરવાની ભાવના હોય તેઓ અમોને જણાવે તો તેમના ગામે રેકોર્ડિંગમશીન તથા રેકોર્ડિંગ રીલો લઈને આ
કાર્ય માટે નિયુક્ત કરવામાં આવેલ એક ભાઈને મોકલવામાં આવશે. ને ત્યાં અનુકુળતા મુજબ તે પ્રવચનોનાં
રેકોર્ડિંગ રીલો સંભળાવશે. આવનાર ભાઈનું રેલ્વેભાડું, ગાડીભાડું, મજૂરી વગેરે ખર્ચ જે જે ગામે તે ભાઈ
જાય ત્યાંના મુમુક્ષુ મંડળે આપવાનું રહેશે.
ઉપરની કલમ अ તથા ब. માં જણાવ્યા મુજબનો લાભ જે મુમુક્ષુ મંડળ લેવા ઈચ્છતું હોય તેણે પોતાના
મંડળના પ્રમુખ તથા સેક્રેટરી. દ્વારા અમોને જણાવવું.
(મશીન પગાર, તથા રેકોર્ડિંગ રીલોનો સર્વે ખર્ચ મુંબઈના એક ઉદાર સદ્ગૃહસ્થ તરફથી આપવામાં
આવ્યો છે.)
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રીમુખે પ્રવચનોનું શ્રવણ કરવું તે મુમુક્ષુઓ માટે અત્યંત હિતાવહ છે. અને
તે માટે સોનગઢ આવીને તેઓશ્રી નો પ્રત્યક્ષ લાભ લેવો જોઈએ પરંતુ આવો પ્રત્યક્ષ લાભ અનેક કારણોસર
જેઓ ન લઈ શકે તેઓ પણ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા પ્રતિપાદિત જૈન તત્ત્વજ્ઞાનનો યત્કિાંચિત્ લાભ પ્રાપ્ત કરી
શકે એ હેતુ લક્ષમાં રાખીને પ્રવચન આપી શકે તેવા પસંદ કરેલા યોગ્ય વિદ્વાનોને વર્ષમાં અમુક દિવસો માટે
મોકલવામાં આવશે. આ માટે જે ગામના મુમુક્ષુ મંડળ તરફથી માગણી આવશે તે ગામે એક એક વિદ્વાનને
મોકલવામાં આવશે. જે ગામના મુમુક્ષુઓ આનો લાભ લેવા ઈચ્છતા હોય તેમણે કયા દિવસો તેમને અનુકુળ
છે અને કેટલા દિવસો આવનાર વિદ્વાનને તેઓ રોકવા ઈચ્છે છે તેની વિગત જણાવવાની રહેશે. તે વિગત
આવ્યા પછી પસંદ કરેલ વિદ્વાનોમાંથી એકને મોકલવામાં આવશે. આવનાર વિદ્વાનને આવવાજવાનું
રેલ્વેભાડું વગેરે જે કાંઈ ખર્ચ થાય તે તે ગામના મંડળે આપવાનું રહેશે. ઉપરની સર્વ બાબતો માટે પત્ર
વ્યવહાર નીચેના સરનામે કરવો;–
વ્યવસ્થાપક, પ્રચાર વિભાગ, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર).
પત્રનો જવાબ કોના ઉપર અને કયા સરનામે આપવો તે લખી જણાવવું.