Atmadharma magazine - Ank 216
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૧૬
ધર્મી રાગને જાણે ને નિર્મળપરિણામનેય જાણે, પણ તેમાં એટલો ફેર છે કે રાગને જાણતાં તેની સાથે
કર્તાકર્મપણું નથી, અને નિર્મળ પરિણામને જાણતાં તેની સાથે કર્તાકર્મપણું છે; એટલે કે રાગને તો પરજ્ઞેયપણે
જાણતા થકા તેના અકર્તા રહે છે ને નિર્મળ પરિણામને સ્વજ્ઞેયપણે જાણતા થકા તેની સાથે કર્તાકર્મપણે પ્રવર્તે
છે, રાગને જ્યાં શુદ્ધ સ્વજ્ઞેયથી ભિન્ન જાણ્યો ત્યાં રાગ તરફનું પુરુષાર્થનું જોર તૂટી ગયું, ને સ્વજ્ઞેયસન્મુખ
પુરુષાર્થ વળ્‌યો.–જુઓ, આ જ્ઞાનીને ઓળખવાની રીત કહેવાય છે.
રાગ અને જ્ઞાનનો ભેદ પાડીને જ્ઞાની જ્યાં સ્વભાવ તરફ વળ્‌યો ત્યાં નિર્મળપરિણામરૂપ કાર્ય અને
તેનું જ્ઞાન–બંને સાથે જ વર્તે છે. નિર્મળપરિણામ થાય અને જ્ઞાન તેને ન જાણે–એમ બને નહિ; તેમજ
ભેદજ્ઞાન થાય અને નિર્મળપરિણતિ ન થાય–એમ પણ બને નહીં. ભેદજ્ઞાનનું થવું અને આસ્રવોનું છૂટવું
એટલે કે સમ્યગ્દર્શનાદિ નિર્મળતાનું પ્રગટવું–તેનો એક જ કાળ છે. જ્ઞાન આંધળું નથી કે પોતાના નિર્મળ
કાર્યને ન જાણે. ‘અમને શ્રદ્ધા–જ્ઞાન થયાં છે કે નહિ તેની ખબર નથી–પણ ચારિત્ર કરવા માંડો’–એમ કોઈ
કહે છે, પણ ભાઈ! તારા શ્રદ્ધા–જ્ઞાનનું હજી ઠેકાણું નથી, કઈ તરફ જવું છે તેની ખબર નથી, માર્ગને
નીહાળ્‌યો નથી, તો આંધળો–આંધળો તું ક્યા માર્ગે જઈશ? મોક્ષમાર્ગને બદલે અજ્ઞાનથી બંધમાર્ગમાં જ
ચાલ્યો જઈશ. સમ્યગ્દર્શન થાય ત્યાં પોતાને ખબર પડે કે માર્ગ ખુલી ગયો...સ્વભાવ શ્રદ્ધામાં આવ્યો–
અનુભવમાં આવ્યો, અને હવે આ સ્વભાવને જ મારે સાધવાનો છે, આ સ્વભાવમાં જ મારે એકાગ્ર થવાનું
છે–એમ દ્રઢ નિશ્ચય થયો. આવા નિશ્ચય વગર માર્ગની શરૂઆત પણ થાય નહિ.
દ્રવ્ય–ગુણ ને તેના આશ્રયે પ્રગટેલી નિર્મળ પરિણતિ એ ત્રણે એકાકાર સુખરૂપ છે, નિર્વિકાર છે, તેમાં
દુઃખ નથી, તેમાં વિકારનું કર્તૃત્વ કે હર્ષ શોકનું ભોકતૃત્વ નથી. અહા! જ્ઞાનીને પોતાના નિર્મળ આનંદનો જ
ભોગવટો છે. હર્ષ–શોકનું વેદન સ્વભાવમાંથી નથી આવતું માટે સ્વભાવદ્રષ્ટિમાં જ્ઞાની તેના ભોક્તા નથી;
નિર્મળ પરિણતિમાં કર્મફળનો અભાવ છે. નિર્મળ પરિણતિમાં તો સ્વભાવિક આનંદનું જ વેદન છે. જે
હર્ષશોકની લાગણી છે તે ધર્મી આત્માનું કાર્ય નથી; ધર્મીનો આત્મા તેનાં દ્રવ્ય ગુણ કે નિર્મળ પર્યાય તે
વિકારનું કારણ નથી. વિકાર સાથે તેને કારણ–કાર્યપણાનો અભાવ છે, માત્ર જ્ઞેયજ્ઞાયકપણું જ છે.
અહા, ભેદજ્ઞાનીના સમ્યક્ અભિપ્રાયમાં કેટલી મહત્તા છે!! અને અજ્ઞાનીના ઊંધા અભિપ્રાયમાં
સ્વભાવનો કેટલો અનાદર છે!! તેનો લોકોને ખ્યાલ નથી. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં ચૈતન્યસ્વભાવમાં જ
સ્વપણાનો સમ્યક્ અભિપ્રાય થયો ને બીજે બધેથી પરિણતિ છૂટી પડીને સ્વભાવ તરફ વળી. અજ્ઞાની રાગ
અને જ્ઞાનની એકત્વબુદ્ધિથી આખા આત્માને રાગમય માની રહ્યો છે.
જગતના ભયથી નીતિનિપુણ પુરુષો પોતાના ધર્મમાર્ગને છોડતા નથી. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં
જ્ઞાનીને આખા જગતથી ઉપેક્ષા થઈ. જગતનું કોઈ તત્ત્વ મારી નિર્મળ પરિણતિનું કારણ નથી, મારી નિર્મળ
પરિણતિનું કારણ મારો આત્મા જ છે. મારા આત્મા સિવાય જગતના તત્ત્વો મારાથી બાહ્ય છે, તેનો મારા
અંતરમાં પ્રવેશ નથી, તો બહાર રહીને મારામાં તેઓ શું કરે? દ્રવ્યગુણ ને નિર્મળપર્યાયના પિંડરૂપ શુદ્ધ
આત્મા તે જ મારું અંતરંગતત્ત્વ છે.–આમ જે અનુભવે છે તે જ જ્ઞાની છે, તે જ ધર્મી છે.
૭૬–૭૭–૭૮ ગાથામાં એમ કહ્યું કે જે જ્ઞાની થયો તે આત્મા પોતાના નિર્મળપરિણામને જ કરે છે. એ
સિવાય રાગાદિ ભાવો સાથે કે કર્મો સાથે તેને કર્તાકર્મપણું નથી. જે નિર્મળ ભાવ પ્રગટ્યો તે કર્મબંધનમાં
નિમિત્ત પણ નથી. હવે ૭૯ મી ગાથામાં એમ કહે છે કે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી; એટલે