કારતક: ૨૪૮૮ : ૧૭ :
નવા કર્મોનું બંધન થતું હતું. પણ જ્યારે ચૈતન્યની ખરી જિજ્ઞાસા જાગી ત્યારે શ્રી ગુરુ પાસે જઈને પૂછયું કે
પ્રભો! આ બંધન ક્્યારે અટકે? ત્યારે શ્રી ગુરુએ તેને આત્મા અને આસ્રવનાં ભિન્ન ભિન્ન લક્ષણ
ઓળખાવીને ભેદજ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું, તે પ્રમાણે સમજીને ભેદજ્ઞાન પ્રગટ કરતાં તે જીવે રાગાદિને
પોતાના સ્વભાવથી વિપરીત જાણ્યા એટલે તેનાથી તે જુદો પરિણમ્યો, અને ચૈતન્યસ્વભાવને જ પોતાનો
જાણ્યો તેથી તેમાં તે તન્મય થઈને પરિણમ્યો; આવું ભેદજ્ઞાનનું પરિણમન થતાં આત્માને હવે બંધન થતું
નથી. તે બંધભાવમાં પ્રવર્તતો જ નથી તો તેને બંધન કેમ થાય? આવું ભેદજ્ઞાન થયા પછી સાધક જ્ઞાનીને જે
અલ્પ રાગાદિ હોય તે જ્ઞાનના જ્ઞેયપણે છે. જ્ઞાન તે રાગનું કર્તા થઈને તેમાં પ્રવર્તતું નથી પરંતુ તેનું જ્ઞાતા જ
રહીને તેનાથી નિવર્તે છે.
જુઓ, આ જ્ઞાનીનું કર્તાકર્મપણું! જ્ઞાનીને કર્તાકર્મપણું જ્ઞાનભાવ સાથે જ છે, રાગ સાથે તેને
કર્તાકર્મપણું નથી. જ્ઞાન જ મારો સ્વભાવ છે–એમ નિઃશંક જાણતો થકો જ્ઞાની પોતાના જ્ઞાનભાવમાં જ વર્તે
છે. આ રીતે જ્ઞાનભાવમાં જ વર્તતો તે આત્મા દુઃખનું અકારણ છે, ને આનંદનું જ કારણ છે, દુઃખનું કારણ
અજ્ઞાન હતું તે તો દૂર થઈ ગયું છે, ને આત્માના સ્વભાવમાં તો દુઃખ છે નહિં.
પહેલાં અજ્ઞાનદશા હતી ત્યારે–
અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા...
પરંતુ હવે જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં–
અપને કો આપ જાનકે આનંદી હો ગયા..
ભેદજ્ઞાન થયું ત્યાં અજ્ઞાન ટળ્યું, જ્ઞાનમાં પ્રવર્ત્યો ને આસ્રવોથી નિવર્ત્યો, દુઃખનું કારણ દૂર થયું ને
સુખનું વેદન પ્રગટ્યું; આ બધાનો એક જ કાળ છે. આત્મા અને આસ્રવોને લક્ષણભેદથી ભિન્ન ભિન્ન
ઓળખે તે ક્ષણે જ જ્ઞાન આસ્રવોથી પાછું ફરીને શુદ્ધજ્ઞાન તરફ વળી જાય છે. જો આસ્રવોથી પાછું ન ફરે ને
તેમાં પહેલાંની જેમ જ વર્તે તો તે જ્ઞાને ખરેખર આસ્રવને જ્ઞાનથી ભિન્ન જાણ્યો જ નથી. અને જો
શુદ્ધજ્ઞાનમાં ન વર્તે તો તે જ્ઞાને શુદ્ધજ્ઞાનનો મહિમા જાણ્યો જ નથી, એટલે ખરેખર ભેદજ્ઞાન થયું જ નથી.
આસ્રવોને ત્યારે જ જાણ્યા કહેવાય કે જ્યારે જ્ઞાન તેનાથી પાછું ફરે; આત્માને ત્યારે જ જાણ્યો કહેવાય કે
જ્યારે જ્ઞાન તેમાં એકાગ્ર થઈને પ્રવર્તે. જો આમ ન હોય એટલે કે જો જ્ઞાન ક્રોધથી જુદું પડીને પોતાના
સ્વભાવમાં ન પ્રવર્તે તો ત્યાં ક્રોધનું ને જ્ઞાનનું પારમાર્થિક ભેદજ્ઞાન થયું જ નથી, અજ્ઞાન જ છે. જે સાચું
ભેદજ્ઞાન છે તે તો નિયમથી ક્રોધાદિભાવોથી જુદું જ વર્તે છે, એટલે તે જ્ઞાનથી જરૂર કર્મબંધ અટકી જાય છે.
જુઓ, આવું જ્ઞાન તો સામાયિક છે; કેમકે તે જ્ઞાનના ઉપયોગમાં ભગવાન આત્મા નીકટ વર્તે છે,
અને વિષમરૂપ એવા ક્રોધાદિભાવોથી તે દૂર થયું છે. સમ્યગ્દર્શન તે પણ સામાયિક છે, સમ્યગ્જ્ઞાન તે પણ
સામાયિક છે, ને સમ્યક્ ચારિત્ર તે પણ સામાયિક છે. સ્વભાવને અને પરભાવને ભિન્ન જાણીને, સ્વભાવમાં
પ્રવર્તવું ને વિષમરૂપ એવા પરભાવોથી પાછા હઠવું–તેનું નામ સામાયિક છે.
ચૈતન્યસ્વભાવની મહત્તા, અને ક્રોધાદિની અત્યંત તૂચ્છતા, તેને જે જ્ઞાન જાણે તે જ્ઞાન ચૈતન્યને છોડીને
ક્રોધાદિમાં કેમ વર્તે? અને જો ક્રોધાદિમાં વર્તે તો તેણે ક્રોધાદિ કરતાં ચૈતન્યની મહત્તા જાણી–કેમ કહેવાય?
રાગાદિપરભાવોને (વ્યવહારને) છાતી સરસો ભેટે છે, ને શુદ્ધચૈતન્ય પરિણતિરૂપ આત્મવ્યવહારમાં વર્તતો
નથી તો તે જીવને વ્યવહારમૂઢ અજ્ઞાની કહ્યો છે; પ્રવચનસારની ૯૪મી ગાથામાં તેને પર્યાયમૂઢ–પરસમય કહ્યો
છે, તે પરભાવમાં જ પ્રવર્તે છે. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં ધર્મી પોતાની નિર્મળપર્યાયરૂપ ચેતનવ્યવહારમાં જ
પ્રવર્તે છે, ચૈતન્યની નિર્મળપરિણતિ તે જ ચૈતન્યનો વ્યવહાર છે, રાગાદિપરભાવોમાં વર્તવું તે ચૈતન્યનો
વ્યવહાર નથી તે તો અજ્ઞાની જીવોની વ્યવહારમૂઢતા છે. જ્ઞાન તો તેને કહેવાય કે જે આસ્રવોથી નિવર્તેલું હોય.
કોઈ કહે કે ભેદજ્ઞાન થયું છે પણ હજી અમારું જ્ઞાન આસ્રવોથી નિવર્ત્યું નથી, હજી આસ્રવોમાં એવું ને
એવું પ્રવર્તે છે. તો આચાર્યદેવ તેને કહે છે કે ભાઈ! તને ભેદજ્ઞાન થયું જ નથી. અમે પૂછીએ છીએ કે તું જેને
ભેદજ્ઞાન કહે છે તે જ્ઞાન છે કે અજ્ઞાન? જો તે અજ્ઞાન છે તો તો આત્મા અને આસ્રવોના અભેદજ્ઞાનથી તેની
કાંઈ