Atmadharma magazine - Ank 217
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 27

background image
: ૮ : આત્મધર્મ : ૨૧૭
શ્રી આદિનાથ જિનેન્દ્રને અને દાનતીર્થના પ્રવર્તક શ્રી શ્રેયાંસરાજાને યાદ કરીને કહે છે કે તેમના સંબંધથી આ
ભરતક્ષેત્રમાં ધર્મની સ્થિતિ થઈ:–
आद्यो जिनो नृपःश्रेयान् व्रतदानादिपूरुषौ।
एतदन्योन्यसंबंधे धर्म स्थितिरभूदिह।।
१।।
આ ભરતક્ષેત્રને વિષે આ ચોવીસીમાં
આદિજિનેન્દ્ર શ્રી ઋષભનાથ અને શ્રેયાંસરાજા એ બંને
મહાત્માઓ વ્રતતીર્થ અને દાનતીર્થને પ્રવર્તાવવામાં
આદિપુરુષો છે, તેમના સંબંધથી જ આ ભરતક્ષેત્રમાં
મુનિધર્મની અને શ્રાવકધર્મની સ્થિતિ થઈ છે. વ્રતતીર્થ
એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રસહિત મુનિપણું, તે આ
ચોવીસીમાં ભરતક્ષેત્રે અસંખ્ય–અબજો વર્ષના આંતરે
પહેલવહેલું ઋષભનાથ ભગવાને ધારણ કર્યું એટલે તેઓ
વ્રતતીર્થ ચલાવનારા આદિપુરુષ છે; અને દાનતીર્થં એટલે
વિધિપૂર્વક મુનિરાજને આહારદાન દેવું તે શ્રાવકનું એક
મુખ્ય કર્તવ્ય છે; શ્રી શ્રેયાંસરાજા પહેલવહેલું આહારદાન
દઈને આ ચોવીસીમાં દાનતીર્થના પ્રવર્તક આદિપુરુષ
થયા. તેઓ બંને ચરમશરીરીપણે આ જ ભવમાં મોક્ષ
પામ્યા. તેમના દ્વારા ભરતક્ષેત્રમાં ધર્મની સ્થિતિ થઈ
એમ કહીને મંગલાચરણમાં તે મહાપુરુષોને યાદ કર્યા છે.
આ ચોવીસીમાં આ ભરતક્ષેત્રમાં સૌથી પહેલા
તીર્થંકર શ્રી ઋષભદેવ થયા. રાજસભામાં નૃત્ય કરતી
નીલાંજસા નામની દેવી નૃત્ય કરતાં કરતાં જ મૃત્યુ
પામી, તે ક્ષણભંગુરતા દેખીને ભગવાન સંસારથી વિરક્ત
થયા, અને બાર વૈરાગ્ય ભાવના ભાવીને સ્વયં દીક્ષિત
થઈ, મુનિ થયા; અને છ માસ સુધી આત્માના જ્ઞાન–
ધ્યાનમાં એવા લીન રહ્યા કે આહારની વૃત્તિ પણ ન
ઊઠી. છ મહિના બાદ જ્યારે આહારની વૃત્તિ ઊઠી ત્યારે નગરીમાં પધાર્યા, પરંતુ મુનિરાજને આહારદાન કઈ
રીતે દેવું તેની લોકોને ખબર ન હતી, આદિનાથ ભગવાન નગરીમાં શા માટે પધાર્યા છે તેની પણ લોકોને
ખબર ન હતી, એટલે કોઈ તો હીરા–માણેકના થાળ લઈને ભેટ ધરવા લાગ્યા, કોઈ વસ્ત્રાદિ લઈને ભેટ
ધરવા આવ્યા. કોઈ ભોજનનો થાળ લઈને આવ્યા. પણ આહારદાનની વિધિ કોઈ જાણતું ન હતું. એટલે
ભગવાન શ્રી ઋષભમુનિરાજ આહારની વૃત્તિ તોડીને પાછા વનમાં ચાલ્યા જાય છે ને ચૈતન્યધ્યાનમાં લીન
થાય છે. અહા, આહાર ન મળે કે મળે તેમાં મુનિઓને સમભાવ છે, એ તો ચૈતન્યને સાધવા માટે નીકળ્‌યા
છે. છ મહિના ઉપરાંત કાળ વીતી ગયો છતાં ભગવાન અવધિજ્ઞાન કે મનઃપર્યયજ્ઞાનનો ઉપયોગ મુક્તા નથી,
એ તો મહા ધીર અને ગંભીર છે, જ્ઞાનના ઉપયોગને જ્યાં ત્યાં ભમાવતા નથી. સાધક જીવો પોતાના
સ્વરૂપને સાધવાની લગનીમાં છે, તેઓ ઉપયોગને જ્યાં ત્યાં ભમાવતા નથી. “લાવને, વનમાં બેઠા બેઠા
અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોઈ લઉં કે આજ આહારનો યોગ બનશે કે નહિ! એટલે મફતનો આંટો ન
થાય’–આવી વૃત્તિ ભગવાનને ઊઠતી નથી. જુઓ ખરાં આ